Box Office: ટાઈગર શ્રોફની બાગી-3એ તોડ્યા કેટલાય રેકોર્ડ, વીકેંડ પર જબરદસ્ત કમાણી
Box Office: ટાઈગર શ્રોફની બાગી-3એ તોડ્યા કેટલાય રેકોર્ડ, વીકેંડ પર જબરદસ્ત કમાણી
બાગી ફ્રેન્ચાઈજીની ત્રીજી ફિલ્મ બાગી 3 સિનેમાઘરોમાં દસ્તક આપી ચૂકી છે. ટાઈગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર સ્ટારર આ એક્શન ફિલ્મને દર્શકોની જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. જેને પગલે વીકેંડ પર બાગી 3ની સાથે ટાઈગરે રેકોર્ડ તોડ કમાણી કરી છે. બાગી 3માં ટાઈગરના એક્શન અને સ્ટંટના ઘણા વખાણ થઈ રહ્યાં છે. જેને પગલે ફિલ્મને સિનેમાઘરોમાં ભારે પસંદ કરવામાં આવી રહી છે.
જેનો સ્પષ્ટ નજારો એનાથી જ લગાવી શકાય છે કે અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ પિલ્મ મોટી ઓપનિંગ આપી ચૂકી છે. બાગી 3એ શુક્રવારે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે બાદ ત્રણ દિવસમાં જેવી રીતે ફિલ્મનું કલેક્શન રહ્યું છે તે વખાણવાલાયક છે. અહીં જાણો ટાઈગર શ્રોફની બાગી 3નું વીકેન્ડ કલેક્શન.

આ રહ્યું ત્રણ દિવસનું કલેક્શન
બાગી 3નું ઓપનિંગ ડે કલેક્શન 17.50 કરોડ રૂપિયાનું રહ્યું છે. શનિવારે ફિલ્મે 16.03 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે ફિલ્મનો બિઝનેસ 20.30 કરોડ રૂપિયા રહ્યો. કુલ મીલાવી બાગી 3એ 53.83 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.

નવો રેકોર્ડ સેટ
જણાવી દઈએ કે આની સાથે જ ટાઈગરે નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. બાગી 3 ટાઈગરની ટૉપ3 સૌથી વધુ કલેક્શનવાળી ફિલ્મ બની ગઈ છે. જો કે વૉર આ મામલે ઘણી આગળ છે. વૉરનું વીકેંડ કલેક્શન 166.25 કરોડ રહ્યું છે.

100 કરોડની કમાણી આરામથી
ફિલ્મ જેવી ગતિએ કમાણી કરી રહી છે તેનાથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે વીકેંડનો ફાયદો ઉઠાવતા ફિલ્મ આરામથી 100 કરોડની કમાણી કરી શકે છે. અગાઉ પહેલીવાર બાગી 2એ વીકેંડમાં 73.10, બાગીએ 53.83 કરોડની કમાણી કરી હતી.

તાનાજીને પાછળ છોડી
જો કે તાનાજી કમાણીના હિસાબે બાગી 3થી પાછળ રહી ગઈ છે. આ શરૂઆત પહેલા દિવસથી જ થઈ ગઈ છે. બાગી 3ની પહેલા દિવસની કમાણી 17.50 કરોડ રહી છે. તાનાજીનું પહેલા દિવસનું કલેક્શન 15.10 કરોડનું રહ્યું છે.

વર્ષની બીજી મોટી હિટ
અહમદ ખાનના ડાયરેક્શનમાં બનેલી બાગી 3નું કુલ બજેટ માત્ર 70 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. એવામાં ફિલ્મ આસાનીથી 100 કરોડનો આંકડો પારી કરી પોતાના બજેટથી આગળ જઈ વર્ષની બીજી હિટ બની શકે છે. પહેલા નંબરે તાનાજી ધી અનસંગ વૉરિયર છે.

કોરોનાવાયરસની કોઈ અસર નહિ
જ્યારે બાગી 3ની વાત કરીએ તો હાલ ફિલ્મ પર કોરોનાવાયરસની કોઈ અસર પડતી દેખાઈ રહી નથી. લોકો સિનેમાઘર પહોંચી રહ્યા છે. બાગી 3ને ભારતમાં 4400 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ઓવરસીજમાં આને 1100 સ્ક્રીન્સ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
