'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં કંઇક આવો હશે કેટરિનાનો લૂક!

Written By:
Subscribe to Oneindia News

આમિર ખાનની યશરાજ બેનરની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' અનેક કારણોથી ચર્ચામાં રહી છે. ફિલ્મમાં ફાતિમા સના શેખની કાસ્ટિંગથી માંડીને યુરોપમાં શૂટિંગના તસવીરો સુધી અનેક અફવાઓ અને વાતો સામે આવી છે. આ ફિલ્મમાં પહેલીવાર આમિર ખાન અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિન શેર કરતાં જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ છે. કેટરિના હાલ 'જગ્ગા જાસૂસ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ તેણે 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' માટે પણ શૂટિંગ શરૂ કરી દીધું છે.

કેટનો પ્રથમ ઇન્ડિયન ક્લાસીકલ રોલ

કેટનો પ્રથમ ઇન્ડિયન ક્લાસીકલ રોલ

પિંકવિલાના અહેવાલો અનુસાર, 'પહેલાં એવી અફવાઓ હતી કે 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં કેટરિના બ્રિટિશ કેરેક્ટર પ્લે કરનાર છે. પરંતુ આ ખબર સાવ ખોટી સાબિત થઇ છે. કેટરિના ફિલ્મનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે ઇન્ડિયન કેરેક્ટર પ્લે કરતી જોવા મળશે.' જો આ વાત સાચી હોય તો, આટલા વર્ષોમાં પહેલીવાર કેટરિનાના ફેન્સને તેનો ક્લાસિકલ ઇન્ડિયન અવતાર જોવા મળશે.

કેટરિના બનશે ઇન્ડિયન પ્રિન્સેસ

કેટરિના બનશે ઇન્ડિયન પ્રિન્સેસ

'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' એક પીરિયડ ફિલ્મ છે અને સાથે જ કેટરિનાની પ્રથમ ક્લાસિકલ ઇન્ડિયન ફિલ્મ છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મમાં કેટરિનાનું કેરેક્ટર ખૂબ રસપ્રદ છે. તે ભારતીય રાજકુમારીના રોલમાં જોવા મળશે.

કેટરિનાનો લૂક થયો રિવીલ

કેટરિનાનો લૂક થયો રિવીલ

આ ફિલ્મમાં કેટરિનાના લૂક્સ વિશે વાત કરતાં સૂત્રએ જણાવ્યું કે, આ ફિલ્મમાં કેટરિનાનો રોલ વોરિયલ પ્રિન્સેસ તરીકેનો છે અને આથી જ ડ્રેસિંગ પણ તેને અનુરૂપ જ કરવામાં આવશે. નોઝ રિંગ, સ્મોકી આય મેકઅપ અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ્સમાં તે જોવા મળશે. કેરેક્ટરની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં કેટરિનાના આઉટફિટ્સ મોટેભાગે ગ્રે કે બ્રાઉન કલરના રાખવામાં આવશે.

કેટ કરશે માત્ર ગેસ્ટ એપિરિયન્સ?

કેટ કરશે માત્ર ગેસ્ટ એપિરિયન્સ?

થોડા સમય પહેલાં જ એવી પણ ખબરો આવી હતી કે, આ ફિલ્મમાં કેટનો રોલ 10-20 મિનિટથી લાંબો નથી. જો કે, યશરાજના સ્પોક્સ પર્સને આ વાતને નકારતાં કહ્યું છે કે, આ માત્ર અફવા છે અને આ ખબરમાં કોઇ તથ્ય નથી.

યુરોપમાં થઇ રહ્યું છે શૂટિંગ

યુરોપમાં થઇ રહ્યું છે શૂટિંગ

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં શરૂ થઇ ચૂક્યું છે. આમિર ખાન અને ફાતિમા સના શેખ યુરોપના માલ્ટામાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મના સેટનો આમિર અને ફાતિમાનો આ ફોટો ખૂબ વાયરલ થયો હતો. એના થોડા સમય પહેલાં જ આમિર અને ફાતિમા વચ્ચેના અફેરની ખબરો પણ ઊડી હતી.

English summary
Wild loose waves, smokey eyes and indo-western outfits...Katrina Kaif's new look in Thugs Of Hindostan is going to be damn interesting.
Please Wait while comments are loading...