For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લારા દત્તાનો ખુલાસો - સેનેટરી પેડનો નથી કરતી ઉપયોગ, જણાવ્યુ આ કારણ

લારા દત્તાએ અમુક બ્રાંડની જાહેરાત ના કરવાનુ કારણ જણાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી લારા દત્તા છેલ્લા ઘણા સમયથી ઓટીટી પર પોતાના શોને લઈને ચર્ચામાં રહી છે. લારા એક્ટિંગની સાથે-સાથે બીજા મુદ્દાઓને લઈને પણ વાત કરવા માટે જાણીતી છે. હાલમાં જ તેણે 40ની ઉંમર બાદ બૉલિવુડ હીરોઈન સાથે વર્તન પર વાત કરી હતી. હવે તેણે અમુક બ્રાંડની જાહેરાત ના કરવાનુ કારણ જણાવ્યુ છે. લારાનુ કહેવુ છે કે જે ઉત્પાદનોનો એ ખુદ ઉપયોગ નથી કરતી, તેની એડ પણ નથી કરતી.

સેનેટરી નેપકિન, આલ્કોહોલ, સિગરેટની જાહેરાત નથી કરતી

સેનેટરી નેપકિન, આલ્કોહોલ, સિગરેટની જાહેરાત નથી કરતી

એક ઈન્ટરવ્યુમાં લારા દત્તા કહે છે કે તે સેનેટરી નેપકિન, આલ્કોહો બ્રાંડ અને સિગરેટની જાહેરાત ક્યારેય નહિ કરે કારણકે તે આ વસ્તુઓનો ઉપયોગ નથી કરતી. લારાને જ્યારે પૂછવામાં આવ્યુ હતુ કે શું તેણે ક્યારેય કોઈ બ્રાંડ માટે ના પાડી છે. આના પર લારાએ કહ્યુ કે જો તે કોઈ ઉત્પાદનનો ઉપયોગ નથી કરી રહી, તો તે એનુ સમર્થન નહિ કરે.

ઘણી આલ્કોહોલ બ્રાંડની એડની ઑફર આવી

ઘણી આલ્કોહોલ બ્રાંડની એડની ઑફર આવી

લારાએ કહ્યુ - મારી પાસે ઘણી આલ્કોહોલ બ્રાંડની એડને લઈને ઑફર આવી પરંતુ મે તે કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. હું જોઉ છુ કે એડમાં બતાવાતુ કન્ટેન્ટ વાસ્તવમાં મહત્વપૂર્ણ છે. એ જ રીતે હું સિગરેટની એડ પણ નહિ કરુ.

સેનેટરી નેપકિનની એડ પણ ઠુકરાવી દીધી કારણકે...

સેનેટરી નેપકિનની એડ પણ ઠુકરાવી દીધી કારણકે...

લારાએ આગળ કહ્યુ કે થોડા દિવસ પહેલા તેને સેનેટરી નેપકિનની એડ માટે પણ એક બ્રાંડે સંપર્ક કર્યો હતો જેને તેણે ના પાડી દીધી. લારાએ કહ્યુ કે હું સેનેટરી નેપકિટ યુઝ નથી કરતી એટલા માટે એડ ના કરી. મારુ માનવુ છે કે જ્યારે નેપકિથી સારા મેન્સ્ટ્રઅલ કપ જેવા વિકલ્પ છે તો તેનો ઉપયોગ થઈ શકે છે.

વેબ શોને લઈને ચર્ચામાં છે લારા

વેબ શોને લઈને ચર્ચામાં છે લારા

લારા દત્તા હાલમાં પોતાની વેબ સીરિઝ 'કોન બનેગી શિખરવતી'ને લઈને ચર્ચામાં છે. તે ઓટીટી પર રિલીઝ થઈ છે. લારા ગયા વર્ષે નવેમ્બરમાં વેબ શો 'હિકઅપ્સ એન્ડ હુકઅપ્સ' વેબસીરિઝમાં પણ જોવા મળી હતી. લારા દત્તાએ આમાં 40 વર્ષની વસુધા નામની એક સિંગલ મધરની ભૂમિકા નિભાવી હતી. બંને સીરિઝમાં પોતાના રોલ માટે લારાને ઘણી પ્રશંસા મળી છે.

પૂર્વ મિસ યુનિવર્સ છે લારા

પૂર્વ મિસ યુનિવર્સ છે લારા

લારા દત્તાએ સન 2000માં મિસ યુનિવર્સનો પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ તે ફિલ્મોમાં આવી ગઈ. તેણે 2003માં અંદાજ ફિલ્મથી કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ મસ્તી(2004), નો એન્ટ્રી(2005), ભાગમ ભાગ(2006), ઝૂમ બરાબર ઝૂમ(2007), પાર્ટનર(2007), હાઉસફૂલ(2010), ચલો દિલ્લી(2011) અને ડૉન 2(2011) જેવી ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂકી છે.

English summary
why Lara Dutta never do ads for sanitary napkins alcohol and cigarettes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X