For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મેલબોર્ન ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જલવા પાથરશે વિદ્યા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 સપ્ટેમ્બર : મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ 2013 અંગે વિદ્યા બાલન ખૂબ જ ઉત્સાહિત છે. વિદ્યા બાલન છેલ્લા ચાર વર્ષોથી આ ફિલ્મ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યાં છે અને આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહ સાથે તેઓ આ ફેસ્ટિવલનો ભાગ બનવાની તૈયારી કરી રહ્યાં છે.

વિદ્યા બાલને મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ 2013 અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જણાવ્યું - દર વર્ષે આ ફેસ્ટિવલના આયોજક મિસિસ એશેરનો મને ફોન કરી પૂછે છે કે શું હું આ ફેસ્ટિવલનો ભાગ બનીશ અને દર વર્ષે હું હસીને હા કહી દઉ છું. હું તેમને કહુ છું કે કે આપને શું લાગે છે કે હું કોઇક બીજાને એવું કરવા દઇશ.

પ્રેસ કૉન્ફરંસ દરમિયાન વિદ્યા બાલન નારંગી તથા ગ્રે શેડ્સ ધરાવતી સુંદર સાડીમાં નજરે પડ્યાં. સાથે જ મિસિસ એશર પણ બ્લૅક કલરની ગોલ્ડન બૉર્ડર સાડીમાં દેખાયાં. એશેરને સાડીમાં જોઈ વિદ્યા બાલન બહુ ખુશ હતાં. તેમણે જણાવ્યું કે એશેરે પ્રથમ વાર સાડી પહેરી છે, પણ એવું લાગે છે કે જેઓ વર્ષોથી સાડી પહેરતાં હોય.

વિદ્યા બાલને એમ પણ જણાવ્યું કે તેમણે એશેરને સાડી ગિફ્ટ કરી હતી અને જણાવ્યુ હતું કે તેઓ આ સાડીને ક્યારેક પહેરે, કોઈ ખાસ પ્રસંગે, પણ વિદ્યાને વિચાર્યુ નહોતું કે એશેર આ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન જ સાડી પહેરી લેશે. વિદ્યા બાલન સાથે જ મલાઇકા અરોરા ખાન પણ આ ઈવેંટનો ભાગ બન્યાં. એક બાજુ વિદ્યા બાલન ચટકદાર નારંગી અને ગ્રે શેડની સાડીમાં હતાં, તો મલાઇકા અરોરા ખાન પણ ચટકદાર નારંગી કલરના ગાઉનમાં હતાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ચાર વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર

ચાર વર્ષથી બ્રાન્ડ એમ્બેસેડર

વિદ્યાએ જણાવ્યું કે તેઓ સતત ચાર વર્ષથી મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમને ખુશી છે કે આયોજકોએ તેમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરી.

ઑસ્ટ્રેલિયનોને આકર્ષવુ ગમે છે

ઑસ્ટ્રેલિયનોને આકર્ષવુ ગમે છે

વિદ્યાએ જણાવ્યું કે આ ફિલ્મ ફેસ્ટિવલ વડે તેમને ઑસ્ટ્રેલિયાના નાગરિકોને થિયેટર સુધી ખેંચી લાવવું બહુ ગમે છે. ઑસ્ટ્રેલિયન લોકોને નાચ-ગાન ધરાવતી ફિલ્મો બહુ ગમે છે.

ઇંડિયન કલ્ચર-સિનેમાના પ્રશંસકો માટે

ઇંડિયન કલ્ચર-સિનેમાના પ્રશંસકો માટે

એશેરે જણાવ્યું કે મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ વિક્ટોરિયા ખાતે રહેતા તેવા નાગરિકો માટે છે કે જેઓ ઇન્ડિયન કલ્ચર તથા સિનેમાના પ્રશંસક છે. એશેરે જણાવ્યું કે આ ફેસ્ટિવલ વડે તે લોકો સમગ્ર દેશમાંથી અનેક શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરી તેમને મેલબોર્નના નાગરિકો સુધી પહોંચાડે છે.

હૃદયની નજીક

હૃદયની નજીક

વિદ્યાએ જણાવ્યું - મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલ મારા હૃદયની ખૂબ જ નજીક છે. તેમણે એશેરને તેમની ગિફ્ટ કરાયેલ સાડી પહેરવા માટે પણ થૅંક્સ કહ્યું અને એશેરની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ સાડીમાં બહુ સુંદર લાગે છે.

હ્યૂમન એંગલ ધરાવતી ફિલ્મો પસંદ

હ્યૂમન એંગલ ધરાવતી ફિલ્મો પસંદ

વિદ્યાને પૂછાયું કે મેલબોર્નના નાગરિકોને કેવી ફિલ્મો ગમે છે. વિદ્યાએ જણાવ્યું કે ઑસ્ટ્રેલિયન નાગરિકોને હ્યૂમન એંગલ ધરાવતી ફિલ્મો બહુ ગમે છે. સાથે જ ફિલ્મોમાં નાચ-ગાન હોય, તો તેમને બહુ ગમે છે.

વખાણ બદલ કૃતજ્ઞ

વખાણ બદલ કૃતજ્ઞ

કહાની તેમજ ધ ડર્ટી પિક્ચર જેવી ફિલ્મોમાં કેન્દ્રીય ભૂમિકા ભજવનાર વિદ્યા કહે છે - જ્યારે લોકો મારા કામના વખાણ કરે છે, તો હું બહુ કૃતજ્ઞ અનુભવું છું. હું બસ પોતાનું કામ કરૂ છું.

English summary
Vidya Balan will return as the Brand Ambassador of Indian Film Festival of Melbourne. Vidya Balan at the press conference of Indian Film Festival Of Melbourne said, this festival is very close to her heart.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X