દિલીપ કુમારની તબિયત ફરી બગડી, આઈસીયુમાં દાખલ

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડના જાણીતા અભિનેતા દિલીપ કુમારની તબિયત ફરી બગડી છે. બુધવારે સવારે તબિયત બગડતા તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. દિલીપકુમારને ડિહાયડ્રેશન, યુરિન ઈન્ફેકશન અને કિડનીમાં તકલીફ થવાને કારણે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

dilip kumar

બુધવાર બપોર બાદ દિલીપ કુમારની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ડૉક્ટરોએ તેમની તપાસ કરતા હાલત વધુ નાજુક હોવાને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 93 વર્ષના દિલીપ કુમારનની તબિયત બગડવાના સમાચાર વારંવાર સાંભળવા મળે છે. આ અગાઉ ડિસેમ્બરમાં પણ તેમને તાવ અને પગમાં સોજા આવવાને કારણે લીલાવતી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ પછી તબિયતમાં સુધારો થવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

40ના દાયકાના સુપરસ્ટાર દિલીપ કુમાર એ બોલીવૂડ પર ઘણા વર્ષો રાજ કર્યું છે. તેમણે ઘણી સારી ફિલ્મો કરી ને લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી છે. તેમણે અંદાઝ, મધુમતી, દેવદાસ, મુઘલ-એ-આઝમ, ગંગા-જમના જેવી યાદગાર ફિલ્મો આપી છે. 1994મા દાદાસાહેબ ફાળકે ઍવોડ અને 2015માં પદ્મ વિભૂષ્ણથી દિલીપકુમારને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓની જીવન સંગિની સાયેરા બાનુ હંમેશા તેમની સાથે જોવા મળે છે.

English summary
Veteran bollywood actor Dilip Kumar hospitalised

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.