રોહિત શેટ્ટીની ગોલમાલ 4, કરિના કપૂર આઉટ, થશે નવી એન્ટ્રી..
જ્યારથી રોહિત શેટ્ટીએ ગોલમાલ 4 ની ઘોષણા કરી છે. ત્યારથી ફેન્સ ફિલ્મ સાથે જોડાયેલી નાની નાની વાતો પણ જાણવા માંગે છે. ગોલમાલ 4 માં અજય દેવગણ તો ફાઇનલ જ છે. પરંતુ બાકીના કિરદારો માટે વાતો ચાલી રહી છે. આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ 2017 દિવાળીમાં રિલીઝ થશે.
અફસોસની વાત એ છે કે ગોલમાલ સિરીઝની મેઈન લીડ અભિનેત્રી કરિના કપૂર ગોલમાલ 4નો હિસ્સો નહીં બની શકે. કારણ તો બધાને જ ખબર છે કે કરિના કપૂર ગર્ભવતી છે.
અફવાહોની વાત માન્યે તો રોહિત શેટ્ટીએ કરિના કપૂરને રિપ્લેસ કરી શકે તેવી અભિનેત્રી પણ શોર્ટ લિસ્ટ કરી દીધી છે. આપણે જણાવી દઈએ કે ગોલમાલ 4માં કરિના કપૂરને આલિયા ભટ્ટ રિપ્લેસ કરી શકે છે.
હાલ તો આ ખબરની કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ આ વાતમાં કોઈ જ શંકા નથી કે આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જાન રેડી દેશે. પરંતુ હવે એ જોવું રસપ્રદ રહેશે કે આલિયા ભટ્ટ કોની સાથે રોમાન્સ કરતી જોવા મળશે. કારણકે લાગતું નથી કે રોહિત શેટ્ટી અજય દેવગણ સાથે આલિયા ભટ્ટની જોડી બનાવે.