For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ફાઈલ્સ બનાવવાની તૈયારીમાં વિનોદ કાપડી, પીએમ મોદી પાસે ઈચ્છે છે આ ભરોસો

બૉલિવુડ ડાયરેક્ટર વિનોદ કાપડીએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર કટાક્ષ કરીને કહ્યુ કે...

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની હાલમાં દેશના દરેક વર્ગમાં ચર્ચા થઈ રહી છે. ફિલ્મને લઈને લોકોમાં અલગ-અલગ પ્રકારના ભાવ જોવા મળી રહ્યા છે. લોકો ફિલ્મમાં બતાવવામાં આવેલ કાશ્મીરી પંડિતો પરના જુલમની વાતો કરી રહ્યા છે અને તેમની સાથે થયેલા અત્યાચાર સામે ન્યાયની માંગ કરી રહ્યા છે. જો કે, એક જૂથ એવુ પણ છે કે જે ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવા, મુસ્લિમ વિરોધી અને લોકો વચ્ચે સમુદાય વિશેષ પ્રત્યે નફરતને પ્રોત્સાહન આપનારી ફિલ્મ ગણાવી રહ્યા છે.

ગુજરાત ફાઈલ્સ બનાવવા માંગે છે વિનોદ કાપડી

ગુજરાત ફાઈલ્સ બનાવવા માંગે છે વિનોદ કાપડી

આ દરમિયાન બૉલિવુડ ડાયરેક્ટર વિનોદ કાપડીએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર કટાક્ષ કરીને ગુજરાત ફાઈલ્સ નામની ફિલ્મ બનાવવાનુ એલાન કર્યુ છે. વિનોદ કાપડીએ આ ટ્વિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કર્યુ છે. વિનોદ કાપડીએ ટ્વિટ કરીને લખ્યુ, ગુજરાત ફાઈલ્સના નામમાંથી હું તથ્યોના આધારે આર્ટના આધારે ફિલ્મ બનાવવા તૈયાર છુ અને એમાં તમારી ભૂમિકાનો પણ સત્યતાથી વિસ્તાર અને ઉલ્લેખ થશે. શું તમે આજે દેશ સામે ભરોસો આપશો કે ફિલ્મની રિલીઝ તમે નહિ રોકો?

શું તમે મને આશ્વાસન આપશો?

શું તમે મને આશ્વાસન આપશો?

એક અન્ય ટ્વિટ દ્વારા ફરીથી પીએમ મોદી પર નિશાન સાધીને વિનોદ કાપડીએ લખ્યુ કે મારા આ ટ્વિટ બાદ અમુક નિર્માતાઓ સાથે મારી વાત પણ થઈ ગઈ છે. એ ગુજરાત ફાઈલ્સને પ્રોડ્યુસ કરવા માટે તૈયાર છે. તેમને બસ એ આશ્વાસન જોઈએ કે જે ફ્રીડમ ઑફ એક્સપ્રેશનની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અત્યારે કરી રહ્યા છે એ જ ભરોસો એ આ ફિલ્મ માટે પણ આપે. જો કે, વિનોદ કાપડીના આ ટ્વિટ પર અમુક લોકો પોતાના પ્રતિક્રિયા આપીને કહી રહ્યા છે કે આ ફિલ્મને જોવા માટે કોઈ નહિ જાય.

શું કહ્યુ હતુ પીએમે?

શું કહ્યુ હતુ પીએમે?

તમને જણાવી દઈએ કે ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે ભારત વિભાજન પર શું કોઈ વિશ્વસનીય ફિલ્મ બની. હાલમાં ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. જે લોકો ફ્રીડમ ઑફ એક્સપ્રેશનના ઝંડા લઈને ચાલે છે તે અકળાઈ ગયા છે. લોકો આ ફિલ્મના તથ્યોના આધારે, આર્ટના આધારે ટીકા કરવાના બદલે તેને ફગાવી દેવાની પાછળ પડી ગયા છે. કોઈ સત્ય બહાર લાવવાનુ સાહસ કરે, તેને જે યોગ્ય લાગ્યે તેણે બતાવ્યુ. પરંતુ એને રોકવા માટે જે રીતે ષડયંત્ર ચાલી રહ્યુ છે એ યોગ્ય નથી. મારો વિષય ફિલ્મ નથી, મારુ માનવુ છે કે જે સત્ય છે તેને યોગ્ય રૂપે દેશ સામે લાવવી દેશની ભલાઈ માટે હોય છે. જેમને લાગે છે કે આ ફિલ્મ ઠીક નથી એ પોતાની બીજી ફિલ્મ બનાવે, કોણ ના પાડે છે.

English summary
Vinod Kapri set to make Gujarat Files in response of the kashmir files but want assurance from PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X