પાકિસ્તાનમાં રેખા સાથે ડાન્સ કરતા વિનોદ ખન્નાનો વીડિયો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂના હેન્ડસમ હંક વિનોદ ખન્ના નું ગયા ગુરૂવારે મુંબઇની હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયું છે. વિનોદ ખન્ના કેન્સર સામે લડી રહ્યાં હતા, મુંબઇની હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. વિનોદ ખન્નાના મૃત્યુ બોલિવૂડ ગમગીન છે અને સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ જૂની યાદો તાજી કરી રહ્યાં છે.

vinod khanna

હાલ વિનોદ ખન્ના અને રેખા ના ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વિનોદ ખન્નાના એક પાકિસ્તાની ફેન દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

એક પાકિસ્તાની પ્રોગ્રામનો આ વીડિયો છે, જેમાં વિનોદ ખન્ના ડાન્સ કરતાં જોવા મળે છે. આ વીડિયોમાં વિનોદ ખન્ના સાથે રેખા, આબિદા પરવીન અને પૂર્વ સ્ટાર પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન પણ ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. શૌકત ખાનમ હોસ્પિટલના ચેરિટિ પ્રોગ્રામનો આ વીડિયો છે, જે લાહોરમાં યોજાયો હતો. ઇમરાન ખાને જ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી.

મૂળ પેશાવરના છે વિનોદ ખન્ના

ઉલ્લેખનીય છે કે, એક્ટર વિનોદ ખન્ના પણ મૂળ પેશાવર, પાકિસ્તાનના હતા. તેમના માતા-પિતા પાકિસ્તાનના હોવાને કારણે વિનોદ ખન્ના પાકિસ્તાન સાથે પણ લાગણીના તાંતણે જોડાયેલા હતા. તેમણે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી તેમની એક જ ઇચ્છા હતી અને તે એ કે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ સ્થપાય. આ માટે તેઓ સતત પ્રયત્ન પણ કરી રહ્યાં હતા. પાકિસ્તાનનો એક ખાસ વર્ગ વિનોદ ખન્નાને ખૂબ પસંદ કરતો હતો.

અહીં વાંચો - વર્ષો બાદ જોવા મળ્યો છે Deepikaનો આ હોટ અંદાજ..

તમે પણ જુઓ આ વીડિયો..

English summary
Pakistanis love this Vinod Khanna video and it’s making everyone emotional. The video features, Vinod Khanna, Rekha, Abida Parveen, Imran Khan and others.
Please Wait while comments are loading...