‘મિલ્ખા’ની શોધે ઉડી ગઈ હતી ઉંઘ : રાકેશ મહેરા
મુંબઈ, 26 જૂન : ફિલ્મ નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ભૂતપૂર્વ એથલીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મ અંગે રાકેશ સ્વીકારે છે કે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે અભિનેતાની સોધમાં તેઓએ ઘણી રાતો જાગીના પસાર કરી હતી.

રાકેશ મહેરાએ જણાવ્યું - અંતે ફરહાન અખ્તરની પસંદગી કરી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશી લિખિત ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની પટકથા લખતા અઢી વરસ લાગી ગયાં. પ્રસૂને સ્ક્રીનપ્લે લખ્યું, પરંતુ જ્યારે એક વાર પટકથા તૈયાર થઈ, ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો મિલ્ખા સિંહ કોણ બનશે? આ વિચારે મારી ઉંઘ ઉડાવી નાંખી હતી. હું ઘણી રાતો ઉંઘ્યો નહીં.
રાકેશ મહેરા ઇન્ડિયન આઇડોલ જૂનિયરના સેટ ઉપર ફિલ્મ અંગેની વાતો શૅર કરી રહ્યા હતાં. આ પ્રસંગે ફિલ્મમાં મિલ્ખા સિંહની ભૂમિકા ભજવતાં ફરહાન અખ્તર પણ હાજર હતાં. રાકેશે જણાવ્યું - આ ભૂમિકા કોણ ભજવશે, તે ટેંશનમાં અનેક રાતો જાગતા પસાર કરી. હું એક એવા અભિનેતાની શોધમાં હતો કે જેની પાસે આ પાત્ર મોટા પોતાની વ્યાખ્યા હોય. અક્સ, રંગ દે બસંતી તથા દિલ્લી 6 જેવી ફિલ્મો માટે જાણીતા રાકેશ મહેરાએ જણાવ્યું - હું એમ નહિં કહં કે આ ભૂમિકા મુશ્કેલ હતી, પણ આપણા સિનેમામાં આ પ્રકારની ફિલ્મો અને આવી ભૂમિકાઓ બહુ જ જુદી હોય છે. તેમાં પાત્ર માટે પોતાની વ્યાખ્યાની પણ જરૂર હોય છે.
નોંધનીય છે કે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ આગામી 12મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સોનમ કપૂર પણ છે કે જેમની રાંઝણા ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
