પત્નીના કર્યાં પતિને હૈયે વાગ્યા, સલમાન-ટ્વિંકલ-અક્ષયનો ત્રિકોણ

Written By:
Subscribe to Oneindia News

ભૂતપૂર્વ બોલિવૂડ એક્ટ્રેસ અને હાલ લેખનના ક્ષેત્રે નામના મેળવી રહેલી ટ્વિંકલ ખન્ના તેના હાસ્ય વ્યંગના લેખન અંદાજને કારણે ખૂબ પોપ્યૂલર થઇ છે. એક્ટિંગ કરિયર કરતાં તે પોતાના લેખનના કરિયરમાં વધુ સફળ છે અને આ વાત તે પોતે પણ સ્વીકારે છે. ટ્વિંકલ પોતાના બિન્દાસ બોલ માટે જાણીતી છે. તે અવાર-નવાર પોતાના બ્લોગ, કોલમ કે ટ્વીટને કારણે ચર્ચામાં જોવા મળે છે. બીજી બાજુ અક્ષય કુમાર હંમેશા તેની પત્નીને સમજી-વિચારીને બોલવાની સલાહ આપતો હોય છે.

હમણાં થોડા વખત પહેલાં જ તેણે તમામ થિયેટરમાં રાષ્ટ્રગીત ફરજિયાત વગાડવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખાસો બોલ્ડ વ્યંગ કર્યો હતો. હવે ફરી એક વાર તે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પોતાના આર્ટિકલને લઇને ચર્ચામાં છે. આ વખતે ટ્વિંકલના નિશાના પર છે સલમાન ખાન! તેણે પોતાના આર્ટિકલમાં સલમાનની મજાક ઉડાવી છે અને વાત આટલેથી નહીં અટકતાં ખાસી આગળ વધી ગઇ છે. ટ્વિંકલે કરેલી આ મજાકની સજા પતિ અક્ષય કુમારને ભોગવવી પડે એવું ન બને!

શું છે વિવાદ?

શું છે વિવાદ?

ટ્વિંકલ ખન્નાએ પોતાની ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને રિસન્ટ કોલમમાં વર્ષ 2016ની સૌથી અજીબ છતાં ફની કાલ્પનિક ક્લાસિફાઇડ એડ્સ લખી છે, જેમાંની એક એડ સલમાન ખાન અંગે છે. ટ્વિંકલે લખ્યું છે, 'ડેશિંગ, નોન વેજિટેરિયન, સક્સેસફિલ અને મસ્ક્યૂલર ખાનદાની બોય; જે ડાન્સ, ડ્રામા અને આર્ટમાં સર્વોત્તમ છે એને માટે સુંદર, લાંબી અને ઓછા બોલી છોકરી જોઇએ છે. કારણ કે છોકરાને ઝાઝી બક બક પસંદ નથી. કોઇ જાતિ બંધન નથી. સંપર્ક કરોઃ Sultan@Bhaijaan.com.'

ભાઇજાનના ફેન્સનો દબંગ ગુસ્સો

ભાઇજાનના ફેન્સનો દબંગ ગુસ્સો

સલમાન ખાને ટ્વિંકલની આ કોલમ વાંચી કે નહીં, એ તો ખબર નહીં; પરંતુ સલમાનના ફેન્સ આ વાંચીને એટલા રોષે ભરાયા છે કે, તેમણે ટ્વીટર પર ટ્વિંકલ અને સાથે સાથે પતિ અક્ષયકુમારની ખૂબ મજાક ઉડાવી છે. ત્યાં સુધી કે તેમણે અક્ષયની આગામી ફિલ્મને બોયકોટ કરવાની ધમકી પણ આપી દીધી છે.

ટ્વિંકલનો જવાબ

ટ્વિંકલ ખન્ના પણ આમ તો બોલિવૂડના ખેલાડી કુમારની વાઇફ છે અને બોલવામાં તેને કોઇ પહોંચી વળે એમ નથી. ટ્વિંકલે પણ પોતાની પર થતા તમામ ટ્રોલને એક જ ટ્વીટમાં જવાબ આપી દીધો છે. તેણે તમામ ટ્રોલર્સને લખ્યું છે કે, હું સામાજિક, રાજકારણીય મુદ્દાઓ પર વ્યંગ કરું છું. એમાં હું કીડી પર વ્યંગ કરું અને હાથીને બક્ષી દઉં એ શક્ય નથી.'

શું આવશે સલમાનનું રિએક્શન?

શું આવશે સલમાનનું રિએક્શન?

જો કે આ અંગે સલમાન ખાને હજુ કોઇ ટિપ્પણી કરી નથી. પરંતુ ટ્વિંકલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેના ટ્રોલર્સ માટે અન્ય એક ટ્વીટ અને ઉપરોક્ત ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે સલમાન ખાનના બધા ફેન્સને મેરી ક્રિસમસ વિશ કર્યું છે. સલમાન દબંગ તો છે જે, પરંતુ તેના મિત્રોની વાત આવે ત્યારે ખાસો નરમ બની જાય છે. સલમાન અને અક્કીની મિત્રતા જગજાહેર છે, આથી શક્ય છે કે સલમાન ખાન ટ્વિંકલની આ મજાકને માત્ર હસી કાઢે.

English summary
Twinkle Khanna reacts to being trolled by Salman Khan fans.
Please Wait while comments are loading...