વિશ્વરૂપમની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યું બૉલીવુડ
મુંબઈ, 2 ફેબ્રુઆરી : કમલ હસનની મહત્વાકાંક્ષી ફિલ્મ વિશ્વરૂપમે શુક્રવારે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ખૂબ વખાણ પામ્યાં, તો મુંબઈમાં પણ કમલે પોતાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ કરી. ફિલ્મ જોવા માટે બૉલીવુડના અનેક નામચીન સ્ટાર્સ પહોંચ્યા કે જેમાં રેખા અને સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે. ફિલ્મ જોયા બાદ લોકોએ ફિલ્મના ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે ફિલ્મ બહેતરીન છે.

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી બૉલીવુડે કમલની આ ફિલ્મને ટેકો આપ્યો છે. બે દિવસ અગાઉ સલમાન ખાને ટ્વિટર પર લખ્યુ હતું કે મિત્રો ફિલ્મો બે પ્રકારની હોય છે. એક સારી અને બીજી ખોટી. ફિલ્મ હૉટ કે ફ્લૉપ થશે, તેનો નિર્ણય ટિકિટ ખરીદતાં દર્શકો જ કરી શકે. તેથી કમલ હસનની ફિલ્મ આપ સૌ જરૂર જુઓ અને આપ જ નક્કી કરો.
બીજી બાજુ શાહરુખ ખાન અને મહેશ ભટ્ટે પણ ફિલ્મના ટેકામાં અવાજ ઉઠાવ્યો હતો કે જેના માટે કમલ હસને આભાર પણ વ્યક્ત કર્યો હતો. કમલ હસને જણાવ્યુ હતું કે તેઓ તેમના સૌ ફૅન્સ અને ફિલ્મી સાથીઓનો આભાર વ્યક્ત કરે છે.












Click it and Unblock the Notifications
