પ્રભુનો જવાબી સવાલ : શ્રુતિને રિલૉન્ચ કરનારો હું કોણ?
મુંબઈ, 18 મે : અભિનેત્રી શ્રુતિ હસન ફિલ્મ નિર્માતા પ્રભુ દેવાની રમૈયા વસ્તાવૈયા ફિલ્મના નાયિકા છે અને પ્રભુનું કહેવું છે કે તેઓ પ્રસિદ્ધ અભિનેતા કમલ હસનના પુત્રીને રિલૉન્ચ નથી કરી રહ્યાં. પ્રભુ દેવાએ એક સવાલના જવાબમાં સવાલી જવાબ આપતાં જણાવ્યું - તેમને રિલૉન્ચ કરવામાં નથી આવી રહ્યું. શ્રુતિ કમલના પુત્રી છે. હું તેમને રિલૉન્ચ કરનાર કોણ?

નોંધનીય છે કે અગાઉ શ્રુતિ હસન લક અને દિલ તો બચ્ચા હૈ જી જેવી બૉલીવુડ ફિલ્મોમાં આવી ચુક્યાં છે. આ ફિલ્મોને અપેક્ષાકૃત ઓછી સફળતા મળી હતી, પરંતુ પ્રભુ દેવા પાસે શ્રુતિ હસનને પોતાની ફિલ્મમાં લેવાના કારણો હતાં.
પ્રભુ દેવાએ જણાવ્યું - હું નવી અભિનેત્રી અને એક સ્થાપિત અભિનેત્રીમાંથી કોઈ એકની પસંદગી કરવા અંગે દ્વિઘામાં હતો, પરંતુ શ્રુતિ રમૈયા વસ્તાવૈયા ફિલ્મના રોલમાં બંધ બેસે છે. જ્યારે આપ ફિલ્મ જોશો, ત્યારે આપને પ્રતીતિ થશે કે મેં શ્રુતિને કમ પોતાની ફિલ્મમાં લીધી. તેઓ સુંદર છે અને નર્તકી સ્વરૂપે શ્રેષ્ઠ લાગે છે.
રમેશ તૌરાનીના પુત્ર ગિરીશ કુમાર સાથે શ્રુતિ હસનની ફિલ્મ રૈયા વસ્તાવૈયા આગામી 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
