For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss World 2017નો તાજ જીતનાર માનુષી છિલ્લર કોણ છે?

મિસ વર્લ્ડ 2017નો ગ્રાન્ડ ફિનાલે ચીનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ભારતની દિલ્હીની રહેવાસી માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017નો તાજ જીતી હતી. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

મિસ વર્લ્ડ 2017નો ગ્રાન્ડ ફિનાલે ચીનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ હરીફાઇમાં કુલ 118 પ્રતિસ્પર્ધી હતા, જેમાં ભારતની દિલ્હીની રહેવાસી માનુષી છિલ્લર મિસ વર્લ્ડ 2017નો તાજ જીતી હતી. બીજા નંબર પર હતી મિસ મેક્સિકો અને ત્રીજા નંબરે હતી મિસ ઇંગ્લેન્ડ. 20 વર્ષીય માનુષીને ફાઇનલમાં પૂછવામાં આવ્યું હતું કે, કયા વ્યવસાયમાં સૌથી વધુ પગાર મળવો જોઇએ અને શા માટે?

માનુષી છિલ્લરનો જવાબ

માનુષી છિલ્લરનો જવાબ

આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું કે, માતાનું કામ સૌથી મોટું અને જવાબદારીવાળું હોય છે. એક માતાને સૌથી વધુ માન મળવું જોઇએ અને પગારનો અર્થ માત્ર પૈસા નથી, એનો ખરો અર્થ સન્માન અને પ્રેમ છે. આ સવાલના જવાબ બાદ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ફિલીપાઇન્સના 4 પ્રતિસ્પર્ધીઓને હરાવીને માનુષીએ મિસ વર્લ્ડ 2017નો ખિતાબ પોતાને નામ કર્યો છે.

17 વર્ષે ફરી મળ્યું સન્માન

17 વર્ષે ફરી મળ્યું સન્માન

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરાથી લઇને ડાયના હેડન સુધી અત્યાર સુધીમાં છ ભારતીય સુંદરીઓ મિસ વર્લ્ડનો તાજ જીતી ચૂકી છે. પ્રિયંકા ચોપરા બાદ 17 વર્ષ પછી ફરી ભારતની માનુષી છિલ્લરને આ સન્માન મળ્યું છે. વર્ષ 2016માં મિસ વર્લ્ડ બનેલ પ્યૂટો રિકોની સ્ટેફની ડેલ વેલી હવે નવી વિશ્વ સુંદરી માનુષીને પોતાનો તાજ સોંપશે.

PM મોદીની છે ફેન

PM મોદીની છે ફેન

માનુષી હરિયાણાના સોનીપતથી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તે પીજીઆઇ એમએસ રોહતકની વિદ્યાર્થીની રહી ચૂકી છે. તે શરૂઆતથી જ ભણતર ઉપરાંત સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલી છે. ભણવામાં હોંશિયાર એવી માનુષી પહેલેથી ટોપર રહી છે. તે પેઇન્ટિંગ અને કુચીપુડી નૃત્યમાં પણ નિપુણ છે. તેને બેલે ડાન્સ ખૂબ પંસદ છે. તેને પેટ્સ પણ ખૂબ પસંદ છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહુ મોટી ફેન છે, પીએમ મોદીના વિચારોથી તે ખૂબ પ્રેરિત થઇ છે.

ભણતર અને બ્યૂટી કોન્ટેસ્ટ વચ્ચે બેલેન્સ

ભણતર અને બ્યૂટી કોન્ટેસ્ટ વચ્ચે બેલેન્સ

બ્યૂટી કોન્ટેસ્ટેટમાં ભાગ લેવાની સાથે જ માનુષીએ ભણતર પણ ચાલુ જ રાખ્યુ હતું. મેડિકલના અભ્યાસ સાથે જ તેમણે મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. ભણતર ઉપરાંત તેણે આવા કોન્ટેસ્ટ ખાતર પોતાના લૂક્સ, ખાણી-પીણી અને બોડી લેંગ્વેજનું પણ ખૂબ ધ્યાન રાખ્યું હતું. તે સવારે 4 વાગે ઉઠીને વર્કઆઉટ કરતી હતી, ત્યાર બાદ કોલેજ જતી અને કોલેજથી આવીને બ્યૂટી કોન્ટેસ્ટની તૈયારી કરતી.

English summary
Even though she was studying to become a cardiac surgeon, destiny had other plans for Manushi Chillar, who is Indias Miss World contestant for 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X