• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Must Watch: ટીવી કલાકારમાંથી બન્યાં બૉલીવુડ સ્ટાર્સ!

|

મુંબઈ, 3 મે : દરેક કલાકારની ઇચ્છા હોય છે કે તે બૉલીવુડ કૅનવાસનો એક ચર્ચિત ચહેરો બને. તે પણ સ્ટાર બની જાય. લોકો તેના ઑટોગ્રાફ લેવા, તેની સાથે તસવીર પડાવવા આતુર દેખાય, પણ એવું થવું સરળ નથી હોતું અને એવું બધાની સાથે સંભવતું પણ નથી, પરંતુ ટેલીવિઝનની દુનિયાના કેટલાંક સિતારા એવા છે કે જેમણે ટેલીવિઝન વડે જ પોતાનું અભિનય કૅરિયર શરૂ કર્યું અને આજે તેઓ બૉલીવુડ માટે માઇલસ્ટોન બની ચુક્યાં છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે અભિનેતા શાહરુખ ખાનનું. તેમણે પોતાનું અભિનય કૅરિયર શરૂ કર્યુ હતું દૂરદર્શનની હિટ સીરિયલ ફૌજીના નાનકડા પાત્રથી, પરંતુ ત્યારે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ નાનકડું પાત્ર ભજવતો હીરો બૉલીવુડનો બાદશાહ બની જશે. તેવી જ રીતે બૉલીવુડના ચોથા ખાન ગણાતા અભિનેત્રી વિદ્યા ખાને પણ કદાચ ક્યારેય નહીં વિચાર્યું હશેકે હમ પાંચ જેવા કૉમેડી શો વડે ટેલીવિઝન જગતમાં તહેલકો મચાવ્યા બાદ તેઓ એક દિવસ બૉલીવુડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ઍવૉર્ડ મેળવશે.

જોકે શાહરુખ ખાન અને વિદ્યા બાલન જેવા સ્ટાર્સની સફળતા પાછળ તેમની સખત મહેનત પણ છે. આ બંનેએ પોતાની લગન તથા મહેનત વડે સાબિત કરી આપ્યું કે નાના કે મોટા પડદામાં કોઈ ફરક નથી હોતો, બસ આપણા ઇરાદા નેક અને યોગ્ય દિશામાં હોવા જોઇએ, તો સફળતા આપણા કદમ ચૂમશે.

ચાલો તસવીરો સાથે જોઇએ ટેલીવિઝન કલાકારમાંથી બૉલીવુડ સ્ટાર્સ બનેલી હસ્તીઓને :

શાહરુખ ખાન

શાહરુખ ખાન

બૉલીવુડના બાદશાહ તથા કિંગ ઑફ રોમાંસ કહેવાતા શાહરુખ ખાને પોતાનું અભિનય કૅરિયર ડીડીના ફૌજી શો સાથે કર્યુ હતું.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

બહુમુખી પ્રતિભાના માલિક વિદ્યા બાલને પણ પોતાનું અભિનય કૅરિયર એકતા કપૂરના હિટ શો હમ પાંચ દ્વારા શરૂ કર્યુ હતું.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

આજના યુવા દિલોની ધડકન બનનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાનું કૅરિયર ઝી ટીવીના સુપરહિટ શો પવિત્ર રિશ્તા સાથે શરૂ કર્યુ હતું, પરંતુ ફિલ્મો માટે તેમણે આ શો વચ્ચે જ છોડવો પડ્યો. સુશાંતે કાઇ પો છે જેવી ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી.

રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલે જ્યારે કહીં તો હોગા શો દ્વારા નાના પડદે એન્ટ્રી કરી, તો છોકરીઓ તેમની ઘેલી થઈ ગઈ હતી. ટીવી પર નામ કમાવ્યા બાદ રાજીવે આમિર જેવી ફિલ્મ સાથે બૉલીવુડ પ્રવેશ કર્યો.

ઇરફાન ખાન

ઇરફાન ખાન

પાન સિંહ તોમર જેવી ફિલ્મો માટે નેશનલ ઍવૉર્ડ પામનાર અભિનેતા ઇરફાન ખાને ટીવીથી જ શરુઆત કરી હતી. અનેક ટીવી શોમાં નાના-નાના રોલ કરનાર ઇરફાને ચંદ્રકાંતાના બદ્રીનાથ રોલ દ્વારા બુલંદી હાસલ કરી હતી.

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈ

પ્રાચી દેસાઈએ પણ પોતાનું કૅરિયર એકતા કપૂરના શો કસમ સે સાથે શરૂ કર્યુ હતું.

આદિત્ય રૉય કપૂર

આદિત્ય રૉય કપૂર

પોતાની પ્રથમ ફિલ્મ આશિકી 2 સાઇન કરતા અગાઉ આદિત્ય રૉય કપૂર ચૅનલ વીના વીજે હતાં.

આમના શરીફ

આમના શરીફ

સુંદર અભિનેત્રી આમના શરીફે પણ ટીવી શો કહીં તો હોગા દ્વારા કૅરિયર શરૂ કર્યુ હતું.

પંકજ કપૂર

પંકજ કપૂર

ફિલ્મોમાં નામ રોશન કરતા પહેલા પંકજ કપૂર ટીવીની દુનિયાના ફૅમસ જાસૂસ કરમચંદ તરીકે ઓળખાતા હતાં.

મનીષ પૉલ

મનીષ પૉલ

મિકી વાયરસ પહેલા મનીષ પૉલ ટીવીની દુનિયાના બેસ્ટ હોસ્ટ્સમાંના એક છે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

વિકી ડોનર દ્વારા હિટ થનાર આયુષ્માન ખુરાના પણ ટીવીની દુનિયાના જાણીતા વીજે છે.

આર માધવન

આર માધવન

આર માધવન પણ ફિલ્મોમાં આવતા પહેલા અનેક બંગાળી તથા હિન્દી ટીવી શો કરી ચુક્યા હતાં. ઇમ્તિહાન તેમની હિટ સીરિયલ હતી.

યામી ગૌતમ

યામી ગૌતમ

યામી ગૌતમે પણ પોતાના કૅરિયરની શરૂઆત કલર્સના શો યહ પ્યાર ના હોગા કમ સાથે કરી હતી.

English summary
Including Shahrukh Khan and Vidya Balan, Take a look at the list to know which Bollywood stars started their career from small screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more