બોલિવૂડની આ મોમ્સ હજુ પણ દેખાય છે Super Hot!!

Written By:
Subscribe to Oneindia News

મધર્સ ડેના દિવસે આજે આપણે બોલિવૂડની ટોપ 10 સુપરમોમ વિશે વાત કરીશું, જે પોતાના પરિવાર સાથે ઘર, પરિવાર અને બાળકોને પણ એટલું જ મહત્વ આપે છે. આ સાથે જ તે પોતાના લૂક અને સ્ટાયલ પર પણ એટલું જ ધ્યાન આપે છે. કરિયર હોય કે બાળકો, દરેક વાતે આ સુપરમોમ્સ છે પરફેક્ટ!

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેનને કોણ નથી ઓળખતું? ફિલ્મી જગતમાં તેનું ઘણું નામ છે, પોતાની સ્ટાયલ અને લૂક સિવાય અન્ય એક વાતને લઇને તે ચર્ચામાં રહે છે. તેણે 2 છોકરીઓ દત્તક લીધી છે. સુષ્મિતા સેન પરિણિત નથી, આમ છતાં તેણે બે દિકરીઓ દત્તક લીધી છે અને તેની એક દિકરીનું નામ રિની છે અને બીજી દિકરીનું નામ એલિશા છે. સુષ્મિતા પોતાના કરિયર સાથે ખૂબ સારી રીતે પોતાની બંન્ને દિકરીઓનો ઉછેર કરી રહી છે.

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

કરીના કપૂર અને કરિશ્મા કપૂર

કરીના કપૂર તો થોડા સમય પહેલાં જ બોલિવૂડના મમ્મી ક્લબમાં અન્ટર થઇ છે, જો કે તેણે પોતાના પ્રેગનન્સી ફેઝને ખૂબ એન્જોય કર્યો છે. તેણે તૈમુર માટે 17 કિલો વજન વધાર્યું હતું અને હવે ફરી પાછી તે પોતાનું વજન ઘટાડવાના કામે લાગી ગઇ છે. ટૂંક સમયમાં જ તે ફિલ્મમાં પણ જોવા મળશે. કરિશ્મા કપૂર સિંગલ મધર છે, પરંતુ તે અત્યંત ગ્રેસફુલી પોતાના બંન્ને બાળકોને ઉછેરી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

વિશ્વની સૌથી સુંદર મહિલા બાદ સૌથી સુંદર માતાનું બિરુદ પણ ઐશ્વર્યા રાય બચ્ચનને જાય છે. અરાધ્યાના જન્મના બાદ ટૂંક સમયમાં જ તે ફરીથી શેપમાં આવી ગઇ હતી. ઐશ્વર્યાની છેલ્લે આવેલ ફિલ્મ એ દિલ હે મુશ્કિલમાં તે અત્યંત લુંદર લાગી રહી હતી.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

બોલિવૂડની મોડર્ન મોમનું સૌથી પરફેક્ટ ઉદાહરણ છે મલાઇકા અરોરા. તો બોલિવૂડની હોટ મમીઝમાંની એક છે. તેના ચહેરા પર ઉંમરની કોઇ અસર નથી દેખાતી, તે ફિટનેસને અંત્યત મહત્વ આપે છે અને બે બાળકો હોવા છતાં તે રેમ્પ પર ઉતરે ત્યારે મોડેલ્સની ટક્કર આપે છે. મલાઇકા અને અરબાઝ છૂટા પડી ગયા છે, પરંતુ પોતાના બાળકો માટે તેમણે એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખ્યો છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પણ હવે તો ચાર વર્ષના દિકરાની માતા છે, પરંતુ તેના મોઢા પરથી આ વાત કળી શકવી મુશ્કેલ છે. તે ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે અને નિયમિત યોગા કરે છે. તે હંમેશા પ્બલિક પ્લેસ પર ખૂહ સ્ટાયલિશ અવતારમાં જોવા મળે છે.

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝા

જેનેલિયા ડિસૂઝાને બે બાળકો છે અને આજે પણ તે એટલી જ ક્યૂટ દેખાય છે. રિતેશ અને જેનેલિયા ક્યારેય કોઇ વિવાદમાં સપડાયા નથી. લગ્ન બાદ જેનેલિયાએ ફિલ્મોને અલવિદા કહી દીધું છે અને હાલ તે પોતાનું મધરહૂડ એન્જોય કરી રહી છે.

શ્રીદેવી

શ્રીદેવી

પોતાના જમાનાની ટોપ લીડિંગ એક્ટ્રેસમાંની એક શ્રીદેવી આજે પણ એટલી જ સુંદર લાગે છે. શ્રીદેવીની બે પુત્રીઓ છે, જ્હાનવી અને ખુશી. મોટી દિકરી જ્હાનવી ટૂંક સમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હોવાના સમાચાર આવી રહ્યાં છે. દરેક પાર્ટીમાં શ્રીદેવી તેની પુત્રીઓ સાથે જોવા મળે છે અને તે પણ અત્યંત સ્ટાલિશ અંદાજમાં.

English summary
Jotting down the top 8 style icon mothers of Bollywood. Read to know more.
Please Wait while comments are loading...