SHOCK: "સુલતાને" ઉડાડી સલમાનની ઉંઘ, ચાલી રહ્યું છે સ્પેશિયલ પ્લાનિંગ!
સુલતાન માટે કંઇ પણ...હાલમાં તો સલમાન આ ફિલ્મને લઇને જેટલા સિરીયસ છે, લાગી રહ્યું છેકે ફિલ્મ ધમાકેદાર હશે. ફિલ્મના પહેલા પોસ્ટરે જ જાદુ કર્યો હતો, અને લોકોના દિલ દિમાગ પરથી તે હજી ઉતર્યો નથી. જણાવી દઇએ કે ફિલ્મ માટે સલમાન તનતોડ મહેનત કરી રહ્યાં છે.
સલમાન ખાન પોતાના વજન પર ધ્યાન આપી રહ્યાં છે, સાથે જ તેઓ કુશ્તીની પ્રોપર ટ્રેનીંગ પણ લઇ રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો સલમાને પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર એક નાની ક્રિએટીવ ટીમ બનાવી છે. જેમાં ફિલ્મથી જોડાયેલા સદસ્યો અને તેના ટ્રેનર પણ શામેલ છે. સલમાન પણ મોટાભાગે રાત્રે પોતાનો સમય અહીં જ પસાર કરીને રાત આખી સલતાન પર વર્કઆઉટ કરે છે.
શંકાને કોઇ સ્થાન નથી કે વર્ષ 2016માં સુલતાનની શાનદાર એન્ટ્રી થશે. આ ફિલ્મ અંગે સલમાનની મહેનત જોઇને ઇન્ડસ્ટ્રી પણ હવે સુલતાનની રાહ આતુરતાથી જોઇ રહી છે.

સલમાન ખાન
સુલતાનમાં સલમાન ખાનની હાજરી જ ફિલ્મને ઘણી ખાસ બનાવી દે છે. ખાસ કરીને સલમાનના ફેન્સ માટે. બજરંગી ભાઇજાન અને પ્રેમ રતન ધન પાયોમાં શાંત પાત્રમાં નજરે પડેલા સલમાન આ ફિલ્મમાં ફરી એક વખત દર્શકોને દબંગ અંદાજમાં જોવા મળશે.

એક્શન
આ ફિલ્મમાં એક્શન સીન્સ ધમાકેદાર હશે. જણાવી દઇએ કે ઇન્ટરનેશનલ ફાઇટ કોરિયોગ્રાફર Larnell Stovall ફિલ્મમાં એક્શન સીન્સને ડાયરેક્ટ કરી રહ્યાં છે.

સુલતાન માટે કંઇ પણ
સલમાન ખાન સુલતાન માટે ઘણી મહેનત કરી રહ્યાં છે. પોતાના બોડી શેપ અને ઉંમરને પરફેક્ટ બતાવવા માટે સલમાન ઘણી મહેનત કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે સલમાને ક્યારેક વજન ઉતારવુ પડી રહ્યું છે, તો ક્યારેક વજન વધારવુ પડી રહ્યું છે.

ફિલ્મનું શુટીંગ
આ ફિલ્મની શુટીંગને લઇને ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ફિલ્મના લોકેશનને રીઅલ બતાવવા માટે શૂટીંગ હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં પણ થઇ રહ્યું છે.

ઇદ રિલીઝ
જી હા, દરેક વર્ષની જેમ વર્ષ 2016માં સલમાન પોતાના ફેન્સને ઇદ પર ફિલ્મની ગીફ્ટ આપશે. જો કે 2016ની ઇદ ખાસ હશે કારણ કે આગામી વર્ષે ઇદ પર બે ફિલ્મ સુલતાન અને રઇઝ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
