જંગલી પિક્ચર્સની નવી ફિલ્મ હકનું ટીઝર પોસ્ટર રિલીઝ, યામી ગૌતમનો નવો અવતાર છવાયો
ભારતીય સિનેમામાં મજબૂત અને સંવેદનશીલ કહાનીઓ રજૂ કરવા માટે જાણીતી જંગલી પિક્ચર્સ હવે એક નવી રોમાંચક ફિલ્મ સાથે આવી રહી છે.
ઈન્સોમ્નિયા ફિલ્મ્સ અને બવેજા સ્ટુડિયોઝ સાથેના સહયોગથી બનેલી આ ફિલ્મ હક નામ અને વિષયવસ્તુને કારણે દર્શકોમાં પહેલેથી જ ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

આજે ફિલ્મ નિર્માતાઓએ હકનું પહેલું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું છે, જેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. પોસ્ટરમાં અભિનેત્રી યામી ગૌતમ નો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને અલગ અવતાર જોવા મળે છે. તેની ગંભીર અને ઊંડી નજર ફિલ્મના ગંભીર વિષયની ઝલક આપે છે.
યામીના આ દમદાર પાત્રની એક ઝલક જોતાં જ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટરની જોરદાર ચર્ચા થઈ રહી છે અને ફિલ્મ માટેની ઉત્સુકતા વધી ગઈ છે.
આ સિવાય નિર્માતાઓએ એ પણ જાહેરાત કરી છે કે આજે એક પ્રી-ટીઝર યુનિટ પણ રિલીઝ કરવામાં આવશે, જે ફિલ્મની દુનિયા અને પાત્રો વિશે થોડો વધુ ખ્યાલ આપશે. આ રણનીતિએ દર્શકોની આતુરતા વધુ વધારી દીધી છે. ફિલ્મના ઓફિશિયલ ટીઝરને આવતીકાલે રિલીઝ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
