For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : કાઇ પો છે બેસ્ટ સ્ટોરી : જુઓ ઝી સિને ઍવૉર્ડ્સ વિનર્સ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 ફેબ્રુઆરી : ઝી સિને ઍવૉર્ડ્સ 2014 ગત 8મી ફેબ્રુઆરીએ યોજાઈ ગયો. બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાને ઝી સિન ઍવૉર્ડ્સ ફંક્શનને હોસ્ટ કર્યું. બૉલીવુડ સ્ટાર્સના પરફૉર્મન્સના હિસાબે જોઇએ તો આ એક યાદગાર સાંજ સાબિત થઈ.

શાનદાર અને ઝાકઝમાળ ભર્યાં ઝી સિને ઍવૉર્ડ્સ ફંક્શનમાં સિતારાઓના પરફૉર્મન્સ વચ્ચે બૉલીવુડ ફિલ્મો અને તેની સાથે જોડાયેલી હસ્તીઓને ઝી સિને ઍવૉર્ડ્સથી નવાજવામાં આવ્યાં. અપેક્ષા મુજબ બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર મેલ અને બેસ્ટ એક્ટર ફીમેલ કૅટેગરીના ઍવૉર્ડ્સમાં ભાગ મિલ્ખા ભાગ, રામલીલા, ચેન્નઈ એક્સપ્રેસ, આશિકી 2, દીપિકા પાદુકોણે, ફરહાન અખ્તર, સંજય લીલા ભાનુશાળી, રોહિત શેટ્ટી, રાકેશ ઓમપ્રકાશ મહેરા અને મુકેશ ભટ્ટમાંથી જ કોઇક બાજી મારી જશે, પરંતુ તે આપને જોવા મળશે ટેલીવિઝન ઉપર કે જ્યારે આ કાર્યક્રમ પ્રસારિત થશે.

હાલ તો જેટલા ઍવૉર્ડ્સ જાહેર થયાં છે તેની તસવીરો સાથે માહિતી આપને આપી દઇએ :

બેસ્ટ સ્ટોરી

બેસ્ટ સ્ટોરી

કાઇ પો છે ફિલ્મને બેસ્ટ સ્ટોરીનો ઝી સિને ઍવૉર્ડ મળ્યો છે. ફિલ્મની સ્ટોરી ચેતન ભગતે લખી છે.

ઉમ્મીદ કા નયા ચહેરા

ઉમ્મીદ કા નયા ચહેરા

ઉમ્મીદ કા નયા ચહેરા ઝી સિને ઍવૉર્ડ વિદ્યુત જામવાલને ફાળે ગયો.

બેસ્ટ પ્લે બૅક મેલ સિંગર

બેસ્ટ પ્લે બૅક મેલ સિંગર

બેસ્ટ પ્લે બૅક મેલ સિંગરનો ઍવૉર્ડ અરિજીત સિંહને આશિકી 2 ફિલ્મના ગીત ક્યોંકિ તુમ હી હો માટે મળ્યો.

બેસ્ટ પ્લે બૅક ફીમેલ સિંગર

બેસ્ટ પ્લે બૅક ફીમેલ સિંગર

બેસ્ટ પ્લે બૅક ફીમેલ સિંગરનો ઍવૉર્ડ આશિકી 2 ફિલ્મના ગીતો માટે શ્રેયા ઘોષાલને ફાળે ગયો.

બેસ્ટ લિરિક્સ

બેસ્ટ લિરિક્સ

બેસ્ટ લિરિક્સનો ઍવૉર્ડ મિથૂનને આશિકી 2ના ગીતો બદલ આપવામાં આવ્યો.

બેસ્ટ બૅકગ્રાઉંડ સ્કોર

બેસ્ટ બૅકગ્રાઉંડ સ્કોર

બેસ્ટ બૅકગ્રાઉંડ સ્ટોર ઍવૉર્ડ યે જવાની હૈ દીવાની માટે પ્રીતમનો મળ્યો.

બેસ્ટ માર્કેટેડ ફિલ્મ

બેસ્ટ માર્કેટેડ ફિલ્મ

બેસ્ટ માર્કેટેડ ફિલ્મ ઑફ ધ ઈયરનો ઍવૉર્ડ ચેન્નઈ એક્સપ્રેસને મળ્યો.

સૉંગ ઑફ ધ ઈયર

સૉંગ ઑફ ધ ઈયર

આશિકી 2ના ગીત ક્યોંકિ તુમ હી હો... ને સૉંગ ઑફ ધ ઈયરનો ઍવૉર્ડ હાસલ થયો.

બેસ્ટ કોરિયોગ્રાફી

બેસ્ટ કોરિયોગ્રાફી

બેસ્ટ કોરિયોગ્રાફીનો ઍવૉર્ડ રેમો ડિસૂઝાને યે જવાની હૈ દીવાની ફિલ્મના બદતમીઝ દિલ... ગીત બદલ અપાયો.

બેસ્ટ એક્શન

બેસ્ટ એક્શન

બેસ્ટ એક્શન ઍવૉર્ડ ધૂમ 3ના ખાતે ગયો.

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટરનો ઍવૉર્ડ ધ લંચબૉક્સ ફિલ્મ માટે રીતેશ બત્રાને આપવામાં આવ્યો.

બેસ્ટ સાઉંડ ડિઝાઇન

બેસ્ટ સાઉંડ ડિઝાઇન

બેસ્ટ સાઉંડ ડિઝાઇનનો ઍવૉર્ડ મદ્રાસ કૅફે ફિલ્મના ફાળે ગયો.

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઍવૉર્ડ ક્રિશ 3 ફિલ્મ માટે રેડ ચિલીઝ એંટરટેનમેંટને આપવામાં આવ્યો.

English summary
The Zee Cine Awards 2014 took place in grand style on Saturday, February 8, 2014. Check out complete winners list at the Zee Cine Awards 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X