
Year Ender 2021: આ વર્ષે આ 5 સેલિબ્રિટીએ અલગ થવાનો કર્યો નિર્ણય, સાંભળીને ફેન્સ ચોંકી ગયા હતા
મુંબઈઃ આપણે સહુ જાણીએ છીએ કે કંઈ પણ હંમેશા માટે નથી રહેતુ, પછી ભલે તે હવામાન, જીવન, સુંદરતા હોય કે પછી સંબંધ. જ્યારે સંબંધો તૂટે છે ત્યારે દિલ તૂટી જાય છે. આ બધામાં સેલિબ્રિટી પણ અલગ નથી. આ વર્ષે ઘણી લોકપ્રિય સેલેબ્ઝે પોતાના પ્રશંસકોને આશ્ચર્યમાં મૂકીને પોતાના પાર્ટનરને છોડવાનો નિર્ણય કર્યો. વર્ષ 2021માં ઘણી એવી સેલિબ્રિટીઓ છે જેમણે આ વર્ષે ડિવૉર્સનો નિર્ણય લઈને પોતાના ફેન્સને ચોંકાવી દીધા. જ્યારે આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવથી અલગ થવાની ઘોષણા કરી ત્યારે પ્રશંસકો ચોંકી ગયા હતા. આ રીતના બીજા પણ ઘણા નામ છે જેમના લગ્નજીવને ખરાબ વળાંક લીધો. એ સેલિબ્રિટી જોડીઓ પર એક નજર નાખીએ જેમણે 2021માં ડિવૉર્સ કરવાનો નિર્ણય કર્યો.

સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના થયા ડિવૉર્સ
સાઉથના પોપ્યુલર કપલ સામંથા પ્રભુ અને નાગા ચૈત્ન્યના ડિવૉર્સે સહુને ચોંકાવી દીધા હતા. કોઈને પણ એ વાતનો અંદાજો નહોતો કે આ લોકપ્રિય જોડીના સંબંધનો અંજામ આ રીતે થશે. 10 વર્ષની દોસ્તી અને 4 વર્ષના લગ્નજીવનનો અંત સામંથા અને નાગા ચૈતન્યએ ડિવૉર્સ સાથે કર્યો છે. આમ જોવા જઈએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા અમુક વર્ષોમાં ડિવૉર્સનુ ચલણ ઘણુ વધ્યુ છે. ઘણી લોકપ્રિય જોડીઓ છે જે ડિવૉર્સ લઈને અલગ થઈ ગઈ છે.

ડિવૉર્સનુ એલાન કરીને સહુ કોઈ ચોંકાવ્યા
યાદીમાં બીજા નંબરે છે આમિર ખાન અને કિરણ રાવની જોડી. આમિર ખાન અને કિરણ રાવ આ વર્ષે જુલાઈના મહિનાની શરુઆતમાં ડિવૉર્સનુ એલાન કરીને તહેલકો મચાવી દીધો હતો. આમિર અને કિરણ રાવ લગ્નના 15 વર્ષ પછી અલગ થયા છે. જો કે, ડિવૉર્સ બાદ પણ તેમની બૉન્ડિંગ સારુ છે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન બંને લદ્દાખ અને કાશ્મીરમાં સાથે રહ્યા હતા.

કીર્તિ કુલ્હારીએ પતિ સાહિલ સહગલ સાથે લીધા ડિવૉર્સ
કીર્તિ કુલ્હારીએ એલાન કર્યુ કે તે પોતાના પતિ સાહિલ સહગલ સાથે શરુ કરેલા આ પાંચ વર્ષના સંબંધને ખતમ કરી રહી છે. મિશન મંગલ અભિનેત્રીએ પોતાની ઘોષણા સાથે એક વેલકમ નોટ શેર કરી. કીર્તિ અને સાહિલે 2016માં લગ્નના બંધનમાં બંધાયા હતા. નોટમાં તેણે લખ્યુ હતુ, 'સહુને એ જણાવવા માટે એક સરળ નોટ કે મારા પતિ સાહિલ અને મે અલગ થવાનો નિર્ણય લીધો છે. કાગળ પર નહિ પરંતુ જીવનમાં.'

હની સિંહ-શાલિની તલવાર
આ વર્ષે 3 ઓગસ્ટના રોજ હની સિંહની પત્ની શાલિની તલવારે પોતાના પતિ હની સિંહ સામે ઘરેલુ હિંસા, યૌન હિંસા, માનસિક ઉત્પીડન અને આર્થિક હિંસાનો કેસ નોંધાવ્યો હતો. રિપોર્ટ મુજબ તેણે ઘરેલુ હિંસાથી મહિલાઓનુ સંરક્ષણ અધિનિયમ હેઠળ દિલ્લીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે. જાણીતા રેપરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક લાંબુ નિવેદન જાહેર કર્યુ. ગાયકે દાવો કર્યો હતો કે તે પોતાની સામે લગાવેલા ખોટા આરોપોથી ખૂબ વ્યથિત છે.

શિખર ધવન
ક્રિકેટર શિખર ધવન અને આયશા મુખર્જીએ પોતાના લગ્નના આઠ વર્ષ પૂરા કર્યા. આયશા મુખર્જીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ હતુ કે તે હવે બે વાર ડિવૉર્સ લઈ ચૂકી છે. બંનેએ 2012માં લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરો જોરાવર છે. આયશા મુખર્જી મેલબર્નની રહેવાસી છે અને શોખ માટે મુક્કેબાજી કરતી હતી.