
Video & Pics: રેંપ પર પોતાના જ કપડામાં ઉલઝી ગઈ યામી અને 7 હૉટ એક્ટ્રેસ
બુધવારે લેક્મે ફેશન વીકના રેંપ પર યામી ગૌતમ ઉતરી. યામી ગૌતન ફેશન ડિઝાઈનર ગૌરી અને નેનિકા માટે શો સ્ટૉપર બની. પરંતુ જેવી યામી રેંપ પર આવી તે પોતાના કપડામાં જ ઉલઝી ગઈ અને સ્ટેજ પર રેંપ વૉક કરતા લપસતા બચી ગઈ. જો કે તેણે પોતાને બહુ સુંદર રીતે અને ગ્રેસ સાથે પોતાને સંભાળી અને રેંપ પૂરુ કર્યુ. સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

પોતાના કપડામાં ઉલઝી યામી
ઈન્ટરનેટ પર અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના પર યામી ગૌતમે કેવી રીતે પોતાના સંભાળી અને રેંપ પૂરુ કર્યુ તે પ્રશંસનીય છે. યામીએ પૂરા કોન્ફીડન્સ સાથે રેંપ વૉક કર્યુ અને મીડિયાના કેમેરાને પોઝ આપ્યો. સમાચારો મુજબ ઓડિયન્સમાં બેસેલા લોકોએ પણ યામીને ચિયરઅપ કર્યુ. લેક્મે ફેશન વીક 29 જાન્યુઆરીથી શરૂ થયુ છે. પહેલા દિવસે અહીં રેંપ પર કરણ જોહર અને તબ્બુ દેખાયા હતા. આ ઈવેન્ટ રવિવારે 3 ફેબ્રુઆરી સુધી ચાલશે.
યામીનો વીડિયો
રેંપ પર મોડલ્સ અને એક્ટ્રેસને જોવા ભલે સરળ લાગે પરંતુ ક્યારેક ક્યારેક તેમને આ ઘટનાઓનો સામનો પણ કરવો પડે છે. ક્યારેક વોર્ડરોબ માલફંક્શન જેવી ઘટનાઓ જોવા મળે છે, તો ક્યારેક કોઈ મોડલને સપાટ પડતી કેમેરામાં કેદ કરી લેવામાં આવે છે.
સુષ્મિતા સેનથી લઈને સોનાક્ષી સિન્હા, પૂનમ ઢિલ્લોં પણ આવી સ્થિતિમાં આવી ચૂક્યા છે. આવી વખતે આ મોડલ્સ અને અભિનેત્રીઓ પોતાને ખૂબ જ સુંદર રીતે અને આત્મવિશ્વાસ સાથે સંભાળી અને રેંપ વૉક પૂરુ કર્યુ. અહીં જુઓ ફોટા -

કંગના રનોત
બોલિવુડ ક્વીન કંગના રનોત પણ આમાંથી પસાર થઈ ચૂકી છે. વર્ષ 2014માં લેક્મે ફેશન વીક દરમિયાન જ રેંપ પર કંગના પોતાના ગાઉનમાં ઉલઝી ગઈ. પરંતુ તેમણે જલ્દી પોતાને સંભાળી લીધી.

સોના મહાપાત્રા
સિંગર સોના મહાપાત્રા રેંપ પર પર્ફોર્મન્સ આપી રહી હતી.. ત્યારે તે લડખડાઈ ગઈ. પરંતુ તેમણે જલ્દી પોતાને સંભાળી અને પર્ફોર્મન્સ પણ ખતમ કર્યુ.

પૂનમ ઢિલ્લોં
અભિનેત્રી પૂનમ ઢિલ્લો એક મોટા ફેશન વીકમાં રેંપ પર ચાલી રહી હતી.. જ્યારે તેમના સેન્ડલ જ હીલ્સ સ્ટેજમાં ફસાઈ ગઈ.. અને તે ખરાબ રીતે પડી ગઈ.

સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હા બેંગલુરુમાં થઈ રહેલ ફેશન શોનો હિસ્સો હતી. જ્યારે રેંપ વૉક દરમિયાન તે સીડી પર લડખડી ગઈ અને પડતા પડતા બચી. સોનાક્ષીએ પૂરાજોશ સાથે રેંપ વૉક ખતમ કર્યુ.

સુષ્મિતા સેન
મિસ યુનિવર્સિટી સુષ્મિતા સેન સાથે પણ આવુ થઈ ચૂક્યુ છે.. જ્યારે તે રેંપ પર પોતાના ગાઉનમાં ઉલઝી ગઈ. પરંતુ જલ્દી તેમણે સ્થિતિ પર કાબુ મેળવી લીધો.

પાર્વતી
દુબઈમાં થઈ રહેલ એક ફેશન શો દરમિયાન પૂર્વ મિસ ઈન્ડિયા પાર્વતી પણ રેંપ પર ચાલતા ચાલતા હીલ્સના કારણે ખરાબ રીતે પડી ગઈ.
આ પણ વાંચોઃ 'એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે' વિવાદમાં ગોવિંદા અને શિલ્પાને હાઈકોર્ટમાંથી મોટી રાહત