For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl Pics : શ્વેત-શ્યામ તસવીરોમાં પણ દીપી ઉઠ્યાં દીપિકા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 નવેમ્બર : જાણીતા ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ એક મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું. આ ફોટોશૂટની ખાસિયત એ હતી કે તેમાં દીપિકાની તમામ તસવીરો શ્વેત-શ્યામ એટલે કે બ્લૅક એન્ડ વ્હાઇટ હતી.

દીપિકા પાદુકોણેએ આ ફોટોશૂટ ગત 31મી ઑક્ટોબરના રોજ કરાવ્યું. જીક્યૂ મૅગેઝીન માટે કરાયેલ આ ફોટોશૂટમાં દીપિકા પાદુકોણે શ્વેત-શ્યામ તસવીરોમાં પણ પૂરેપૂરા દીપી ઉઠ્યા હતાં.

આવો આપને બતાવીએ દીપિકાની શ્વેત-શ્યામ તસવીરો સાથે દીપિકાની બાયોગ્રાફી.

પ્રથમ ગ્રાસે મક્ષિકા

પ્રથમ ગ્રાસે મક્ષિકા

દીપિકા પાદુકોણેની પ્રથમ ફિલ્મ હતી ઓમ શાંતિ ઓમ. જ્યારે ફરાહ ખાન શાહરુખ ખાન સાથે દીપિકાને સ્ક્રીન ટેસ્ટ માટે લઈ ગયાં, ત્યારે ફિલ્મના દિગ્દર્શક કઈં ખાસ પ્રભાવિત નહોતાં થયાં. દિગ્દર્શક દીપિકાના ડિક્શન તેમજ ડાંસિંગ કૌશલ્યથી સંતુષ્ટ નહોતાં. દિગ્દર્શકે સ્પષ્ટપણે જણાવ્યું કે દીપિકાએ જો સફળતા જોઇતી હોય, તો મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે.

પડકારો સ્વીકાર્યાં

પડકારો સ્વીકાર્યાં

ઓમ શાંતિ ઓમની સફળતા અને દીપિકાના અભિનય કૌશલ્યને જોઈ કહી શકાય કે દીપિકાએ દિગ્દર્શકની વાત સો ટકા માની હતી. દીપિકાએ દિગ્દર્શકના સુચનો પડકાર તરીકે સ્વીકાર્યાં. તેમણે એક્ટિંગ ક્લાસ અને ડાંસ ક્લાસ ઍટેન્ડ કર્યાં તથા પોતાનો હિન્દુસ્તાની લુક પણ પ્રસ્થાપિત કર્યો.

ફરાહે કરી મદદ

ફરાહે કરી મદદ

દીપિકાને બૉલીવુડમાં પ્રસ્થાપિત કરવામાં ફરાહ ખાનનો મોટો ફાળો રહ્યો. ફરાહ ખાને ડગલેને પગલે દીપિકાને પ્રોત્સાહન આપ્યું.

વિદેશમાં જન્મ

વિદેશમાં જન્મ

દીપિકા પાદુકોણેનો જન્મ 5મી જાન્યુઆરી, 1986ના રોજ ભારત બહાર કોપનહેગન ખાતે થયો હતો. તેથી જ તેમને બૉલીવુડમાં એક હિન્દુસ્તાની સ્ત્રી અને યુવતી તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી.

ઐશ્વર્યાથી પદાર્પણ

ઐશ્વર્યાથી પદાર્પણ

સને 2006માં આવેલી કન્નડ ફિલ્મ ઐશ્વર્યા સાથે દીપિકાએ રૂપેરી પડદે પદાર્પણ કર્યું.

ઓમ શાંતિ ઓમ પ્રથમ હિન્દી ફિલ્મ

ઓમ શાંતિ ઓમ પ્રથમ હિન્દી ફિલ્મ

હિન્દી ફિલ્મોમાં દીપિકાએ ઓમ શાંતિ ઓમ સાથે પદાર્પણ કર્યું. દીપિકાની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમ જ રહી છે. આ ફિલ્મ માટે તેમને બહેતરીન નવોદિત કલાકાર તરીકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં.

પિતા સ્પોર્ટ્સમૅન

પિતા સ્પોર્ટ્સમૅન

દીપિકા પાદુકોણેના પિતા પ્રકાશ પાદુકોણે સ્પોર્ટ્સમૅન છે. તેમનો ફિલ્મી જગત સાથે લગભગ કોઈ સંબંધ નથી. દીપિકાએ રમત-જગતના સ્થાને ફિલ્મી જગત પસંદ કર્યું.

શાહરુખ-આમિરના ફૅન

શાહરુખ-આમિરના ફૅન

દીપિકા પાદુકોણે શાહરુખ ખાન અને આમિર ખાનના ફૅન છે. અભિનેત્રીઓમાં તેમને રાણી મુખર્જી, પ્રીતિ ઝિંટા અને સુષ્મિતા સેન પસંદ છે. તેમની મનપસંદ ફિલ્મોમાં દિલ અને દેવદાસનો સમાવેશ થાય છે.

English summary
Watch black and white photoshoot of Deepika Padukone for GQ Magazine in October, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X