For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીણાની મુંબઈ 125 કિમી ઓસરશે બિપાશાની આત્માનો જાદુ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ડિસેમ્બર : બૉલીવુડના સેક્સી ભૂત વીણા મલિકની મુંબઈ 125 કિમી ફિલ્મ બિપાશા બાસુની આત્મા ફિલ્મનો જાદુ ઓસરવા તૈયાર છે. હેમંત મધુરકરની મોસ્ટ અવેટેડ મુંબઈ 125 કિમી તે જ દિવસે રિલીઝ થવાની છે કે જે દિવસે બિપાશાની આત્મા રિલીઝ થવાની છે. મુંબઈ 125 કિમીની યુએસપીનો આધાર તેના રીયલ સ્ટીરિયોસ્કૉપ 3ડી શૉટ પર રહેશે.

Veena-Hemant

ફિલ્મ અંગે ઉત્સાહિત વીણાએ જણાવ્યું - મારા માટે આ એક મહાન ક્ષણ છે કે મારી મોસ્ટ અવેટેડ ફિલ્મ માર્ચમાં રિલીઝ માટે થૈયાર છે અને મને ભરોસો છે કે દર્શકો આ ફિલ્મને જોઈ આનંદ પામશે અને લાંબા વખત બાદ ભારતની પ્રથમ ઓરિજનલ 3ડી મૂવી લાવવા માટેના અમારા પ્રયત્નોને વખાણશે.

તેમણે જણાવ્યું કે છોટા ચેતન બાદ મુંબઈ 125 કિમી એવી પહેલી ફિલ્મ છે કે જે ઓરિજનલ 3ડી ફૉર્મેટમાં હશે. તેથી લોકો હૉલીવુડ ફિલ્મો જેવો અનુભવ કરી શકશે.

ફિલ્મના દિગ્દર્શક હેમંત મધુરકરે જણાવ્યું - હું એ વાતને લઈને ખુશ છું કે મારી ફિલ્મ માર્ચ 2013માં દર્શકોને ભયભીત કરવા તૈયાર છે. ફિલ્મને 3ડી ફૉર્મેટ કરવું સાચે જ આ એક મુશ્કેલ કામ હતું. તેમાં ખૂબ સમય અને પ્રયત્નોની જરૂર પડે છે. ફિલ્મની રજુઆત અને દૃશ્યો ખૂબ જ ભયાનક છે. તેથી સાવધાન થઈને થિયેટરમાં જવું પડશે.

વીણા મલિક તેની આગામી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સના પ્રમોશન માટે પણ તૈયારી કરી રહ્યાં છે. સતીશ રેડ્ડી નિર્મિત અને હારૂન રશીદ દિગ્દર્શિત આ ફિલ્મ પણ 2013માં જ રિલીઝ થવાની છે.

English summary
Bollywood Sexy Bhoot Veena Malik’s movie Mumbai 125 KMS is ready to wash up the magic of Bipasha Basu’s “Aatma”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X