For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા કૉમેડિયન જગદીપનુ 81 વર્ષની વયે નિધન, સૂરમા ભોપાલી નામથી હતા જાણીતા

ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અને કૉમેડિયન જગદીપનુ બુધવારે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અને કૉમેડિયન જગદીપનુ બુધવારે નિધન થઈ ગયુ. વધતી ઉંમરના સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓના કારણે તેમનુ મોત થયુ. તમને જણાવી દઈએ કે તેમનુ અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતુ અને તેમનો જન્મ 29 માર્ચ 1929ના રોજ થયો હતો. જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તે વર્ષ 1975માં આવેલી જાણીતી ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલાની ભૂમિકાથી છવાઈ ગયા હતા.

કરિયરની શરૂઆત 1951માં

કરિયરની શરૂઆત 1951માં

આ ઉપરાંત ફિલ્મ પુરાના મંદિરમાં મચ્છરની ભૂમિકા અને ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાની ભૂમિકામાં પણ તેમણે દર્શકોનુ જબરદસ્ત મનોરંજન કર્યુ હતુ. તેમણે એક ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ જેનુ નામ સૂરમા ભોપાલી હતુ. આ ફિલ્મમાં લીડ ભૂમિકા પણ તેમણે ખુદ નિભાવી હતી. જગદીપે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બી આર ચોપડાની ફિલ્મ અફસાનાથી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતુ. ત્યારબાદ પણ તેમણે ઘણી ફિલ્મો ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ જેમાં ગુરુ દત્તની આરપાર, બિમલ રૉયની દો બીઘા જમીન જેવી શ્રેષ્ઠ ફિલ્મો શામેલ છે.

કૉમેડી દર્શકોને જકડી રાખતી

કૉમેડી દર્શકોને જકડી રાખતી

જગદીપ પોતાની ભૂમિકાઓમાં પડદા પર જીવ રેડી દેતા હતા અને તેમની કૉમેડી લોકોને તેમના સીધાસાદા રોલથી દર્શકોને બાંધી દેતી હતી. જગદીપના દીકરા જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ હિંદી ફિલ્મોમાં કૉમેડિયન છે અને બંનેએ સાથે ટીવી પર બૂગીવુગી સાથે સિનેમા અને રિયાલિટી શોનો ઈતિહાસ બદલ્યો હતો.

આઈફા લાઈફટાઈવ અચીવમેન્ટ અવોર્ડથી સમ્માનિત

આઈફા લાઈફટાઈવ અચીવમેન્ટ અવોર્ડથી સમ્માનિત

જો જગદીપના નિભાવેલી ભૂમિકાની વાત કરીએ તો તેમની ફિલ્મ હમ પંછી એક ડાલ કેમાં તેમની નિભાવેલી ભૂમિકાથી પંડિત જવાહરલાલ નહેરુ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પોતાના એક સ્ટાફને દેખરેખ માટે ભેટમાં જગદીપને આપી દીધો હતો. જગદીપ છેલ્લી વાર પડદા પર 2012માં રુમી જાફરીની ફિલ્મ ગલી ગલીમે ચોર હેમાં દેખાયા હતા. ફિલ્મમાં તેમના સાથી કલાકાર હતા અક્ષય ખન્ના, મુગ્ધા ગોડસે અને શ્રિયા સરણ. 2019માં જગદીપને આઈફા લાઈફટાઈવ અચીવમેન્ટ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે તેમના દીકરા જાવેદ જાફરી અને પૌત્ર મીજાન જાફરી તેમની સાથે હાજર હતા.

આ 13 જગ્યા માટે ફેમસ છે અમદાવાદ, કરો ડિજિટલ સફર

English summary
Veteran actor and comedian Jagdeep dead at 81.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X