For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : હવે કોણ કહેશે ‘બરખુરદાર...’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 જુલાઈ : બૉલીવુડના શેર ખાન એટલે કે ખલનાયક પ્રાણ સાહેબના નિધનથી સૌ કોઈ દુઃખી છે. લોકો કહે છે કે પ્રાણનું જવું એટલે એક યુગ સમાપ્ત થવા જેવું છે. ટ્વિટર તેમજ ફેસબુક દરેક જગ્યાએ શોકની લહેર દોડી રહીછે. લોકોએ પોતાનું દુઃખ ટ્વિટર અને ફેસબુક ઉપર પોતાના શબ્દો વડે વ્યક્ત કરવાની કોશિશ કરી છે.

બૉલીવુડ તો આ દુઃખથી સ્તબ્ધ છે. તેને વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે અભિનેતાને બે માસ અગાઉ જ હિન્દી સિનેમાના સૌથી મોટા દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યાં, તેઓ શુક્રવારે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેવી જગ્યાએ કે જ્યાંથી કોઈ પાછું નથી આવતું.

પ્રાણ સાહેબના નિધન અંગે બૉલીવુડ અભિનેતા રઝા મુરાદે જણાવ્યું કે તેમના જવાથી આખી ઇન્ડસ્ટ્રીના પ્રાણ જાણે નિકળી ગયાં. ફૅન્સ પણ તેમની યાદમાં ગમગીન છે અને વિચારી રહ્યાં છે કે હવે પડદા ઉપર કોણ કહેશે બરખુરદાર.. હા જી એવા અનેક ડાયલૉગ્સ જ નહીં, પણ એવી પંચલાઇન અને પંચિંગ શબ્દો પ્રાણે ગુંજતા કર્યાં કે જે કાયમને માટે અમર થઈ ગયાં.

93 વર્ષના હતાં પ્રાણ

93 વર્ષના હતાં પ્રાણ

સિને જગતના મહાન અભિનેતા પ્રાણના અંતિમ સંસ્કાર આજે બપોરે થઈ ગયાં. તેઓ 93 વર્ષના હતાં. ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતાં.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાન ટ્વિટર પર લખે છે - એવી હસ્તી કે જે આપણા જીવન અને લાગણીને ઘડે છે. તેને આખરે દુનિયામાંથી કેમ જવું પડે છે? આપ કાયમ અમારા દિલોમાં રહેશે. અલ્લાહ તેમના આત્માને શાંતિ અર્પે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ ટ્વિટ કર્યું - ઝંજીરને કાયમ શેર ખાનની ઉણપ સાલશે. પ્રાણના આત્માને શાંતિ મળે. અમને એવો મહાન વારસો આપવા માટે આભાર.

હર્યો-ભર્યો પરિવાર

હર્યો-ભર્યો પરિવાર

પ્રાણ પોતાની પાછળ પત્ની શુક્લા, પુત્રી પિંકી તથા પુત્રો અરવિંદ તેમજ સુનીલ અને પૌત્ર-પૌત્રીઓનો હર્યો-ભર્યો પરિવાર છોડી ગયાં છે.

લાંબા વખતથી બીમાર હતાં

લાંબા વખતથી બીમાર હતાં

લાંબા વખતથી પ્રાણ બીમાર હતાં અને છેલ્લા કેટલાંક મહીનાથી તેમને વારેઘડી હૉસ્પિટલમાં ભર્તી થવુ પડ્યું હતું. તેમણે 6 દાયકાના કૅરિયરમાં 350 કરતાં વધુ ફિલ્મો કરી હતી.

વડાપ્રધાન મનમોહન સિંહ

વડાપ્રધાન મનમોહન સિંહ

વડાપ્રધાન મનમોહન સિંહે પણ પ્રાણના નિધન અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું - હું પ્રાણ સાહેબના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરુ છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.

English summary
On this sad occasion, I convey my heartfelt condolences to the members of the bereaved family and Pran's countless fans and admirers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X