વિદ્યા બાલને ખોલ્યો રાઝ, ‘40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે'

40માં જન્મદિવસના પ્રસંગે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં વિદ્યાએ ખુલીને જણાવ્યુ કે કેવી રીતે વધતી ઉંમર મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરે છે.

'ધ ડર્ટી પિક્ચર' માં બોલ્ડ 'સિલ્ક સ્મિતા' અને 'તુમ્હારી સુલુ' માં એક મહત્વાકાંક્ષી ગૃહિણીની ભૂમિકા નિભાવવાથી લઈને વિદ્યા બાલને પોતાની ઘણી ફિલ્મોમાં મહિલાઓના અલગ અલગ શેડ્ઝ બતાવ્યા છે. પોતાની મહિલા પ્રધાન ફિલ્મો દ્વારા વિદ્યાએ મોટા પડદા પર ઘણી પ્રશંસા પણ મેળવી છે. પોતાના દમદાર અભિનય દ્વારા બોલિવુડમાં અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી વિદ્યા બાલને એક વાર ફરીથી સમાચારોમાં છે. હાલમા જ પોતાના 40માં જન્મદિવસના પ્રસંગે એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં વિદ્યાએ ખુલીને જણાવ્યુ કે કેવી રીતે વધતી ઉંમર મહિલાઓમાં વધુ આત્મવિશ્વાસ પેદા કરે છે.

‘જ્યારે તમે લાપરવાહ હોવ ત્યારે વધુ આનંદ લો છો'

‘જ્યારે તમે લાપરવાહ હોવ ત્યારે વધુ આનંદ લો છો'

વિદ્યા બાલને મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, ‘વધતી ઉંમર વાસ્તવમાં એક મહિલાને વધુ આત્મવિશ્વાસ અને ખુશી આપે છે. હા, ખરેખર, 40 બાદ મહિલાઓ વધુ હૉટ અને નૉટી થઈ જાય છે. સામાન્ય રીતે આપણને થોડુ શર્મીલા, સંકોચી અને સેક્સનો આનંદ લેવા માટે શીખવવામાં આવે છે. તે કહે છે કે મહિલાઓ ઉંમર સાથે બહેતર બની જાય છે કારણકે તમે પરવા કરવાની ઓછી કરી દો છો, પરંતુ આ જ વસ્તુ તમારા માટે ઘણી છે. એ જ તો ખુશીની વાત છે. જ્યારે તમે કોઈની પરવા નથી કરતા, ત્યારે તમે જીવનનો સૌથી વધુ આનંદ લઈ શકો છો.'

મહિલાઓની ઉંમર પર ખુલીને વાત

મહિલાઓની ઉંમર પર ખુલીને વાત

વિદ્યા બાલને આગળ કહ્યુ, ‘મારા એક દોસ્તે એક વાર મને જણાવ્યુ કે 35 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ સૌથી વધુ ફન કરનારી હોય છે. તેણે એનુ કારણ પણ જણાવ્યુ અને કહ્યુ કે તે કોઈ રિલેશનશીપ નથી ઈચ્છતા એટલા માટે તે એ ઉંમરની મહિલા સાથે સમય પસાર કરી શકે છે કારણકે તે પણ કોઈ રિલેશનશીપ નથી ઈચ્છતી. તેણે જણાવ્યુ કે 35 વર્ષ બાદ મહિલાઓ બિલકુલ પરવા નથી કરતી. (હસીને) હું કહુ છુ કે 40 વર્ષની ઉંમર બાદ તો મહિલાઓ હજુ વધુ બેપરવા થઈ જાય છે.'

ગણિતજ્ઞ શકુંતલાની બાયોપિકમાં જોવા મળશે વિદ્યા

ગણિતજ્ઞ શકુંતલાની બાયોપિકમાં જોવા મળશે વિદ્યા

તમને જણાવી દઈએ કે એવી ચર્ચા છે કે વિદ્યા બાલન પ્રસિદ્ધ ગણિતજ્ઞ શકુંતલાની આવનારી બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. સમાચાર એ પણ છે કે દંગલ ફિલ્મમાં બબીતા ફોગાટની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં તેમની પુત્રીની ભૂમિકા નિભાવશે. ઉલ્લેખનીય છે કે વિદ્યાએ થોડા દિવસો પહેલા ભાગલા વિશે બનેલ ફિલ્મ ‘બેગમ જાન' માં ઘણી બોલ્ડ ભૂમિકા નિભાવી હતી. ‘બેગમ જાન' માં વિદ્યા બાલન ઉપરાંત નસીરુદ્દીન શાહ, રજત કપૂર, આશીષ વિદ્યાર્થી, ઈલા અરુણ અને ગૌહર ખાન પણ હતા.

જ્યારે વિદ્યા સામે જ ગંદી હરકત કરવા લાગ્યો

જ્યારે વિદ્યા સામે જ ગંદી હરકત કરવા લાગ્યો

વિદ્યા બાલન એ સમયે પણ ચર્ચાઓમાં આવી હતી જ્યારે તેમણે હાલમાં જ પોતાની કોલેજની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. વિદ્યા બાલને નેહા ધૂપિયાના શો ‘નો ફિલ્ટર નેહા' માં જણાવ્યુ કે કોલજના દિવસોમાં તેમને એક ખૂબ જ કડવો અનુભવનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમની સામે જ એક યુવકે ગંદી હરકત કરી હતી. વિદ્યાએ જણાવ્યુ કે જ્યારે તે મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં ભણતી હતી ત્યારે લોકલ ટ્રેનથી ઘરે આવતી હતી. તેણે જણાવ્યુ કે એક દિવસ તે પોતાની સહેલી સાથે પાછી આવી રહી હતી. તે પોતાની બે સહેલીએ સાથે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેઠી હતી કે એક યુવક ડબ્બામાં ચડ્યો. મે તેને કહ્યુ કે આ લેડીઝ કમ્પાર્ટમેન્ટ છે તો તેણે આગલા સ્ટેશને ઉતરવાની વાત કરી અને ગેટ પર જઈને ઉભો રહી ગયો. ત્યારબાદ તે બારી પાસે આવીને બેસી ગયો અને અમારી સામે જ ગંદી હરકત કરવા લાગ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X