For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : વીણાએ પૂછ્યું કોણ છે અશ્મિત? દિગ્દર્શક હેરાન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 19 જુલાઈ : પુનઃ એક વાર વિવાદાસ્પદ પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે આશ્ચર્યજનક કારનામું કર્યું છે અને સૌની સામે અજાણ્યા થઈ પૂછી બેસ્ટાં કે આ અશ્મિત કોણ છે? બંને એક સાથે એક જ ફિલ્મમાં કામ કરતાં હોવા છતા વીણાએ આવો સવાલ પૂછી સૌને આશ્ચર્યમાં નાંખી દીધાં. સુપર મૉડેલ ફિલ્મમાં વીણા અને અશ્મિત સાથે કામ કરી રહ્યાં છે.

સુપર મૉડેલ ફિલ્મના પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે વીણા-અશ્મિત એક-બીજા સાથે વાત કરવા તૈયાર નહોતાં અને તેથી ફિલ્મના દિગ્દર્શક નવીન બત્રા હેરાન થઈ ગયાં. તેમણે વીણાને જણાવ્યું કે જ્યારે અમે આપને ફિલ્મની ઑફર કરી હતી, ત્યારે અમે સમજતા હતાં કે આપ અને અશ્મિત સારા મિત્રો છો. હવે અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે, ત્યારે આપ બંને એક-બીજા સાથે વાત સુદ્ધા નથી કરતાં. હું પરેશાન છું કે આપ બંને સાથે અમે કોઈ સીન કેવી રીતે શૂટ કરી શકીશું.

દિગ્દર્શકના આવા પ્રશ્નના જવાબમાં વીણા મલિક પ્રોફેશનલ વલણ અપનાવતાં બોલ્યાં - શૂટિંગ વખતે આપને અમારી વચ્ચે મતભેદની અસર નહિં વર્તાય, પણ ફિલ્મ બાદ અને ફિલ્મ પહેલા હું કોઈ અશ્મિતને નથી જાણતી. આપ જ બતાવો કે કોણ છે અશ્મિત?

નોંધનીય છે કે આ એ જ વીણા મલિક છે કે જેમણે 2010માં કલર્સના વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 4માં અશ્મિત પટેલ સાથે એવી ગંદગી ફેલાવી હતી કે શો બંધ કરવાની નોબત આવી પડી હતી. શો ખતમ થયા બાદ અશ્મિતે પોતાની બર્થ ડે પાર્ટી યોજી હતી કે જેમાં વીણા મલિક ખાસ આમંત્રિત હતાં. અશ્મિત પટેલ બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલના ભાઈ છે.

આવો સુપર મૉડેલ ફિલ્મની તસવીરો જોઇએ :

મારા-અશ્મિત વચ્ચે કોઈ સંબંધ નથી

મારા-અશ્મિત વચ્ચે કોઈ સંબંધ નથી

ક્યારેક અશ્મિત પટેલ સાથે પોતાના પ્રેમનો ઇઝહાર કરનાર વીણા કહે છે કે તેમની અને અશ્મિત વચ્ચે કંઈ હતું નહીં અને છે પણ નહિં.

બિગ બૉસમાં મૈત્રી

બિગ બૉસમાં મૈત્રી

આ એ જ વીણા મલિક છે કે જેમણે 2010માં કલર્સના વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 4માં અશ્મિત પટેલ સાથે એવી ગંદગી ફેલાવી હતી કે શો બંધ કરવાની નોબત આવી પડી હતી.

ખાસ મહેમાન હતાં વીણા

ખાસ મહેમાન હતાં વીણા

બિગ બૉસ શો ખતમ થયા બાદ અશ્મિતે પોતાની બર્થ ડે પાર્ટી યોજી હતી કે જેમાં વીણા મલિક ખાસ આમંત્રિત હતાં.

ગુસ્સે ભરાયાં અમીષા

ગુસ્સે ભરાયાં અમીષા

જાણવા મળે છે કે વીણા-અશ્મિતની નિકટતાઓથી અશ્મિતના બહેન અમીષા પટેલ ગુસ્સે ભરાયા હતાં.

સુપર મૉડેલમાં સાથે

સુપર મૉડેલમાં સાથે

વીણા મલિક અને અશ્મિત પટેલ સુપર મૉડેલ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. આ એક આશ્ચર્યની વાત છે.

English summary
At the first look launch of "Supermodel", the film's lead actress Veena Malik revealed that she and her co-star and ex-flame Ashmit Patel did not talk to each other while shooting for the movie in Fiji and it spelt worries for director Navin Batra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X