અને રૉબીએ ડિકૅપ્રિયોને તમાચો ચોળી દીધો!

Posted By:
Subscribe to Oneindia News

લૉસ એંજલ્સ, 6 જાન્યુઆરી : હૉલીવુડ અભિનેત્રી મારગૉટ રૉબી કહે છે કે વોલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ ફિલ્મના સેટ ઉપર અભિનેતા લિયોનાર્ડો ડિકૅપ્રિયોને તમાચો માર્યા બાદ તેઓ ગભરાયેલા હતાં કે તેમના આ કૃત્ય બદલ તેમની સામે કેસ પણ થઈ શકે છે.

margot-robbie-leonardo-dicaprio
ફીમેલફર્સ્ટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ રૉબીએ જણાવ્યું - તે વખતે હું જાણે ક્યાંક ખોયાવેલી હતી. મેં તેમને તમાચો માર્યો અને ગાળ પણ આપી. એક પળ માટે ત્યાં શાંતિ છવાઈ ગઈ. પછી બીજી જ પળે સૌ જોરથી હસી પડ્યાં. તેમણે જણાવ્યું - મને લાગ્યુ હતું કે તે લોકો મારી સામે કેસ કરવાના છે. મેં માફી પણ માંગી, પરંતુ લિયોનાર્ડોએ જણાવ્યું કે તે કમાલની વાત હતી. મને ફરી વાર તમાચો મારો.

દિગ્દર્શક માર્ટિન સોર્સેજની ફિલ્મ વોલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ જૉર્ડન બેલફૉર્ટ નામના એક શૅર દલાલના જીવન ચરિત્ર પર આધારિત વાસ્તવિક ફિલ્મ છે.

English summary
Actress Margot Robbie, who slapped Leonardo DiCaprio on the set of "The Wolf Of Wall Street", says she was afraid that she will be sued for her action.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.