For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયજેએચડી : ગુલમર્ગને મનાલી દર્શાવતાં ભડક્યાં ઉમર!

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 2 જૂન : જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા શુક્રવારે રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની ફિલ્મ સામે ભડકી ઉઠ્યાં છે. તેમણે ફિલ્મ અંગે નિરાશા જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે શૂટિંગ માટે સગવડો આપ્યા છતાં ફિલ્મમાં જમ્મૂ-કાશ્મીરને ક્રિડેટ નથી અપાયું.

ઉમ્ર અબ્દુલ્લાએ શનિવારે પોતાના ટ્વિટર ઍકાઉંટ ઉપર લખ્યું - આનાથી ગુસ્સો આવે છે. જ્યારે અમે દિલ ખોલની સ્વાગત કરતા હોઇએ, શૂટિંગ માટે સગવડો આપતા હોઇએ, તો માત્ર એટલા માટે કે લોકો (દર્શકો) એમ સમજે કે આ મનાલી છે? જો કોઇએ ફિલ્મ જોઈ છે, તો પ્લીઝ બતાવી શકે કે તે લોકોએ ક્યાં ક્રેડિટ પણ આપ્યું છે કે કેમ? શરુઆતમાં કે આખરે?

ઉમર અબ્દુલ્લાનો આરોપ છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મમાં ગુલમર્ગને મનાલી તરીકે દર્શાવાયું છે કે જેનાથી દુઃખ થાય છે. આ અંગે હજી સુધી ફિલ્મના નિર્માતા તરફથી કોઈ પ્રત્યાઘાત આવ્યાં નથી.

English summary
Jammu and Kashmir Chief Minister Omar Abdullah Saturday expressed his displeasure over the attribution of shots in "Yeh Jawani Hai Deewani" to Manali while they were filmed in north Kashmir's Gulmarg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X