For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? શું છે પાકિસ્તાન સાથે સંબંધ?

મરતા પહેલા એકવાર પાકિસ્તાન જવા કેમ ઈચ્છતા હતા ઋષિ કપૂર? જાણો કારણ..

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ માટે 24 કલાકની અંદર વધુ એક ખરાબ સમાચાર આવ્યા જ્યારે વેટરન એક્ટર ઋષિ કપૂરે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. 67 વર્ષના ઋષિ કપૂરને બુધવારે રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ઋષિ, જેમને પ્રેમથી લોકો ચિંટુજી કહીને બોલાવતા હતા, તેમની ઈચ્છા હતી કે તે મરતા પહેલા એક વાર પાકિસ્તાન પોતાની ખાનદાની જમીનને જુએ. તેમનુ જવુ સિનેમા જગત માટે એક મોટા ઝટકાથી કમ નથી.

વર્ષ 2017માં વ્યક્ત કરી હતી અંતિમ ઈચ્છા

વર્ષ 2017માં વ્યક્ત કરી હતી અંતિમ ઈચ્છા

દેશ હજુ બૉલિવુડ અભિનેતા ઈરફાન ખાનના જવાના શોકમાંથી નીકળી પણ નથી શક્યો અને વધુ એક ખરાબ સમાચાર આવી ગયા. ઋષિ કપૂરની એક દિલની ઈચ્છા હતા. તે મરતા પહેલા એક વાર પાકિસ્તાન જવા ઈચ્છતા હતા. વર્ષ 2017માં તેમણે આ વાત પોતાના ટ્વિટર પર લખી હતી, 'મરતા પહેલા એક વાર હું પાકિસ્તાન જોવા ઈચ્છુ છુ.' ઋષિએ આ ટ્વિટ ત્યારે કહ્યુ હતુ જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ પીઓકે વિશે નિવેદન આપ્યુ હતુ.

જય માતાદી અબ્દુલ્લા સાહબ!

અબ્દુલ્લાએ કહ્યુ હતુ, 'પીઓકે, પાકિસ્તાનનુ છે અને આ વાતને કોઈ બદલી ન શકે. ભલે ભારત અને પાકિસ્તાન પરસ્પર ગમે તેટલુ લડી લે.' ત્યારબાદ ઋષિએ ફારુખના આ નિવેદન પર રજામંદી પણ વ્યક્તકરી હતી. ઋષિએ ટ્વિટર પર લખ્યુ, 'ફારુખ અબ્દુલ્લાજી સલામ! હું તમારી સાથે રજામંદ છુ. જમ્મુ કાશ્મીર આપણુ છે અને પીઓકે તેમનુ છે. આ રીતે આપણે આ સમસ્યાને ઉકેલી શકીએ છે. આ સ્વીકારો. હું 65 વર્ષનો છુ અને મરતા પહેલા એક વાર પાકિસ્તાન જોવા ઈચ્છુ છુ. મરતા પહેલા હું ઈચ્છુ છુ કે મારા બાળકો તેમના મૂળ સાથે રૂબરૂ થાય. બસ કરાવી દો. જય માતાદી.'

પેશાવરમાં છે કપૂર ખાનદાનનુ ઘર

પેશાવરમાં છે કપૂર ખાનદાનનુ ઘર

છેવટે એવુ શું હતુ જે પાકિસ્તાનમાં તેઓ એકવાર એ મુલ્કને જોવાની ઈચ્છા લઈને જીવી રહ્યા હતા. વાસ્તવમાં બૉલિવુડના ફર્સ્ટ ફેમિલી તરીકે જાણીતા કપૂર પરિવારનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે. આ પરિવારનુ એક ઘર પેશાવરમાં છે અને તેનુ નિર્માણ સન 1918થી 1922 વચ્ચે દીવાન બશેશ્વરનાથ કપૂરે કરાવ્યુ હતુ. તે ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના પિતા હતા. સન 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કપૂર ખાનદાન પાકિસ્તાનથી ભારત આવી ગયુ.

આ પણ વાંચોઃ ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ ઋષિ કપૂરનુ 67 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા પર લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ

English summary
Why Rishi Kapoor wanted to see Pakistan before his death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X