ઉદ્ધવ ઠાકરેનુ મોટુ નિવેદનઃ સુશાંત સિંહ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહાર ન બનાવો
ભારતીય જનતા પાર્ટી તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલિસ પર ઉઠાવવામાં આવેલ સવાલ પર પહેલી વાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રાજકારણ ગરમાયુ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલિસ પર ઉઠાવવામાં આવેલ સવાલ પર પહેલી વાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. ઉદ્ધવે કહ્યુ છે કે હું એ લોકોની નિંદા કરવા ઈચ્છીશ જે પોલિસની દક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે મુંબઈ પોલિસ અસમર્થ નથી. જો કોઈની પાસે આ કેસમાં પુરાવા હોય તો અમારી પાસે લાવી શકે છે અને અમે તેમની પૂછપરછ કરીશુ. દોષીને સજા આપીશુ પરંતુ આ કેસને મહારાષ્ટ્ર અને બિહાર બંને રાજ્યો વચ્ચે વિવાદ પેદા કરવાના બહાના તરીકે ઉપયોગ ન કરો.

શું કહ્યુ હતુ મહારાષ્ટ્રના પૂર્વ સીએમે
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે સુશાંત સિંહ કેસમાં રાજ્ય સરકાર બેદરકારી કરી રહી છે. આના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે વિપક્ષ ઈન્ટરપોલ કે નમસ્તે ટ્રમ્પા ફોલોઅર્સને પણ તપાસ માટે લાવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસે સમજવુ જોઈએ કે આ એ જ પોલિસ છે જેની સાથે તેમણે પાંચ વર્ષ કામ કર્યુ છે. આ એ જ પોલિસ છે જેમણે કોરોના સામેની લડાઈમાં ઘણા બલિદાન આપ્યા છે.

ઘણા લોકોની થઈ પૂછપરછ
તમને જણાવી દઈએ કે મુંબઈ પહોંચ્યા બાદ બિહાર પોલિસે સુશાંતની નજીક રહેલા લોકોની પૂછપરછ કરી છે. અત્યાર સુધી બેંક મેનેજર ઉપરાંત તેમના કુક, બહેન અને પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પણ પૂછપરછ કરવામાં આવી છે. વળી, રિયાએ આ એફઆઈઆરને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. રિયાની અરજીને પડકારીને સુશાંતના પરિવાર અને બિહાર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. તેમનુ કહેવુ છે કે સુશાંતના પરિવારને સાંભળ્યા વિના રિયાની અરજીને ન સાંભળવામાં આવે.

ગયા મહિને થયુ હતુ સુશાંતનુ નિધન
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ગયા મહિને 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી જેનાથી મોતની પાછળનુ કારણ જાણી શકાય. મુંબઈ પોલિસ અત્યાર સુધી 40થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે પરંતુ પોલિસના હાથે હજુ સુધી કંઈ લાગ્યુ નથી જેને સનસનીખેજ કહી શકાય. આ સાથે જ પ્રાથમિક તપાસ, વિસરા રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે કે સુશાંતનુ મોત દમ ઘૂટવાથી થયુ છે. પોલિસ તેને આત્મહત્યાનો કેસ માની રહી છે પરંતુ સુશાંતના ફેન્સ સાથે સાથે ઘણા અન્ય સેલિબ્રિટીનુ કહેવુ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
