For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાંડર અભિનંદનના શૌર્ય પર બનશે ફિલ્મ ‘બાલાકોટ', વાયુસેનાએ વિવેક ઑબેરોયને આપી અનુમતિ

ફિલ્મ અભિનેતા વિવેક આનંદ ઑબેરોય જલ્દી ભારતીય વાયુસેનાના સાહસ અને શૌર્યને દર્શાવતી ફિલ્મ બાલાકોટ લઈને આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા વિવેક આનંદ ઑબેરોય જલ્દી ભારતીય વાયુસેનાના સાહસ અને શૌર્યને દર્શાવતી ફિલ્મ બાલાકોટ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ બાલાકોટ છે. આ ફિલ્મ બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક પર આધારિત હશે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે કઈ રીતે આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. ફિલ્મમાં વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને બતાવવામાં આવશે કે કઈ રીતે તે પાકિસ્તાનની સીમામાં ઘૂસ્યા અને ભારત સરકાર તેમને પાછા લાવવામાં સફળ થઈ. ફિલ્મનું શૂટિંગ જમ્મુ કાશ્મીર કાશ્મીર, દિલ્લી અને આગ્રામાં થશે અને આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મ રિલીઝ થશે જેના પ્રોડ્યુસર વિવેક ઑબેરોય પોતે હશે.

vivek-abhinandan

ભારતીય વાયુસેનાએ આપી અનુમતિ

ફિલ્મ માટે વિવેક ઑબેરોયને ભારતીય વાયુસેનાએ અનુમતિ આપી દીધી છે. ફિલ્મને ત્રણ ભાષા હિંદી, તમિલ અને તેલુગુમાં બનાવવામાં આવશે જેમાં ફિલ્મ જગતના ઘણા જાણીતા ચહેરા જોવા મળશે. ફિલ્મમાં વિંગ કમાંડર અભિનંદન અને સ્કવૉડ્રન લીડર મિંટી અગ્રવાલની ભૂમિકાને પણ મોટા પડદે બતાવવામાં આવશે જેમણે પાકિસ્તાનના ફાઈટર પ્લેનને ભારતીય સીમામાં ઘૂસવાથી રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તમને જણાવી દઈએ કે કેપ્ટન અભિનંદનને તેમના પરાક્રમ માટે વીરચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે મિંટી ભારતની પહેલી મહિલા બન્યા જેમણે યુદ્ધ સેવા મેડલથી નવાઝવામાં આવ્યા હતા.

તમામ અટકળો પર લાગ્યુ વિરામ

ફિલ્મ વિશે જણાવતા વિવેક ઑબેરોયે કહ્યુ કે ગૌરવશાળી ભારતીય, દેશભક્ત અને ફિલ્મ જગતના સભ્ય હોવાના નાતે આપણી સેનાની ક્ષમતાને બતાવવી મારી જવાબદારી છે. ત્રણ ભાષામાં બનનારી આ ફિલ્મ બહાદૂર વિંગ કમાંડર અભિનંદન જેવા અધિકારીઓના સાહસને બતાવવાનું જબરદસ્ત માધ્યમ છે જેમણે દુશ્મન દેશની સીમામાં ઘૂસીને એ કરી બતાવ્યુ જેનાપર દરેક ભારતીયને ગર્વ છે. ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઈક જબરદસ્ત અભિયાનોમાંથી એક છે. મે આના વિશે દરેક વર્તમાનપત્રમાં વાંચ્યુ છે, કેવી રીતે પુલવામા આતંકી હુમલો થયો અને ત્યારબાદ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી. એ વખતે સર્જીકલ સ્ટ્રાઈક વિશે બહુ બધી અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ આ ફિલ્મ એ અટકળો પર હંમેશા માટે વિરામ લગાવી દેશે. હું ભારતીય વાયુસેનાનો આ કહાની પર ભરોસો દર્શાવવા બદલ આભાર માનુ છુ, અમને આશા છે કે અમે આ સાથે ન્યાય કરી શકીશુ.

આપણી સેના દુનિયાની શક્તિશાળી સેનાઓમાંની એક

વિવેક ઑબેરોયે કહ્યુ કે હું એ વાતથી ઘણો ખુશ છુ કે ભારતીય વાયુસેનાએ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ આ ફિલ્મની અનુમતિ આપી દીધી. હૉલિવુડ ફિલ્મ નિર્માતા પોતાની સેના, ખુફિયા એજન્સી, ઈન્ડસ્ટ્રી અને નેતાઓની ઘણી પ્રશંસા કરે છે. છેવટે કેમ ભારતીય ફિલ્મ નિર્માતાઓએ આનાથી વેગળા રહેવુ જોઈએ. દેશ તરીકે આપણી સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે, આપણે ઘણુ બધુ મેળવ્યુ છે અને હવે સમય છે કે તેને વૈશ્વિક સ્તરે બતાવવામાં આવે.

મહત્વનુ પાસુ એ છે IAF એ આ ફિલ્મને બનાવવા માટે ઑબરોય પર વિશ્વાસ મૂક્યો છે. જ્યારે આવા કોઈ હાઈ પ્રોફાઈલ ઑપરેશનને ફિલ્મ તરીકે ચિત્રિત કરવાનુ હોય ત્યારે IAF કે અન્ય સેવાઓ સામાન્ય રીતે સ્પર્શી જતી હોય છે. પ્રામાણિકતા કે અતિ નાટકીયતા જેવા મુદ્દાઓ ચિંતાનો વિષય છે. જો કે આ મામલે IAF એ વિવેક ઑબેરોય પર પોતાનો પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે, આ રીતના પરિમાણની ફિલ્મ બનાવવા માટે, ખાસ કરીને આ ઑપરેશનને જોતા જે એક રીતે ઘણુ હાઈ પ્રોફાઈલ હતુ. આ પોતાનામાં ઑબેરોય માટે મોટી જીત છે કારણકે તે ભારતીય વાયુસેનાનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચોઃ ફ્રાંસના પ્રવાસે પીએમ મોદી, કહ્યુ- 'ભારત-ફ્રાંસની દોસ્તી સ્વાર્થ પર નથી ટકી'આ પણ વાંચોઃ ફ્રાંસના પ્રવાસે પીએમ મોદી, કહ્યુ- 'ભારત-ફ્રાંસની દોસ્તી સ્વાર્થ પર નથી ટકી'

English summary
Vivek Oberai to come up with the film Balakot will screen the bravery of IAF Wing Commander Abhinandan Varthaman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X