એલી અવરામ અને હાર્દિક પંડ્યાના સંબંધ વિશેની હકીકત બહાર આવી

Posted By:
Subscribe to Oneindia News

એલી અવરામ અને હાર્દિક પંડ્યાના સંબંધની આજકાલ ખુબ જ ચર્ચા થઇ રહી છે. ઘણા લોકો તેમના સંબંધને લઈને ઘણી વાતો કરી રહ્યા છે. હાલમાં બંને ચર્ચાનું કેન્દ્ર બની ચુક્યા છે. આ વખતે એલી અવરામે તેમના સંબંધને લઈને ખુલીને વાત કરી છે.

એલી અવરામે જણાવ્યું કે લગ્ન વખતે બંનેના ફોટો સાથે લેવામાં આવ્યા હતા. આ ફોટો બહાર આવતાની સાથે જ અફવાહનું માર્કેટ જોર ચાલ્યું હતું. એલી અવરામે જણાવ્યું કે લોકો હવે તેને ઓળખે છે અને લોકો દરેક ફેમસ વ્યક્તિ વિશે વાતો કરતા રહે છે. લોકો શુ વિચારે છે તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી.

એલી અવરામ અને હાર્દિક પંડ્યાના

એલી અવરામ અને હાર્દિક પંડ્યાના

આપણે જણાવી દઈએ કે એલી અવરામ કૃણાલ પંડ્યાના લગ્ન વખતે હાજરી આપવા આવી હતી. આ દરમિયાન તેને હાર્દિક પંડ્યા સાથે કેટલાક ફોટો પણ પડાવ્યા હતા. આ ફોટો બહાર આવતા લોકો બંનેના સંબંધ વિશે ચર્ચા કરવા લાગ્યા હતા.

એલી અવરામે ગણાવી અફવાહ

એલી અવરામે ગણાવી અફવાહ

એલી અવરામે જણાવ્યું કે ઘણા સમયથી લોકો તેના વિશે ગમે તેવી અફવાહો લખી રહ્યા છે. એલી એ જણાવ્યું કે તે કોઈ પણ મુદ્ધે કઈ જ નહિ કહે કારણકે લોકો તેની વાત ને સાચી ગણશે જ નહીં એટલા માટે ચૂપ રહેવું જ મારા માટે સારું છે.

બિલકુલ પણ ધ્યાન આપવું જોઈએ નહી

બિલકુલ પણ ધ્યાન આપવું જોઈએ નહી

એલી અવરામે જણાવ્યું કે તે દરેક વિષય પર તેના પરિવાર સાથે ચર્ચા કરે છે. એલી અવરામે જણાવ્યું કે તેના પિતા તેનાથી ખુબ જ નજીક છે અને તેને પિતા સાથે પણ તેના વિશે ચર્ચા કરી છે. એલીના પિતા મુજબ તેને આવી વાતો પણ બિલકુલ પણ ધ્યાન આપવું જોઈએ નહી.

હાર્દિક પંડ્યા નો જવાબ

હાર્દિક પંડ્યા નો જવાબ

હજુ સુધી હાર્દિક પંડ્યાને બંનેના સંબંધ વિશે કઈ જ પૂછવામાં આવ્યું નથી હવે જોવાનું છે કે હાર્દિક પંડ્યા આ મુદ્દે શુ જવાબ આપે છે. એલી અવરામ અને હાર્દિક પંડ્યા વચ્ચે શુ ચાલી રહ્યું છે તેના વિશે કોઈને પણ પુરે પુરી માહિતી નથી. પરંતુ ખુબ જ જલ્દી બધું જ સાફ થઇ જશે.

English summary
Elli Avram speaks on her secret relationship with cricketer Hardik Pandya. As per reports, Elli avram said it's only a rumour nothing else.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.