• search

દુર્ભાગ્ય! : ગાંધી જેવા મહાત્મા પર સો ફિલ્મો બની શકે, પણ માત્ર 5 જ બની!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  અમદાવાદ, 2 ઑક્ટોબર : મહાત્મા ગાંધી. આ નામ પહેલા ઘણા સંબોધન લગાવવામાં આવે છે. મહાત્મા ગાંધી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ઘણા સંબોધન લગાવાય છે, કારણ કે મોહનદાસ કરમચંદ ગાંધી કોઈ વ્યક્તિ નહીં, પણ એક વિષય હતાં. એક એવો વિષય કે જેની ઉપર એક નહીં, અનેક ફિલ્મો કંડારી શકાય છે, પરંતુ આ આપણું દુર્ભાગ્ય છે કે એક મહાત્મા વિશે માત્ર ગણીગાંઠી પાંચ જ ફિલ્મો બની છે.

  રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનો આજે 145મો જન્મ દિવસ છે. પોરબંદરમાં જન્મેલા આ મહાન સપૂતે ઘણા વાદ-વિવાદ વચ્ચે દેશના આઝાદ કરાવ્યો અને છેલ્લે તેમની હત્યા કરી દેવાઈ. ગાંધીજીની હત્યા બાદ પણ તેમના વિચારોની પ્રાસંગિકતા કાયમ જળવાઈ રહી છે અને તેનાથી બૉલીવુડ પણ સતત પ્રભાવિત થતું રહ્યું છે. બૉલીવુડે અનેક ફિલ્મો દ્વારા ગાંધીજીને પડદા ઉપર જીવંત કરવાનો પ્રયત્ન કર્યાં છે અને તે પ્રયત્નો સફળ પણ રહ્યાં છે.

  જોકે એ ભારતીય સિનેમાની કનમસીબી કહેવાય કે ગાંધીજી ઉપર સૌથી મહત્વની જે ફિલ્મ ગાંધી બની, તે બૉલીવુડની નહીં, પણ હૉલીવુડની ફિલ્મ હતી. તે વિદેશી ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ બનાવી હતી અને તેમાં મહાત્મા ગાંધીનો રોલ પણ વિદેશી કલાકાર બેન કિંગ્સલેએ કર્યો હતો. પછી બૉલીવુડ પણ જાગ્યું. ગાંધી ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ અને પછી બૉલીવુડે વધુ ચાર ફિલ્મોમાં ગાંધીજીને જીવંત કર્યાં. ભારત આઝાદ થયે 67 વર્ષ થઈ ચુક્યા છે અને ગાંધીજીનું જીવન એટલું વિશાળ અને ઘટનાઓથી સભર હતું કે તેમના એક-એક પ્રસંગ પર એક-એક ફિલ્મ બનાવી શકાય, પણ દુર્ભાગ્યની વાત છે કે બૉલીવુડ આ બાબતમાં રાંક જ સાબિત થયું છે.

  આવો આપણે તસવીરો વડે જાણીએ ક્યારે રૂપેરી પડદે જીવંત થયાં ગાંધીજી :

  ગાંધી

  ગાંધી

  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર સમ્પૂર્ણપણે આધારિત કોઈ ફિલ્મ પ્રથમ વાર 1982માં હૉલીવુડના રિચર્ડ એટનબરોએ બનાવી હતી. ફિલ્મનું નામ ગાંધી હતું કે જેમાં ગાંધીજીના રોલમાં વિદેશી અભિનેતા બેન કિંગ્સલે હતાં. આ ફિલ્મ દ્વારા મહાત્મા ગાંધીનું જીવન-કવન આખી દુનિયામાં ફેલાયું.

  ગે રહો મુન્નાભાઈ

  ગે રહો મુન્નાભાઈ

  ગાંધી પછી મહાત્મા ગાંધીનો સૌથી વધુ પ્રખ્યાત અને પ્રભાવશાળી રોલ હતો રાજકુમાર હીરાણીની ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં. 2006માં આવેલી આ ફિલ્મમાં ગાંધીજી રોલ જાણીતા મરાઠી અભિનેતા દિલીપ પ્રભાવલકરે કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજી અદૃશ્ય રીતે પોતાની પ્રાસંગિકતાને આજના દોરમાં પણ યોગ્ય ઠેરવે છે.

  ધ મેકિંગ ઑફ મહાત્મા

  ધ મેકિંગ ઑફ મહાત્મા

  આ અગાઉ 1996માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ ગાંધી સે મહાત્મા તક (અંગ્રેજીમાં ધ મેકિંગ ઑફ મહાત્મા)માં રજિત કપૂર ગાંધીના રોલમાં હતાં. ફિલ્મમાં મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરનું ચિત્રણ કરવામાં આવ્યુ હતું.

  હે રામ

  હે રામ

  કમલ હસનની હે રામ ફિલ્મમાં મોહન ગોખલે ગાંધીજીના રોલમાં હતાં. જોકે અધવચ્ચે જ મોહન ગોખલેનું આકસ્મિક નિધન થતાં નસીરુદ્દીન શાહે ગાંધીજીનો રોલ સંભાળી લીધો હતો. ફિલ્મમાં ગાંધીજીને ગુજરાતી લહેજામાં રજુ કરવામાં આવ્યા હતાં.

  ગાંધી માય ફાધર

  ગાંધી માય ફાધર

  ગાંધીજી ઉપર આધારિત બૉલીવુડની છેલ્લી ફિલ્મ હતી ગાંધી માય ફાધર. અનિલ કપૂર નિર્મિત અને 2007માં આવેલી આ ફિલ્મમાં દર્શન ઝરીવાલાએ ગાંધીજીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ગાંધીજીના અંગત જીવનને દર્શાવાયુ હતું. ખાસ તો આ ફિલ્મમાં ગાંધીજી અને તેમના પુત્ર હરીલાલ ગાંધી વચ્ચેના સંબંધો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યુ હતું.

  English summary
  Mahatma Gandhi, the apostle of non-violence, whose 145th birth anniversary will be observed on thursday, has been the favorite of many a filmmaker who has gone behind the camera to bring his philosophy and sayings to the big screen, but unfortunately bollywood is careless and there are only 5 movies on Gandhi

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more