Gujarat Titans: ફાઇનલ હાર્યા બાદ હોટેલ જઈ રહેલી GTની બસમાં લાગી આગ, ખેલાડીઓનો આબાદ બચાવ, કેવી રીતે થયો અકસ્માત
IPL 2026 ફાઇનલમાં નિરાશાજનક પરાજય બાદ ગુજરાત ટાઇટન્સની ટીમે રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટનામાંથી આબાદ બચાવ કર્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ પરત ફરતી વખતે તેમની ટીમ બસમાં આગ લાગી, જોકે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. બસમાં આગ લાગતા જ ડ્રાઇવર અને સુરક્ષાકર્મીઓની સતર્કતાથી ખેલાડીઓને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી લેવાયા. ઘટનાને પગલે સભ્યો એક કલાક રસ્તા પર ફસાયેલા રહ્યા, વૈકલ્પિક વાહન દ્વારા તેમને હોટેલ પહોંચાડવામાં આવ્યા. તપાસ ચાલુ છે.

આ દુર્ઘટના એવા સમયે બની જ્યારે ગુજરાત ટાઇટન્સ IPL 2026 ફાઇનલમાં મળેલા પરાજયથી પહેલેથી જ નિરાશ હતી. ફાઇનલમાં પ્રદર્શન અપેક્ષા મુજબનું ન હતું, બેટ્સમેનો નિષ્ફળ રહ્યા અને મોટો સ્કોર ન બનાવી શકી.
ફાઇનલ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ શાનદાર દેખાવ કરીને સતત બીજી વખત IPLનો ખિતાબ જીત્યો. RCBના કેપ્ટને ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 155 રન જ બનાવી શકી. બેંગલુરુએ આ લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી બીજી વખત ચેમ્પિયન બની.
ગુજરાત ટાઇટન્સની હાર બાદ કેટલાક ક્રિકેટ નિષ્ણાતોએ વ્યસ્ત કાર્યક્રમને કારણે થયેલા થાકની શક્યતા અંગે સવાલ ઉઠાવ્યો. ટીમે 27 મેના રોજ ધર્મશાળાથી મુલ્લાંપુરની મુસાફરી કરી, જ્યાં 29 મેના રોજ ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સનો સામનો કર્યો.
30 મેના રોજ અમદાવાદ પરત ફરવાનો કાર્યક્રમ ખરાબ હવામાનને કારણે વિલંબિત થયો. પરિણામે, ટીમ શનિવારે મોડી સાંજે જ અમદાવાદ પહોંચી, જેનાથી ખેલાડીઓના આરામનો સમય ઘણો ઘટ્યો હતો. જેણે ફાઇનલ પ્રદર્શન પર અસર કરી હોવાની ચર્ચા હતી.
મેચ પછીની પત્રકાર પરિષદમાં, ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ નિયામક વિક્રમ સોલંકીએ ટીમના પરાજય માટે થાકને બહાનું માનવાનો ઇનકાર કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "તેઓ RCBની જીતનો શ્રેય ઓછો કરવા માંગતા નથી." સોલંકીએ ઉમેર્યું કે, ટીમ ભલે ઓછા સમયમાં ઘણી મેચો રમી હોય અને મુસાફરી કરી હોય, પણ હારનું કારણ માત્ર થાકને ગણાવી શકાય નહીં.












Click it and Unblock the Notifications
