ફુટબોલનો ચાહક છે ટાઇગર શ્રોફ, મેચ રમતો વીડિયો થયો વાયરલ
બોલિવૂડના એક્શન કિંગ કહેવાતા ટાઇગર શ્રોફ પોતાના લુક અને ફિટનેસ માટે ખૂબ જ ફેમસ છે. માર્શલ આર્ટિસ્ટ તરીકે ટાઇગર શ્રોફને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ છે. તો ઘણીવાર તેની ફૂટબોલ મેચ અને ફિટનેસ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બને છે. આ દરમિયાન ટાઈગર શ્રોફનો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે, જેમાં તે ફૂટબોલ સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી ની જેમ ગોલ કરતો જોવા મળે છે.

ટાઈગર શ્રોફ ફુટબોલનો શોખીન છે
ટાઇગર શ્રોફ તેની ફિટનેસ અને સ્ટંટ વિડીયોઝથી ઘણીવાર હેડલાઇન્સ મેળવે છે. એટલું જ નહીં, ફૂટબોલના દિવાના ટાઈગર પોતાના ફાજલ સમયમાં ભાગ્યે જ કોઈ મેચ મિસ કરે છે. તાજેતરમાં જ ટાઈગર શ્રોફે ફૂટબોલ મેચનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ટાઈગર શ્રોફ એક પ્રોફેશનલ ખેલાડીની જેમ ફૂટબોલ રમતો જોવા મળે છે. આ દરમિયાન ટાઈગર શ્રોફે પણ એક ગોલ કર્યો, જેને જોઈને બધા ચોંકી જશે.
ટાઇગરની સરખામણી રોનાલ્ડો અને મેસી સાથે કરવામાં આવી રહી છે
ટાઈગર શ્રોફના વિડીયોમાં શાનદાર ગોલ જોઈને સોશિયલ મીડિયા પર ફૂટબોલ ચાહકો તેની તુલના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી સાથે કરી રહ્યા છે. ટાઈગર શ્રોફનો આ વિડીયો તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

ફિટ રહેવા માટે બે વસ્તુઓથી રહે છે દૂર
ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમને સફળતાનું અભિમાન બહુ જલદી આવી જાય છે, પરંતુ ટાઈગર શ્રોફ એવો હીરો છે જેણે ઘણી સફળતા હાંસલ કરી છે, પરંતુ તેનો નશો પોતાના માથા પર ચઢવા દીધો નથી. ટાઈગર કોઈપણ નશાકારક અને નશીલા પદાર્થોથી અંતર રાખે છે. ટાઈગરે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં આવતા પહેલા તેણે પ્રણ લીધું હતું કે તે ક્યારેય નશીલી વસ્તુઓનું સેવન નહીં કરે અને જો તેને સફળતા મળશે તો તે ક્યારેય તેના નશાને તેના પર હાવી થવા દેશે નહીં. તે હંમેશા યુવા પેઢી માટે પ્રેરણારૂપ રહેશે.
ટાઈગર શ્રોફનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે. બીજી તરફ ટાઈગર શ્રોફના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ હીરોપંતી 2 રીલિઝ થઈ છે અને અત્યારે તે કૃતિ સેનન સાથે આગામી ફિલ્મ "ગણપત"માં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે.