For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reality Check: આ છોકરાને કેમ કહેવામાં આવી રહ્યો છે રાનૂ મંડલનો દીકરો?

રાનૂ સાથે સાથે હવે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે એક છોકરાનો છે અને લોકો તેને રાનૂ મંડલનો દીકરો કહી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તા રેલવે સ્ટેશન પર ગીત ગાઈને ભીખ માંગીને પોતાનુ ગુજરાન ચલાવનાર રાનૂ મંડલ, આજે સોશિયલ મીડિયા પર ફેમસ હસ્તી બની ગઈ છે. મા સરસ્વતીના અનમોલ વરદાનથી નવાઝવામાં આવેલી રાનૂ મંડલની જિંદગીથી હવે ગુમનામીના વાદળ હટી ચૂક્યા છે અને એક ચમકતી સવાર તેની રાહ જોઈ રહી છે. હા, સ્વરકોકિલા લતા મંગેશકરના સુપરહિટ વાયરલ ગીતે રાનૂનુ નસીબ બદલી દીધુ છે. રાનૂના વીડિયોને બોલિવુડ સેલિબ્રિટીઝે જોયો અને જોતજોતામાં રાનૂ મંડલ આજે દેશનો ચર્ચિત ચહેરો બની ચૂકી છે.

રાનૂ પછી આ છોકરાનો વાયરલ થયો વીડિયો

રાનૂ પછી આ છોકરાનો વાયરલ થયો વીડિયો

રાનૂ સાથે સાથે હવે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે એક છોકરાનો છે અને લોકો તેને રાનૂ મંડલનો દીકરો કહી રહ્યા છે. અરે, ચોંકશો નહિ રાનૂ અને વાયરલ વીડિયોના છોકરાનો પરસ્પર કોઈ સંબંધ નથી. વાસ્તવમાં લોકો એટલા માટે તેને રાનૂ મંડલનો દીકરો કહી રહ્યા છે કારણકે એ પણ રાનૂની જેમ મીઠા અવાજનો માલિક છે અને સુંદર ગાય છે. જ્યાં રાનૂ લતાના ગીતો ગાઈને સ્ટાર બની છે. તો બીજી તરફ આ છોકરો કુમાર સાનુના ગીતોને બહુ સરસ રીતે ગાય છે.

શું રાનૂનો દીકરો તો નથી?

શું રાનૂનો દીકરો તો નથી?

એટલા માટે લોકો આને રાનૂનો દીકરો ગણાવી રહ્યા છે. વળી, અમુક લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ સવાલ પૂછી રહ્યા છે કે શું આ રાનૂ મંડલનો દીકરો તો નથીને? જો કે આમ તો વાયરલ વીડિયોમાં છોકરા વિશે વધુ કંઈ માહિતી આપવામાં આવી નથી. ત્યાં સુધી કે આ છોકરાનું નામ પણ વીડિયોમાં બતાવવામાં આવ્યુ નથી.

આ પણ વાંચોઃ PICS: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ કપલની અનોખી લવ સ્ટોરીઆ પણ વાંચોઃ PICS: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ કપલની અનોખી લવ સ્ટોરી

‘હેપ્પી હાર્ડી એન્ડ હીર'

‘હેપ્પી હાર્ડી એન્ડ હીર'

મ્યુઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર માટે પ્લેબેક સિંગિંગ કરી રહેલી રાનૂ મંડલે પોતાના જીવન વિશે વાત કરીને કહ્યુ હતુ કે, હું એક બહુ સારા પરિવારમાંથી આવે છે, હું ફૂટપાથ પર પેદા નથી થઈ. પરંતુ મારુ નસીબ મને અહીં લઈ આવ્યુ. હું જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે મને માતાપિતાથી અલગ કરી દેવામાં આવી.

ભાજપ નેતાએ પણ કરી હતી રાનૂની પ્રશંસા

ભાજપ નેતાએ પણ કરી હતી રાનૂની પ્રશંસા

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ રાનૂની કળાની પ્રશંસા કરીને હિમેશ રેશમિયાની પણ પ્રશંસા કરી છે. તેમણે આ વિશે એક ટ્વીટ કર્યુ છે જેમાં તેમણે લખ્યુ છે કે બંગાળમાં પ્રતિભાઓની કમી નથી, કોલકત્તા રેલવે સ્ટેશન પર ગઈને પોતાનુ ગુજરાન ચલાવનાર રાનૂ મંડલજીની પ્રતિભાને પારખી નજરોએ શોધી, હવે તેમની લોકપ્રિયતા પરવાન ચડી રહી છે. આ ગાયિકાને મોકો આપવા માટે સંગીતકાર શ્રી #HimeshReshammiyaનો આભાર!

English summary
Why is this Boy Being Told on social media Son of Ranu Mandal, here is the reason, please check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X