Video : ડેટિંગની ચર્ચાઓ વચ્ચે શુભમન ગિલની બહેન સાથે જોવા મળી સારા તેંડુલકર, વીડિયો વાયરલ
શુભમન ગિલ અને સારા તેંડુલકરની ડેટિંગની અફવાઓને ફરી એક વખત હવા મળી છે. હાલમાં જ સારા તેંડુલકર શુભમન ગિલની બહેન સાથે સ્પોટ થતા હવે અફેરની ચર્ચાઓ ફરીથી શરૂ થઈ છે.
સારા તેંડુલકર અવારનવાર સમાચારોમાં રહે છે. અહેવાલ છે કે સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. જો કે સારા કે શુભમને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

હાલમાં જ સારા શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ સાથે જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સારા અને શાહનીલની આ આઉટિંગ ટોક ઓફ ધ ટાઉન બની છે. બંને એક જ કારમાં જોવા મળ્યા. આ દરમિયાન બંને વાતો કરતી જોવા મળી.
અહીં સારા બ્લેક આઉટફિટમાં જોવા મળી. સારા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આ લુકને મેકઅપ વગર પૂરો કર્યો હતો. શુભમનની બહેન ગ્રે રંગના વન-પીસમાં બોલ્ડ લાગી રહી હતી. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેચિંગ માસ્ક પણ પહેર્યુ હતુ.
જણાવી દઈએ કે સારા અને શુભમન ગિલના અફેરના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા છે. અગાઉ એવા અહેવાલ હતા કે શુભમન સૈફ અલી ખાનની પુત્રી સારાને ડેટ કરી રહ્યો છે.
Sara and Shubman’s sister Shahneel tonight 🥰💓 #SaraTendulkar #ShubmanGill pic.twitter.com/fv37iCNXKa
— T (@Gladlyel) January 20, 2024
ત્યારબાદ કોફી વિથ કરણમાં સારા અલી ખાને પોતે જ ખુલાસો કર્યો હતો કે તે શુભમનને ડેટ કરી રહી નથી. તેણે એવો સંકેત પણ આપ્યો હતો કે તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. સારા અલી ખાને કહ્યું હતું કે આખી દુનિયા ખોટી સારા પાછળ છે.












Click it and Unblock the Notifications
