• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sexy તો ક્યારેક Sporty : જુઓ 2014માં દીપિકાના 14 Looks!

|

વર્ષ 2014 સમાપ્ત થવા જઈ રહ્યું છે. એટલે જ બૉલીવુડ શેરીઓમાં હવે ચર્ચા શરૂ થઈ ચુકી છે કે આ વર્ષ કોના નામે રહ્યું? કોણ રહેશે ટૉપ એક્ટર, કોણ એક્ટ્રેસ રહેશે નંબર વન? કોણે આ વર્ષે ચોર્યા દર્શકોના દિલો, તો કોના લુકે વધાર્યા લોકોના ધબકાર.

દીપિકા પાદુકોણે બૉલીવુડના એવા અભિનેત્રી છે કે જે પોતાના ડેબ્યુ સાથે જ ચર્ચા પર સવાર થઈ આવ્યા હતાં. દર વર્ષની જેમ વર્ષ 4014 પણ દીપિકા માટે સારૂ રહ્યું. આ વર્ષે દીપિકાની 2 હિન્દી અને એક તામિળ ફિલ્મો રિલીઝ થઈ. સૌથી વધુ ચર્ચામાં રહી ઑક્ટોબરમાં આવેલી હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ. આ ફિલ્મમાં તેમના પાત્રના ખૂબ વખાણ થયાં, તો બીજી બાજુ ફાઇંડિંગ ફૅની તથા તામિળ ફિલ્મ કોચાદઇયાંમાં પણ દીપિકાનો લુક ખૂબ જ ડિફરંટ રહ્યો.

વર્ષ 2013માં રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ચાર-ચાર સતત સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા પાદુકોણેના લુકે આ વર્ષે ફિલ્મોમાં જ નહીં, પણ ફૅમિના કવર પેજ, સ્ટારડસ્ટ, આઇફા ઍવૉર્ડ ફંક્શન અને ફિલ્મફૅર ઍવૉર્ડ્સમાં પણ લોકોના દિલો ધડકાવ્યાં. આ સાથે જ દીપિકાનો સ્પોર્ટી લુક પણ આ વર્ષે ફૅમસ રહ્યો.

ચાલો આપને બતાવીએ 2014માં દીપિકાએ ધરેલા 14 ડિફરંટ લુક્સ :

લવલીએ આગ લગાડી

લવલીએ આગ લગાડી

હૅપ્પી ન્યુ ઈયરમાં લવલીના પાત્રમાં દીપિકા પાદુકોણેએ પોતાનો સેક્સી અંદાજ દાખવ્યો. આ ફિલ્મનું ગીત મૈં લવલી હો ગઈ... વર્ષના પૉપ્યુલર ટ્રેકમાંનું એક રહ્યું.

ફાઇંડિંગ ફૅની

ફાઇંડિંગ ફૅની

ફાઇંડિંગ ફૅનીમાં દીપિકાનો લુક બહુ ડિફરંટ નજરે પડ્યો. તેને જોઈ લોકોને પણ આશ્ચર્ય થયું. આ દીપિકા હૉટ એન્ડ ક્યૂટનું મિશ્રણ હતાં.

સ્પોર્ટી લુક

સ્પોર્ટી લુક

આ વર્ષે દીપિકાએ અનેક વખત સ્પોર્ટી લુક ધર્યો. ક્યારેક પીકૂના સેટ પર બૅડમિંટન રમતા, તો ક્યારેક સ્ટેડિયમમાં, પણ દીપિકાના આ અવતારને લોકોએ ખૂબ પસંદ કર્યો.

કોચાદઇયાં

કોચાદઇયાં

આ વર્ષે દીપિકાએ સુપર સ્ટાર રજનીકાંત સાથે તામિળ ફિલ્મ કોચાદઇયાંમાં પણ કામ કર્યું. આ એક ફિક્શનલ-એક્શન ફિલ્મ હતી કે જેમાં પાત્રો એનિમેશન વડે દર્શાવાયા હતાં.

ઇંડિયન લુક

ઇંડિયન લુક

હૅપ્પી ન્યુ ઈયરમાં દીપિકાનો વધુ એક લુક કે જે ઇંડિયન લુક હતો. એક બાજુ દીપિકા લવલી બની સેક્સી દેખાયાં, તો બીજી બાજુ દેસી અવતાર અપનાવ્યો.

ફેમિના કવર પેજ

ફેમિના કવર પેજ

દીપિકા ફેમિનાના સપ્ટેંબર અંકના કવર પેજ પર દેખાયાં. તેનું ટાઇટલ હતું મોસ્ટ પાવરફુલ વુમૅન. નામ મુજબ ફેમિના કવર પેજ પર દીપિકાનો ખૂબ સ્ટ્રૉંગ લુક બતાવાયો હતો.

હસીન લુક

હસીન લુક

ફૅશન મૅગેઝીન વૉગના કવર પેજ પર દીપિકાએ પોતાનો હસીન અંદાજ વ્યક્ત કર્યો. આ કવર પેજ પર તેઓ બહુ બિંદાસ અને હૉટ લાગે છે.

ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મફૅર ઍવૉર્ડ ફંક્શનમાં પહોંચેલા દીપિકાનો આ લુક આ વર્ષે ખૂબ ચર્ચિત રહ્યો. પહેલુ કારણ એ હતું કે દીપિકા તેમાં બહુ ગ્લૅમરસ દેખાતા હતાં અને બીજું એ કે આ ડ્રેસ ઇંગ્લિશ મૉડેલ વિક્ટોરિયા હૉર્વેના ડ્રેસના જેવો હતો.

બિગ બીની બેટી

બિગ બીની બેટી

પીકૂના સેટ પર અમિતાભ અને દીપિકાનું બૉંડિંગ જોઈ તેમના ફૅન્સ બહુ ખુશ થયાં. સેટની કેટલીક તસવીરો દીપિકાએ શૅર કરી હતી.

લુંગી ડાન્સ

લુંગી ડાન્સ

આઇફા ઍવૉર્ડ ફંક્શનમાં દીપિકાએ માત્ર લુંગી ડાન્સ જ ન કર્યો, પણ હૉલીવુડ એક્ટર કેવિન સ્પાસેને પણ લુંગી ડાન્સ કરાવ્યો.

આઇફાની ચમક

આઇફાની ચમક

દીપિકાની ચમકથી આઇફાનો આખો માહોલ ચમકી ઉઠ્યો હતો. ગોલ્ડન કલરનો ડ્રેસ પહેરી દીપિકા ખૂબ જ એલિગેટ એન્ડ હૉટ લાગતા હતાં.

રેડ એન્ડ બ્યુટીફુલ

રેડ એન્ડ બ્યુટીફુલ

દીપિકાનો આ રેડ એન્ડ બ્યુટીફુલ લુક પણ લાખો દિલોના ધબકાર વધારી ગયો. આ અવતાર ધરી દીપિકા આઇફા ઍવૉર્ડ્સમાં પહોંચ્યા હતાં કે જ્યાં દીપિકાને ઇંટરનેટ ઑફ ધ ઈયરનો ઍવૉર્ડ અપાયો હતો.

આકર્ષણનું કેન્દ્ર

આકર્ષણનું કેન્દ્ર

સ્ક્રીન ઍવૉર્ડમાં દીપિકા કંઇક આમ પહોંચ્યા હતાં. જોકે દીપિકાના આ ડ્રેસ પર પણ કૉપી કરવાનો આરોપ લાગી ચુક્યો છે. આ ડ્રેસ અમેરિકન અભિનેત્રી કેટ હડસનના ડ્રેસની કૉપી હતી. ખેર, દીપિકા તેમાં લાજવાબ લાગતા હતાં.

હૉટ એન્ડ ગ્લૅમરસ

હૉટ એન્ડ ગ્લૅમરસ

ફૅશન મૅગેઝીન વૉગના જૂન 2014ના અંકમાં દીપિકાના ગ્લૅમ લુકને બહુ વખાણ મળ્યાં. આ કવર પેજે દીપિકાએ પોતાનો હૉટ એન્ડ કાતિલ અંદાજ દર્શાવ્યો.

English summary
See in pics, different looks of actress Deepika Padukone in the year 2014, which became popular and eye catchy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more