સુશાંત સિંહે કેમ કરી આત્મહત્યા? આ દોસ્તો પાસેથી મળી શકે છે મહત્વના સુરાગ
મુંબઈ પોલિસ એ બે ખાસ દોસ્તોના નિવેદનો લેવાની તૈયારીમાં છે જેમની પાસેથી મળી શકે છે મહત્વના સુરાગ.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને 24 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. તેમના શબનુ પોસ્ટમોર્ટમ પણ થઈ ચૂક્યુ છે. પરંતુ હજુ સુધી મુંબઈ પોલિસ એ ઠોસ પરિણામ પર પહોંચી શકી નથી કે છેવટે તેના જેવા હસતા રમતા નવયુવાનને એવુ શું ડિપ્રેશન આવી ગયુ કે તેણે મોતને ગળે લગાવવાનો નિર્ણય કરી લીધો. તેણે કોઈને તો કંઈ કહ્યુ હશે. કોઈને કંઈક તો સંકેત આપ્યા હશે. લોકો જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે સૌથી પહેલા પોતાની વાત પરિવારવાળા સાથે જ શેર કરે છે અથવા તો પોતાના સૌથી નજીકના દોસ્તોને જ રાઝદાર બનાવે છે. આ હેતુથી હવે મુંબઈ પોલિસ એ બે ખાસ દોસ્તોના નિવેદનોની તૈયારીમાં છે. બૉલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને ટીવી સ્ટાર મહેશ શેટ્ટી.

સુશાંતના નજીકના દોસ્તો જ આપી શકે છે મહત્વના સુરાગ
બૉલિવુડના દમદાર સ્ટાર સુશાંત સિંહ રાજપૂતે છેવટે આત્મહત્યા કેમ કરી? તેમના પરિવારવાળા અને તેમના નજીકના જાણીતા લોકોનો આ સવાલ ત્યાં સુધી પરેશાન કરતો રહેશે જ્યાં સુધી પોલિસ આના કારણ સુધી ન પહોંચી જાય. પોલિસે તેમના મેડિકલ રેકોર્ડ્ઝ મેળવ્યા છે પરંતુ બિહારના એક ખાતાપીતા પરિવારમાંથી મુંબઈ આવીને સાત વર્ષમાં જ બૉલિવુડમાં પોતાની જગ્યા બનાવનાર આ યુવા સ્ટારને છેવટે આત્મહત્યા માટે કેમ મજબૂર થવુ પડ્યુ તેનો હજુ સુધી કોઈ ઠોસ સુરાગ નથી મળ્યા. પોતાની બહેન સાથે છેલ્લા કૉલમાં પણ તેણે કોઈ સંકેત નહોતા આપ્યા તો છેલ્લા મિનિટોમાં એવુ શું થઈ ગયુ કે જેના કારણે તેણે આવુ પગલુ લેવુ પડ્યુ. આના કારણો સુધી પહોંચવા માટે મુંબઈ પોલિસ હવે સુશાંતના બે સૌથી નજીકના દોસ્ત ગણાતા રિયા ચક્રવર્તી અને ટેલીવિઝન સ્ટાર મહેશ શેટ્ટીનુ નિવેદન લેશે. જરૂર પડી તો પોલિસ તેમના બીજા અમુક દોસ્તોના નિવેદન પણ નોંધી શકે છે.

રિયા ચક્રવર્તીનુ નિવેદન હોઈ શકે છે ખૂબ જ મહત્વનુ
રિયા ચક્રવર્તી મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતની સૌથી નજીકની દોસ્તોમાંની એક છે. જેવા સુશાંતના મોતના સમાચાર આવ્યા કે તરત જ સુશાંત અને રિયાનો એક ફોટો વાયરલ થવા લાગ્યો. રિયા ખુદ અભિનેત્રી છે અને તે સુપર મિર્ચી, ચેહરે, જલેબીઃ ધ એવરલાસ્ટિંગ ટેસ્ટ ઑફ લવ, દોબારાઃ સી યોર એવિલ અને બેંકચોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. રવિવારે તેનો જે ફોટો સુશાંત સાથે તેનો છેલ્લો ફોટો કહીને વાયરલ થયો તેને મુંબઈમાં એક જીમની બહારનો બતાવાઈ રહ્યો છે. માહિતી મુજબ આ ફોટો 11 માર્ચ એટલે કે લૉકડાઉનના બે સપ્તાહ પહેલાનો છે. માહિતી મુજબ બંનેની દોસ્તી એટલી ગાઢ હતી કે તે ઘણીવાર સાથે વર્કઆઉટ કરવા આવતા અને જીમની બહાર સાથે દેખાતા હતા. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે બંને કોઈ આવનારી ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા.

મહેશ શેટ્ટીનુ નિવેદન પણ હોઈ શકે છે મહત્વનુ
રિયા ચક્રવર્તીની જેમ સુશાંત પોતાના વધુ એક મિત્ર અને ટીવી એક્ટર મહેશ શેટ્ટીની પણ ખૂબ નજીક હતા. અહીં સુધી કે તે તેને પોતાનો ભાઈ માનતા હતા. એ બંનેએ સુશાંતના પહેલા ટીવી શો કિસ દેશમે હોગા મેરા દિલમાં સાથે કામ કર્યુ હતુ. એકતા કપૂરના આ શોમાં તે મહેશ શેટ્ટીને મળ્યા હતા અને ત્યારથી બંનેની દોસ્તી ખૂબ ગાઢ થઈ ગઈ હતી. ત્યારબાદ બાદ બંનેએ સુશાંતના બીજા ટીવી શો પવિત્ર રિશ્તામાં પણ સાથે કામ કર્યુ હતુ અને ત્યારથી તેમુ નામ ઘરે ઘરે પહોંચી ગયુ. સુશાંતે ફિલ્મો માટે ટીવી છોડી દીધુ પરંતુ બંનેની દોસ્તી પર જળવાઈ રહી. ગયા મહિને જ મહેશના બર્થડે પર સુશાંતે બંનેની એક સેલ્ફી ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કહ્યુ હતુ, 'હેપ્પી બર્થડે મેરી જાન... મહેશ શેટ્ટી'
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
