For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુનો ડ્રેસ ડિઝાઈન કરનાર ટ્રાન્સજેન્ડર મહિલા કોણ છે?

ભારતની હરનાઝ કૌર સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 21 વર્ષની હરનાઝ કૌર સંધુએ 70મો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દિલ્હી, 13 ડિસેમ્બર : ભારતની હરનાઝ કૌર સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 21 વર્ષની હરનાઝ કૌર સંધુએ 70મો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. ચંદીગઢની 21 વર્ષની મોડલ હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સનો તાજ પહેરતી વખતે અદભૂત દેખાતી હતી. હરનાઝે ગ્રાન્ડ ફિનાલે માટે સી-થ્રુ એમ્બેલિશ્ડ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ટ્રાન્સજેન્ડર મહિલા ફેશન ડિઝાઇનર સાયશા શિંદે દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. હરનાઝના વિનિંગ લૂકના ડ્રેસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. આવો જાણીએ કોણ છે ટ્રાન્સજેન્ડર ડિઝાઇનર સાયશા શિંદે.

થોડા મહિના પહેલા સ્વપ્નીલ માંથી સાયશા બની હતી

થોડા મહિના પહેલા સ્વપ્નીલ માંથી સાયશા બની હતી

હરનાઝનો ગાઉન ડિઝાઇન કરનાર સ્વપ્નિલ શિંદે જાન્યુઆરી 2021માં સાયશા શિંદે બની છે. ઇન્સ્ટાગ્રામ પર સ્વપ્નિલ શિંદેએ જાન્યુઆરી 2021માં માહિતી આપી હતી કે તે હવે ટ્રાન્સવુમન છે અને તેણે તેનું નામ સાયશા શિંદે રાખ્યું છે. સાયશા કરીના કપૂર, શ્રદ્ધા કપૂર અને અનુષ્કા શર્મા જેવી ઘણી બોલિવૂડ અભિનેત્રીઓની સ્ટાઇલ માટે જાણીતી છે. સાયશા શિંદેએ ઘણી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પણ કર્યું છે.

મિસ યુનિવર્સનું ગાઉન રાતોની નિંદ બગાડીને તૈયાર કર્યુ

મિસ યુનિવર્સનું ગાઉન રાતોની નિંદ બગાડીને તૈયાર કર્યુ

સાયેશાએ ઇન્સ્ટાગ્રામ પર ગાઉન બનાવવાની સમગ્ર પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. ગાઉન બનાવવાની પ્રક્રિયાની તસવીરો શેર કરતા ડિઝાઇનર સાયેશા શિંદેએ લખ્યું કે, ઊંઘ વિનાની રાતો! ખૂબ જ દબાણ હતું! મારી સામે બસ એક છોકરીનું સ્વપ્ન હતું. ડ્રેસ ડિઝાઇન કરવા માટે એક મહિલાની ધીરજની જરૂર હતી! આ ડ્રેસ સંપૂર્ણપણે મિસ યુનિવર્સ 2021 ને લાયક હતો.

કેવુ હતું મિસ યુનિવર્સ હરનાઝનું ગાઉન?

કેવુ હતું મિસ યુનિવર્સ હરનાઝનું ગાઉન?

મિસ યુનિવર્સ હરનાઝની તાજ પહેરેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેણીએ પહેરેલુ ગાઉન બધાને પસંદ આવ્યું છે. આ ઈવેન્ટ માટે હરનાઝે સી-થ્રુ એમ્બેલિશ્ડ ગાઉન પહેર્યું હતું. શીયર બોડી-હગિંગ ગાઉનમાં પ્લજિંગ વી-નેકલાઇન અને લાંબી ફ્લો વાળી ટેલ હતી. ચમકતા ડ્રેસને સ્લીવલેસ રાખવામાં આવ્યો હતો. હરનાઝના લુકને સ્ટોન સ્ટડેડ ડ્રોપ ઇયરિંગ્સ સાથે એક્સેસરીઝ કરવામાં આવ્યો હતો. હરનાઝે ડેવી બેઝ, ગુલાબી બ્લશ ગાલ, ન્યૂડ લિપસ્ટિક અને બોલ્ડ આઇ મેકઅપ સાથે તેનો લૂક પૂર્ણ કર્યો હતો.

મિસ યુનિવર્સે ગાઉન પહેર્યુ એ ગર્વની વાત

મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુના ગાઉનને ડિઝાઇન કરવા પર સાયશા કહે છે કે, માત્ર હરનાઝ અને ભારત માટે જ નહીં પરંતુ મારા માટે તે મારું સપનું સાકાર થતું જોવાનું હતું. તે મારા માટે એકદમ આશ્ચર્યજનક હતું. કારણ કે 2000 માં લારા દત્તા મિસ યુનિવર્સ જીતી હતી અને પછી હરનાઝ 13મી ડિસેમ્બર 2021ના રોજ જીતી છે, તે પણ મારૂ ગાઉન પહેરીને. હું ખૂબ જ ખુશ છું. મને આશા હતી કે ટૂંક સમયમાં એક દિવસ એવો આવશે જ્યારે મને મિસ ઈન્ડિયા માટે ગાઉન ડિઝાઇન કરવાનો મોકો મળશે. પછી મને એક તક મળી. હરનાઝ મારા ગાઉનમાં મિસ યુનિવર્સ જીતે છે તો મારે કહેવું જ જોઇએ કે તે એક એવી ક્ષણ હતી જેને હું હંમેશા યાદ રાખીશ.

હું ઈચ્છતી હતી કે લોકો મને ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે ઓળખે

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેના તેના એક ઈન્ટરવ્યુમાં સાયેશાએ કહ્યું હતું કે, હું ઈચ્છતી હતી કે લોકો મને ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે ઓળખે, કારણ કે હું તે જ છું. જેમ તમે જન્મથી ગે છો, તેમ જન્મજાત ટ્રાન્સજેન્ડર છું. તે એવી વસ્તુ નથી જે તમે વિકસિત કરો છો. તમારા ઉછેર અને તમે જે વાતાવરણમાં રહો છો તેના આધારે વિવિધ લોકો માટે સ્વીકૃતિ જુદા જુદા સમયે થાય છે. અમે ખરેખર પુરુષોના શરીરમાં ફસાયેલી સ્ત્રીઓ છીએ. સમય આવે ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે તમે ખરેખર એક સ્ત્રી છો. મને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે હું ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે જીવવા માંગુ છું, કારણ કે હું તે જ છું.

English summary
Who is the transgender woman who designed the dress of Miss Universe Harnaz Kaur Sandhu?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X