For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉર્મિલાનો કંગના પર કટાક્ષ - ઈન્ડસ્ટ્રી પર અહેસાન કર અને એ લોકોના નામ બતાવ...

ઉર્મિલાએ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ વિશે આપેલા કંગનાા નિવેદન પર પણ આકરો હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને ઉર્મિલા માંતોડકર વચ્ચે જયા બચ્ચનને લઈને શરૂ થયેલી જંગ હવે વધી રહી છે. જયા બચ્ચનના સંસદમાં આપેલા ભાષણ પર કંગનાએ જે ટ્વિટ કર્યુ હતુ તે ઉર્મિલા માંતોડકરને ગમ્યુ નહિ. આના પર ઉર્મિલાએ કહ્યુ કે જ્યારે કંગના પેદા પણ નહોતી થઈ ત્યારથી જયા બચ્ચને ફેમિનિઝમ પર આધારિત ફિલ્મો કરી છે. જયા બચ્ચને વ્યક્તિગત ટિપ્પણી નથી કરી તો કેમ કંગના તેમના વિશે ટ્વિટ કરી રહી છે અને તેમના બાળકો પર સવાલ ઉઠાવી રહી છે. હવે ઉર્મિલાએ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ વિશે આપેલા કંગનાા નિવેદન પર પણ આકરો હુમલો કર્યો છે.

એ નામો વિશે જણાવ

એ નામો વિશે જણાવ

ઉર્મિલાએ કહ્યુ છે કે કંગના રનૌતે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અહેસાન કરવુ જોઈએ અને એ મોટા નામો વિશે જણાવવુ જોઈએ જે તેને બૉલિવુડ ડ્રગ માફિયાનો હિસ્સો લાગે છે. તેણે એમ પણ કહ્યુ કે કંગનાએ જ્યારથઈ એ દાવા કર્યા છે ત્યારથી આખો દેશ આ નામો જાણવાન રાહ જોઈ રહ્યો છે. તે કહે છે, 'એ નામ ક્યાં છે? હું ઈચ્છુ છુ કે કંગના સામે આવે અને આપણા બધા પર અહેસાન કરીને એ નામો વિશે જણાવે અને એ લોકોને બોલાવે. બધુ ખબર પડી જાય. પછી હું પહેલી એવી વ્યક્તિ હોઈશ જે કંગનાને થમ્સ અપ કહીશ.'

'બધુ કહી દેવુ જોઈએ'

'બધુ કહી દેવુ જોઈએ'

ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં ઉર્મિલા માંતોડકરે કંગનાના એ આરોપો પર વાત કરી જે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લગાવ્યા છે. ઉર્મિલાએ કહ્યુ કે કંગનાએ આ બધુ બોલવાના બદલે બધુ જણાવી દેવુ જોઈએ. તેણે કહ્યુ, 'તમારે એ નક્કી કરવાનુ છે કે શું તમે વિક્ટિમ કાર્ડને રોકટોક વિના ખેલવા માંગો છે, હું તો વિક્ટિમ છુ, વિક્ટિમ છુ, વિક્ટિમ છુ.' આ સાથે જ તેણે કહ્યુ કે, 'ડ્રગ સીન આખા દેશમાં ખૂબ મોટુ છે અને દૂર્ભાગ્યપૂર્ણ છે. તે સરળતાથી મળી જાય છે. પરંતુ આ દાવો કરવો કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ડ્રગ માફિયા છે, તો એ વધુ પડતુ બોલવુ નહિ ગણાય પરંતુ હું કહી શકતી કે આને શું કહેવુ.'

'બધુ ડામાડોળ થઈ રહ્યુ છે'

'બધુ ડામાડોળ થઈ રહ્યુ છે'

ઉર્મિલાએ એ પણ કહ્યુ કે, 'ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મહાત્મા ગાંધીનો સંદેશ ફેલાવવા અને આગળ વધારવા માટે આમંત્રિત કર્યા હતા. તો શું તમને લાગે છે કે માનનીય પ્રધાનમંત્રીએ એવી ઈન્ડસ્ટ્રી પાસે સમર્થન માંગ્યુ હોય જેમાં ડ્રગ એડિક્ટ્સ છે?' વળી, કંગનાના મુંબઈ પર આપેલી નિવેદનો પર ઉર્મિલાએ કહ્યુ કે, 'આજે જે કંઈ પણ તમે મેળવ્યુ છે - નામ, શહોરત અને પૈસા - તે મુંબઈ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દેન છે. તમે આટલા વર્ષોથી આ વિશે કંઈ કેમ નહોતી બોલી રહ્યા અને હવે થોડા મહિનાઓથી અચાનક બોલી રહ્યા છો? આ ટાઈમિંગ ઘણી ફની લાગે છે. લાગે છે કે બધુ થોડુ ડામાડોળ થઈ રહ્યુ છે.'

કંગનાનુ કામ ગમ્યુ

કંગનાનુ કામ ગમ્યુ

વળી, કંગના વિશે ઉર્મિલાએ આગળ કહ્યુ કે તેને કંગનાનુ કામ ગમ્યુ છે અને તે એક સારી અભિનેત્રી છે. આ સાથે જ તેણે કહ્યુ કે જે ઈન્ડસ્ટ્રીમાં તમે દસ વર્ષથી કામ કરી રહી છો, ત્યાં તમને આજે દરેકથી પ્રોબ્લેમ કેમ છે? તેમણે નેપોટિઝમા મુદ્દે કહ્યુ છે કે આ 1991માં પણ હતુ, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી અને તેમને પણ આનો સામનો કરવો પડ્યો છે. તેણે કહ્યુ કે તે એ વાતનો ઈનકાર નથી કરતી કે ઈન્ડસ્ટ્રીમાં અમુક લોકો ડ્રગ્ઝ લે છે પરંતુ આવુ બીજા સેક્ટરમાં પણ હોય છે.

પૂનમ પાંડે પતિ સાથે હનીમૂન માટે રવાના, માંગમાં સિંદૂર- મંગળસૂત્ર, ખૂબ જ HOT PICSપૂનમ પાંડે પતિ સાથે હનીમૂન માટે રવાના, માંગમાં સિંદૂર- મંગળસૂત્ર, ખૂબ જ HOT PICS

English summary
Urmila Matondkar hits on kangana's comments about mumbai bollywood industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X