
બેબાક નીનાએ બિન્દાસ કહ્યુ - 'જો હું વિવિયન રિચર્ડસને નફરત કરતી હોત તો શું એનાથી બાળકી પેદા કરતી'
નવી દિલ્લીઃ ટીવીથી લઈને બૉલિવુડ સુધી પોતાના અલગ-અલગ પાત્રોથી લોકોને પ્રભાવિત કરનાર અભિનેત્રી નીના ગુપ્તા હંમેશા પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. હંમેશા પોતાના ભૂતકાળ અથવા તેના સંબંધો વિશે સાચુ બોલતી નીના ગુપ્તાએ તાજેતરના તેના એક ઇન્ટરવ્યુમાં વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ વિશે ખુલીને વાત કરી છે.

'શું હું એનાથી બાળકી પેદા કરતી?'
તેણે કહ્યુ કે 'ભલે અમારા સંબંધો પહેલા જેવા નથી પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ માટે મારા દિલમાં કોઈ નફરત નથી, એક સમયે હું તેને પ્રેમ કરતી હતી, જો મને તેના માટે કોઈ નફરત હોત તો શું મે તેની બાળકીને જન્મ આપ્યો હોત?

'હું આવુ નથી વિચારતી અને ના હું આવુ કરી શકુ'
નીનાએ આગળ કહ્યુ કે 'તમે ક્યારેય કોઈની સાથે રહ્યા હોવ, સમય વિતાવ્યો હોય, વસ્તુઓ શેર કરી હોય અને આજે જો તમે સાથે નથી તો તમારે તેને નફરત કરવી જોઈએ? હું આવુ નથી વિચારતી અને ના હું આવુ કરી શકુ છુ.'

રિચર્ડસ પહેલેતી પરિણીત હતા
એ વાત જાણીતી છે કે એંસીના દાયકામાં નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ હતી. નીનાને વિવિયન રિચર્ડ્સથી એક પુત્રી મસાબા છે. રિચાર્ડ્સ પહેલેથી જ પરિણીત હતા તેથી તેણે નીના સાથે લગ્ન કર્યા ન હતા. પરંતુ નીનાએ તેમના બાળકને જન્મ આપવાનુ નક્કી કર્યુ. મસાબાનો જન્મ વર્ષ 1989માં થયો હતો. દેશ અને સમાજમાં અપરિણીત માતાને કેવી રીતે જોવામાં આવે છે તે બધા જાણે છે પરંતુ નીનાએ આ અપમાન સહન કર્યુ અને તેણે સિંગલ મધર બનીને મસાબાનો ઉછેર કર્યો.

બાપ-દીકરી વચ્ચે ક્યારેય નથી આવી નીના
મસાબા અને રિચર્ડ્સ વચ્ચે આજે પણ સારા સંબંધ છે. નીના ક્યારેય પિતા અને પુત્રી વચ્ચે આવી નથી, તેની પુત્રી મસાબાએ પોતે ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે. તમને જણાવી દઈએ કે મસાબા ગુપ્તા આજે બૉલિવુડની ફેમસ ફેશન ડિઝાઈનર છે.

દીકરીના જન્મના 19 વર્ષ પછી લગ્ન
નીનાએ તેની પુત્રીના જન્મના લગભગ 19 વર્ષ પછી વર્ષ 2008માં દિલ્લીમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મહેરા સાથે લગ્ન કર્યા અને હવે તે તેની સાથે જીવન વિતાવી રહી છે. તમને જણાવી દઈએ કે નીના હાલમાં વેબ સિરીઝ 'મસાબા મસાબા સિઝન 2'નુ પ્રમોશન કરી રહી છે. જેમાં તે તેની પુત્રી સાથે સ્ક્રીન શેર કરી રહી છે. તેનો પહેલો પાર્ટ ખૂબ જ ધમાકેદાર હતો.
'મસાબા મસાબા સિઝન 2'
નીના ગુપ્તા અને મસાબા ગુપ્તા ઉપરાંત આ શ્રેણીમાં નીલ ભૂપલમ, રાયતાશા રાઠોડ, કુશા કપિલા, કરીમા બૈરી, બરખા સિંહ, રામ કપૂર અને અરમાન ખેરા મુખ્ય ભૂમિકામાં છે.