For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરેલુ હિંસાનો ભોગ બનેતા યુક્તાએ હાઈકોર્ટની શરણે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 ઑક્ટોબર : ભૂતપૂર્વ વિશ્વ સુંદરી તથા અભિનેત્રી યુક્તા મુખીએ હાઈકોર્ટ પાસે અપીલ કરી છે કે તેમના પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ તેમના દ્વારા દાખલ કરાયેલ કેસની સુનાવણી મુંબઈની અદાલતમાં ટ્રાંસફર કરવાનો કષ્ટ કરે. યુક્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે નાગપુરની ફૅમિલી કોર્ટમાં તેમના પતિ પ્રિંસ તુલીએ જે કાંઈ સબૂત તેમની વિરુદ્ધ રજૂ કર્યા છે, તે તમામ મુંબઈની અદાલતમાં ટ્રાંસફર કરવામાં આવે. હાલ યુક્તાની અરજી વિચારાધીન છે, પણ કેસ હાઈપ્રોફાઇલ હોવાના કારણે વહેલામાં વહેલી તકે સુનાવણી થશે.

yukta-mookhey
યુક્તાના પતિ પ્રિંસ તુલીએ મુંબઈની અદાલતમાં છુટાછેટા માટે અરજી આપી છે, જ્યારે યુક્તાએ પ્રિંસ સામે ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો છે. યુક્તાનો આરોપ છે કે તેમના પતિ પ્રિંસ તુલી તથા તેમનો આખો પરિવાર માનસિક રીતે બીમાર છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ યુક્તાએ સ્પષ્ટ રીતે કહ્યું કે તુલી તથા તેમનો પરિવાર સામાન્ય લોકોની જેમ નથી નહોતો વર્તતો.

યુક્તા મુખી હાલ મુંબઈમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. યુક્તાના પતિ તથા સાસરી વાળાઓ પણ મુંબઈમાં જ રહે છે. યુક્તાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેમના પતિ અને સાસરી પક્ષવાળાઓએ તેમને દહેજ માટે મારઝુડ કરી છે. તેઓ સૌ તેમની સાથે જનાવરોની જેમ વ્યવહાર કરે છે. મારઝુડ તથા ગાળાગાળી કરવું તો તેમના માટે સામાન્ય વાત છે. યુક્તાએ પોતાના પતિ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પણ આરોપ લગાવ્યો છે. યુક્તાનું મેડિકલ પરીક્ષમ થઈ ચુક્યું છે.

English summary
Former Miss World Yukta Mookhey and her estranged husband Prince Tuli today informed Bombay High Court through their lawyers that it was not possible to have an amicable settlement to their matrimonial dispute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X