• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : શાહરુખ ખાન છે હીરો નંબર વન ઑફ 2013!

|

મુંબઈ, 10 ડિસેમ્બર : વર્ષ 2013 જવાની અણીએ છે અને 2014ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્શકોને ખૂબ જ સફળ અને સારી ફિલ્મો આપી છે કે જેનો લોકોએ ભરપૂર આનંદ માળ્યો છે. આ વર્ષે અનેક એવી ફિલ્મો આવી કે જે માત્ર મનોરંજન જ નહીં, પણ કમાણીની દૃષ્ટિએ પણ ટોચે રહી અને તે સો કરોડની કમાણી કરી શકી. જોકે આ વર્ષે કેટલીક ફિલ્મો એવી રહી કે જે કેમ બનાવાઈ, તે અંગે વિચારવા મજબૂર કરી દે છે.

કેટલાંક લોકોની ફિલ્મો તો ખાસ ચાલી નહીં, પરંતુ આમ છતાં લોકોના દિલોમાં તે છવાઈ ગઈ. જોકે આ વર્ષ બૉલીવુડ માટે ખૂબ જ ખાસ રહ્યું, કારણ કે આ વર્ષે સારી કમાણી થઈ. બૉક્સ ઑફિસ પર અનેક ફિલ્મોએ 100 કરોડની કમાણીનો આંક ઓળંગી દીધો અને તેથી અનેક હીરોની તકદીર ચમકી ગઈ.

આજે અમે આપને બતાવીએ છીએ વર્ષ 2013એ કયા હીરોને ટોચે બેસાડ્યાં અને નંબર વનનો સિંહાસન સોંપ્યો. એક ડેલી મેલના રેટિંગના આધારે આપને બતાવીએ બૉલીવુડના હીરોની ટૉપ ટેન યાદી કે જેમાં શાહરુખ ખાન નંબર વન છે, તો ઇરફાન ખાન જેવા કલાકાર પણ દસમા ક્રમે પહોંચી ટૉપ ટેનની યાદીમાં જોડાવવામાં સફળ રહ્યાં છે.

નીચેના સ્લાઇડર ઉપર ક્લિક કરો અને જાણી ટૉપ ટેન હીરો ઑફ 2013ની યાદી :

શાહરુખ ખાન

શાહરુખ ખાન

લાંબા વખત સુધી ટીકાઓનો ભોગ બનનાર અને એક હિટ માટે તલસતા શાહરુખ ખાને 2013માં ધડાકાભેર કમબૅક કર્યું અને ચેન્નઈ એક્સપ્રેસની સફળતા સાથે ટીકાકારોના મોઢે તાળા વાસી દીધાં. ફિલ્મી કૅનવાસ ઉપર શાહરુખે સ્વસ્થ કૉમેડી કરી ફરી સાબિત કરી આપ્યું કે તેઓ જ બૉલીવુડના અસલી બાદશાહ છે. ફિલ્મે 200 કરોડ કરતા વધુની કમાણી કરી.

રણબીર કપૂર

રણબીર કપૂર

કપૂર ખાનદાનની ચોથી પેઢીના પ્રતીક રણબીર કપૂરે પોતાના પિતા ઋષિ કપૂરની જેમ દેશના યુવાદિલોને પોતાનુ ઘેલુ લગાડ્યું. તેમની ફિલ્મ યે જવાની હૈ દીવાનીએ સફળતાનો એક એવો રેકૉર્ડ સ્થાપ્યો કે જેથી આજે દરેક બંદાનુ દિલ બદતમીઝ થઈ ગયુ છે. રણબીર કપૂર વર્ષ 2013ની ટૉપ ટેનની યાદીમાં બીજા નંબરે છે.

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

ભાગ મિલ્ખા ભાગમાં રીયલ હીરો મિલ્ખા સિંહનો રોલ ભજવી ફરહાન અખ્તરે ફરી એક વાર પોતાની જાતને બેમિસાલ સાબિત કરી છે. ફિલ્મે સો કરોડ તો કમાવ્યા જ, પણ ફરાહનને બેસ્ટ એક્ટરના તમગા વડે નવાજવામાં પણ આવ્યાં. વર્ષ 2013ની ટૉપ ટેન યાદીમાં ફરહાનને મળી છે નંબર 3 પૉઝિશન.

હૃતિક રોશન

હૃતિક રોશન

લાંબા સમયથી ઇંતેજાર કરતાં હૃતિક રોશનના ફૅન્સને દીવાળીએ જોરદાર ગિફ્ટ મળી ક્રિશ 3 તરીકે. હૃતિકે ફરી એક વાર સાબિત કર્યું કે તેઓ જ દેશના સુપર હીરો છે. 2013ની યાદીમાં હૃતિકે ચોથું સ્થાન હાસલ કર્યુ છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

આ વર્ષે આશ્ચર્યજનક કામ કર્યું રણવીર સિંહે. તેમણે લુટેરા દ્વારા ટીકાકારોની બોલતી બંધ કરી, તો રામલીલા વડે જણાવી દીધું કે તેઓ પણ એક સારા એક્ટર છે કે જે તક મળ્યે કોઈનું પણ બૅન્ડ વગાડી શકે છે. તેઓ આ યાદીમાં પાંચમા સ્થાને રહ્યાં છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અંગે તો કંઈ પણ કહેવાની જરૂર નથી. તેઓ જે કહે કે કરે છે, તે અતુલ્ય હોય છે. પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભે પોતાના અભિનય દ્વારા સાબિત કરી આપ્યું કે ઝાએ તેમને ફિલ્મમાં લઈ કોઈ ભૂલ નહોતી કરી, તો કેબીસી 7 પણ અમિતાભના કારણે હિટ રહ્યો. તેથી વર્ષ 2013ની ટૉપ ટેનની યાદીમાં અમિતાભ બચ્ચન છે છઠા નંબરે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

વર્ષ 2013ની શરુઆત સૈફ અલી ખાનની હિટ ફિલ્મ રેસ 2 સાથે થઈ કે જેમાં તેમણે પોતાની એક્ટિંગ સાબિત કરી આપી. ફિલ્મો સો કરોડની કમાણી કરી. જોકે તાજેતરમાં જ આવેલી બુલેટ રાજા નિષ્ફળ નિવડી છે. આમ છતાં સૈફ આ યાદીમાં સાતમા સ્થાને રહ્યાં છે.

શાહિદ-અક્ષય-વિવેક

શાહિદ-અક્ષય-વિવેક

આ વખતે આઠમા સ્થાને ત્રણ સ્ટાર્સની પસંદગી કરાઈ છે કે જેમાં શાહિદ કપૂર, અક્ષય કુમાર અને વિવેક ઓબેરૉયનો સમાવેશ થાય છે. ત્રણેની ફિલ્મો લોકોને ગમી છે. શાહિદને ફટા પોસ્ટર નિકલા હીરો દ્વારા જીવતદાન મળ્યું, તો આર રાજકુમાર દ્વારા તેઓ ફરીથી લોકોના દિલમાં વસી ગયાં. અક્ષયની બૉસે પણ લોકોના દિલ જીત્યાં, તો લાંબા વખતથી હિટ માટે તલસતા વિવેક ઓબેરૉયે ક્રિશ 3માં કાલ બની સફળતા મેળવી. તેમની ગ્રાન્ડ મસ્તી પણ હિટ રહી.

અનિલ-ઇમરાન-સલમાન

અનિલ-ઇમરાન-સલમાન

નંબર નવની પૉઝિશને પણ ત્રણ હીરો અનિલ કપૂર, ઇમરાન હાશમી અને સલમાન ખાન છે. અનિલની રેસ 2 ફિલ્મ અને ટેલીવિઝન 24 લોકોને ગમ્યાં, તો એક થી ડાયન સાથે ઇમરાન લોકોને ભયભીત કરવામાં સફળ રહ્યાં. ભલે સલમાન ખાનની કોઈ ફિલ્મ આ વર્ષે રિલીઝ નથી થઈ, પણ તેઓ બિગ બૉસ શો વડે પોતાની લોકપ્રિયતા જાળવવામાં સફળ રહ્યાં છે.

ઇરફાન ખાન

ઇરફાન ખાન

નેશનલ ઍવૉર્ડ વિજેતા ઇરફાન ખાનને વર્ષ 2013ની ટૉપ ટેન લિસ્ટમાં દસમું સ્થાન મળે છે. તેમની ફિલ્મ ધ લંચબૉક્સે માત્ર ભારત જ નહીં, પણ વિદેશોમાં જોરદાર સફળતા મેળવી.

English summary
Here is Top 10 Bollywood heroes of 2013, Shahrukh Khan got the Top Position. Have a Look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more