ભોજપુરી ડાંસિંગ ક્વીન સીમા હવે ગુજરાતી ફિલ્મમાં દેખાશે
અમદાવાદ, 27 ઑક્ટોબર : ભોજપુરી ફિલ્મોની ડાંસિંગ ક્વીન સીમા સિંહ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાના ડાંસનો તડકો બતાવતી નજરે પડશે. સીમા સિંહે આ અગાઉ ભોજપુરી ઉપરાંત મરાઠી, બંગાળી ફિલ્મોમાં પણ ડાંસનો વઘાર કર્યો હતો કે જે લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

સીમા સિંહનો ડાંસ તડકા જે ગુજરાતી ફિલ્મમાં નજરે પડશે, તેનું નામ છે આતંક. આ ફિલ્મને રવિ સિન્હા દિગ્દર્શિત કરી છે. તેનું શુટિંગ આણંદ ખાતે કરવામાં આવી છે. ફિલ્મને લઈને સીમા બહુ ઉત્સાહી છે.
સીમા સિંહ કહે છે કે કમાલનું ગીત હતું. તેની પર ડાંસ કરવાની મજા પડી ગઈ. સીમા સિંહ દિગ્દર્શક રવિ સિન્હાના પણ બહુ વખાણ કરે છે અને કહે છે કે રવિ સિન્હા સાથે આ ગુજરાતી ફિલ્મ કરવાનું બહેતર અનુભવ રહ્યો.
સીમાએ અત્યાર સુધી મરાઠીની સુપર ફિલ્મો ભોલે શંકર, સ્વપ્ન તુઝા માઝે, બાપ માનુસ, એકા લગ્નાચી ગોસ્ટ, કાલશેકર આહેત કા વગેરેમાં પોતાના આયટમ નંબરના જલવા વિખેર્યાં છે. તેમની આવનારી ફિલ્મો છે સ્વર્ગા યા વિજા, દિધ સયાને, યારપત ગાંવ. તેમાં પણ સીમાના ડાંસ જોવા મળશે.












Click it and Unblock the Notifications
