For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાપસી પન્નુએ ઝી5 ઓરિજનલ ફિલ્મ 'રશ્મિ રૉકેટ'ને અમદાવાદમાં કરી પ્રમોટ, દાંડિયા રાસનો ઉઠાવ્યો લુત્ફ!

તાપસી પન્નુ, પ્રિયાંશુ પેન્યુલી અને અભિષેક બેનર્જીએ અમદાવાદમાં એક શાનદાર દિવસ પસાર કર્યો છે જ્યાં તેઓ ઝી5 ઓરિજનલ ફિલ્મ રશ્મિ રૉકેટના પ્રચાર માટે પહોંચ્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ તાપસી પન્નુ, પ્રિયાંશુ પેન્યુલી અને અભિષેક બેનર્જીએ અમદાવાદમાં એક શાનદાર દિવસ પસાર કર્યો છે જ્યાં તેઓ ઝી5 ઓરિજનલ ફિલ્મ રશ્મિ રૉકેટના પ્રચાર માટે પહોંચ્યા હતા. કચ્છમાં શૂટ કર્યા બાદ આ ટ્રિપ ઘર વાપસી જેવી હતી. ગુજરાતમાં કોઈ પણ યાત્રા સ્થાનિક ભોજન વિના અધૂરી છે અને માટે કાસ્ટ માટે દિવસની શરૂઆત મહેન્દ્ર થાળમાં એક પારંપરિક ગુજરાતી થાળી સાથે થઈ. ફિલ્મના શૂટિંગ દરમિયાન તાપસી કડક ડાયેટ સાથે હતી માટે તે સૌથી વધુ ખુશ હતી કારણકે તેને સ્થાનિક ભોજનનો સ્વાદ લેવાનો મોકો મળ્યો. બપોરના ભોજન બાદ પર્યટન મંત્રી સાથે વાતચીત થઈ જ્યાં તેમણે ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગ સાથે-સાથે ફિલ્મની સીમા અને વિકાસ પર પણ ચર્ચા કરી. ત્યારબાદ રાધેશ્યામ ફાર્મ અને શંકુઝ રિસૉર્ટમાં બે નવરાત્રિ ઈવેન્ટ્સમાં ભાગ લઈને કલાકારોએ આ રોમાંચક દિવસનો અંત કર્યો અને ગરબાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો.

'ઘણી કૂલ છોરી' ગીત બન્યુ લોકપ્રિય

'ઘણી કૂલ છોરી' ગીત બન્યુ લોકપ્રિય

'રશ્મિ રૉકેટ'નો એક મોટો હિસ્સો ગુજરાતમાં શૂટ કરવામાં આવ્યો હતો કારણકે ફિલ્મ કચ્છના રણમાં સ્થાપિત છે. ફિલ્મમાં એક નવરાત્રિ સ્પેશિયલ ગીત પણ છે, 'ઘણી કૂલ છોરી' જે આ નવરાત્રિમાં લોકોનુ મનગમતુ બની ગયુ છે અને ગીતનો સૌથી કુલ પાર્ટ એ છે કે તાપસી પારંપરિક કપડા અને સ્નીકર્સમાં ગરબા કરી રહી છે. ભૂમિ ત્રિવેદી દ્વારા ગવાયેલ, અમિત ત્રિવેદી દ્વારા રચિત અને કૌસર મુનીર દ્વારા લિખિત ગીત 'ઘણી કૂલ છોરી'એ યુટ્યુબ પર 11 મિલિયન વ્યૂઝ પાર કરી લીધા છે અને ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર પણ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

તાપસીએ ગરબા રમવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

તાપસીએ ગરબા રમવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો

તાપસી પન્નુ કહે છે, 'હું આ ટ્રિપ માટે ખૂબ ઉત્સુક હતુ અને મને ખુશી છે કે હું આનો હિસ્સો બની શકી કારણકે અમદાવાદ મારી અપેક્ષાઓ પર ખરુ ઉતર્યુ છે. મે સ્થાનિક ભોજન જમવા, ગુજરાતમાં ફિલ્મ ઉદ્યોગના વિકાસ પર ચર્ચા કરવા અને સૌથી મહત્વપૂર્ણ વાત, દિલ ખોલીને ગરબા રમવાનો ભરપૂર આનંદ ઉઠાવ્યો છે. ગુજરાત પોતાના નવરાત્રિ ઈવેન્ટ્સ માટે જાણીતુ છે એવામાં ત્યાંના લોકોની એનર્જી એવી હતી કે હું આમાં શામેલ થવાથી ખુદને રોકી શકી નહિ. સાથે જ મને એ જાણીને ખૂબ ખુશી થાય છે કે 'ઘણી કૂલ છોરી' ગીત અહીં લોકોનુ મનગમતુ ગીત છે.'

ફિલ્મનો કેન્દ્રીય વિષય સ્પોર્ટસમાં જેન્ડર ટેસ્ટિંગ

ફિલ્મનો કેન્દ્રીય વિષય સ્પોર્ટસમાં જેન્ડર ટેસ્ટિંગ

ફિલ્મ રશ્મિ પર આધારિત છે જે એક અવિશ્વસનીય રીતે તેજ દોડવીર છે અને એક એથલીટ તરીકે ફિનિશ લાઈનને પાર કરીને પોતાના દેશ માટે એક ઓળખ બનવાનુ સપનુ જુએ છે. જો કે, તે જલ્દી સમજી જાય છે કે ફિનિશ લાઈનની દોડમાં ઘણી અડચણો છે અને જે એક એથલેટિક સ્પર્ધાની જેમ લાગે છે તે સમ્માન અને તેની વ્યક્તિગત ઓળખ માટે તેની વ્યક્તિગત લડાઈમાં ફેરવાઈ જાય છે. ફિલ્મનો કેન્દ્રીય વિષય સ્પોર્ટસમાં જેન્ડર ટેસ્ટિંગ છે.

ફિલ્મનો પ્રીમિયર ઝી5 પર 15 ઓક્ટોબરે

ફિલ્મનો પ્રીમિયર ઝી5 પર 15 ઓક્ટોબરે

રોની સ્ક્રૂવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ખંડડિયા દ્વારા નિર્મિત, નંદા પેરિયાસામી, અનિરુદ્ધ ગુહા અને કનિકા ઢિલ્લો દ્વારા લિખિત અને આકર્ષ ખુરાના દ્વારા નિર્દેશિત, રશ્મી રૉકેટમાં સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી, મનોજ જોશી અને સુપ્રિયા પિલગાંવકર પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ફિલ્મનો પ્રીમિયર ઝી5 પર 15 ઓક્ટોબરે થશે.

English summary
Z5 Original film 'Rashmi Rocket' team promote the film in Ahmedabad! play garba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X