For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Top Most મહિલા પાત્રો : ખાન બંધુઓને પછડાટ આપી ગઈ ‘મર્દાની’ઓ...

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 ડિસેમ્બર : સાલ ખલ્લાસ 2014. આ વર્ષ રહ્યું વુમૅન પાવરના નામે. દમદાર ફિલ્મો, દમદાર અભિનય, દમદાર પાત્રો, દમદાર ચરિત્રો અને દમદાર સિદ્ધિઓ. દર્શકોએ વીતી રહેલા વર્ષ 2014માં એક સે બઢકે એક બહેતરીન મહિલા કેન્દ્રિત ફિલ્મો જોઈ, તો બીજી બાજુ આ મહિલા પાત્રો ભજવનાર અભિનેત્રીઓના ઉમ્દા પ્રદર્શને સાબિત કરી આપ્યું કે સારા અભિનય સામે કોઈ ખાન કે કોઈ કપૂર ન ટકી શકે.

બૉલીવુડમાં મોટાભાગે ખાન બંધુઓ એટલે કે શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન હોય કે પછી કપૂર્સ-રોશન્સની ફિલ્મોની જ ચર્ચા થાય છે. તેમની ફિલ્મોને અડધી સફળતા તો તેમના નામથી જ મળી જાય છે, પરંતુ આ વર્ષે એવી પણ ફિલ્મો આવી કે જે મહિલા કેન્દ્રિત હતી અને તે ફિલ્મોમાં અભિનેત્રીઓના દમદાર અભિનયના ચારે બાજુ વખાણ થયાં.

ચાલો આપને બતાવીએ વર્ષ 2014ના ટૉપ Most વુમૅન કૅરેક્ટર્સ :

રજ્જો-માધુરી-ગુલાબ ગૅંગ

રજ્જો-માધુરી-ગુલાબ ગૅંગ

જોકે ગુલાબ ગૅંગ ફિલ્મની દરેક મહિલા પાત્રે પ્રશંસનીય કામ કર્યું, પણ માધુરીનું પાત્ર એવી દમદાર રીતે સ્વાવલમ્બી બનવાનું શીખવાડે છે કે દરેક સ્ત્રીએ તેમનામાં પોતાની છબી શોધવાની કોશિશ કરી.

સુમિત્રા દેવી-જુહી-ગુલાબ ગૅંગ

સુમિત્રા દેવી-જુહી-ગુલાબ ગૅંગ

જો સુમિત્રા દેવી ગુલાબ ગૅંગમાં ન હોત, તો રજ્જો ક્યારેય અવાજ ઉઠાવવાનો સાહસ ન કરી શકત. બીજી બાજુ પાવર તથાપૉલિટિક્સના સંઘર્ષ વચ્ચે પોતાને ગુમાવી બેસેલી સુમિત્રાનું પાત્ર જુહી ચાવલાએ જેટલી કુશળતા સાથે ભજવ્યું, તેના માટે તેમના જેટલા વખાણ કરીએ, ઓછા પડશે.

વીરા-આલિયા-હાઈવે

વીરા-આલિયા-હાઈવે

વીરાની ગુંગળામણ અને મુંઝવણ સામાન્ય રીતે દરેક છોકરી પોતાના જીવનમાં અનુભવે છે અને દરેક છોકરી આ જ રીતે તમામ મુશ્કેલીઓમાંથી ભાગવાની કોશિશમાં પોતાને ક્યાં ગુમાવી બેસે છે, પરંતુ તે છોકરીઓ બીજી વાર પોતાને શોધવાનો પ્રયત્ન નથી કરતી કે જેમ કે વીરા કરે છે. વીરા તરીકે આલિયા ભટ્ટે છોકરીઓને તે રસ્તો બતાવ્યો કે જે તેઓ પસંદ કરી શકે છે, જ્યારે પણ.

રાની-કંગના-ક્વીન

રાની-કંગના-ક્વીન

લંડન ઠુમકદા... કરતી એક છોકરી કેવી રીતે પોતાના તુટેલા સંબંધોમાંથી બહાર નિકળી હંગામો કરે છે. આ વાત કંગના રાણાવતે જેટલી સુંદરતા સાથે પડદે ઉતારી છે, તેમનો આભાર વ્યક્ત કરવો જોઇએ. તેમણે જુસ્સો આપ્યો દરેક છોકરીને કે જે આવા તબક્કામાંથી પસાર થયા બાદ જીવન સમાપ્ત સમજી બેસે છે.

બૉબી-વિદ્યા-બૉબી જાસૂસ

બૉબી-વિદ્યા-બૉબી જાસૂસ

જોકે બૉબી જાસૂસ ફિલ્મ બૉક્સ ઑફિસે ચાલી નહીં, પણ બૉબીના પાત્રમાં વિદ્યા બાલને તે તમામ છોકરીઓને જુસ્સાની ઉડાણ આપવાની કોશિશ કરી કે જેઓ લીક સે હટકે કંઇક કરવા માંગે છે. બૉબીના પાત્રમાં જેટલી હકીકત છે, તેટલી જ ધગશ પણ છે.

શિવાની શિવાજી રૉયસ-રાણી-મર્દાની

શિવાની શિવાજી રૉયસ-રાણી-મર્દાની

રાણી મુખર્જી આ રીતે મોટા પડદે કમબૅક કરશે, કોઇએ વિચાર્યુ જ નહોતું. તેમના નો વન કિલ્ડ જેસિકા જેવા આગઝરતા સ્વરૂપને મર્દાનીમાં લોકોએ બમણી રીતે જોયો અને લોકોએ તેમને હૃદયપૂર્વક સ્વીકારી પણ.

મૅરી કોમ-મૅરી કૉમ-પ્રિયંકા ચોપરા

મૅરી કોમ-મૅરી કૉમ-પ્રિયંકા ચોપરા

મૅરી કોમ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મૅરી કોમને જે સન્માન આપ્યું, તેઓ તેમના હકદાર હતાં. હા આ દુઃખની વાત છે કે આ દેશમાં લોકો એવા નામો સરળતાથી નથી ઓળખી શકતા અને તેથી જ આપણી જવાબદારી છે કે તેમની વાર્તાઓ લોકો સુધી પહોંચાડીએ.

ગઝાલા-તબ્બુ-હૈદર

ગઝાલા-તબ્બુ-હૈદર

ગઝાલાના એક-એક ભયને જે રીતે તબ્બુએ પડદે પર ઉતાર્યો, તે હચમચાવી નાંખે છે. વસ્તુઓ નથી હોતી કાળી કે નથી હોતી સફેદ. તેમની વચ્ચેની હકીકત ગઝાલાએ દર્શકો સામે મૂકી. હાફ વિડો હોવાનો દર્દ અને મુંઝવણ સાથેનું તેમનું હૈદરનું આ પાત્ર જોરદાર તાળીઓની ડિમાંડ કરે છે.

સુગંધા-નંદના-રંગ રસિયા

સુગંધા-નંદના-રંગ રસિયા

જોકે રંગ રસિયા ફિલ્મમાં અનેક ખામીઓ હતી, પણ જેટલી સત્યતાથી નંદના સેને આ પાત્ર ભજવ્યું, તે મહત્વની બાબત છે. તેમણે એક દેવીનો રૂપ સાચે જ ધારણ કર્યો, કારણ કે તેમનું પાત્ર તેટલુ જ પવિત્ર લાગે છે.

શાલિની બોસ-તેજસ્વિની-અગ્લી

શાલિની બોસ-તેજસ્વિની-અગ્લી

વર્ષાંતે અનુરાગ કશ્યપે દર્શકોને અગ્લીની સોગાત આપી. આ ફિલ્મનું સરપ્રાઇઝ પૅકેજ હતાં તેજસ્વિની કોલ્હાપુરી. એક માતા, પત્ની, પ્રેમિકા અને આ તમામ સંબંધો વચ્ચે ગુંચવાયેલી એક જિંદગી. જો આપે આ ફિલ્મ ન જોઈ હોય, તો આપ એક સારી વાર્તા મિસ કરી રહ્યા છો.

લક્ષ્મી-મોનાલી-લક્ષ્મી

લક્ષ્મી-મોનાલી-લક્ષ્મી

આ વર્ષનું બોનસ હતી ફિલ્મ લક્ષ્મી. જોકે ફિલ્મ આવી અને જતી રહી, પરંતુ આ ફિલ્મ ક્યાંયથી પણ અવગણવા જેવી નહોતી. નાગેશ કુકનૂરની આ ફિલ્મે અનેક સવાલ ઊભા કર્યાં અને આ સવાલો સામે ઝઝૂમતી લક્ષ્મીએ આપને હચમચાવી નાંખી. લક્ષ્મી આપની તે હકીકત છે કે જેને આપ ક્યારેય સ્વીકારવા નહીં માંગો.

English summary
2014 was clearly the year of the ladies who ruled it out kicking off every suspicion that male stars are the leads. they indeed werethe heroes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X