હાસ્ય કલાકારો થઇ જાવ તૈયાર કોમેડીના મહાઉત્સવ માટે

Posted By:
Subscribe to Oneindia News

(માનસી પટેલ) ગુજરાત જુદા જુદા કાર્યક્રમો માટે હોટ સ્પોટ બની રહ્યું છે ત્યારે હવે હાસ્ય કલાકારો માટે ઓગસ્ટ મહિનામાં રાજ્યના ચાર મોટા શહેરોમાં કોમેડી ફેક્ટરી નામના મેગા શોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ વડોદરા, તથા રાજકોટમાં ગુજરાતના તેમજ બોલિવૂડના કોમેડિયનો લાઇવ શો કરીને મનોરંજન પીરસશે.

નવ રસો પૈકી હાસ્યરસને ઘણો મહત્વનો ગણાય છે અને આજકાલ ઘણા કોમેડી શો આવી રહ્યા છે જેમાં સ્ટેન્ડઅપ કોમેડીથી માંડીને વિવિધ પ્રકારની કોમેડીના પ્રકારને સ્થાન મળી રહ્યું છે તે માટે આ શોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં મહિલા કોમેડિયન પ્રીતી દાસ પણ પોતાનું કૌશલ્ય દર્શાવશે.

dholiwood

કોમેડી ફેક્ટરીની પાંચ વર્ષની ઉજવણી સાથે હર્ષિત શાહ સાથે જોડાઈને ટીઆઇબીઆઇ ધ આઇડિયા બેગ ઇન્કની સ્થાપના કરી છે. જેમાં 15મીઓગસ્ટથી આવા 15શોની તબક્કાવાર રજૂઆત કરવાનું આયોજન છે અને તેમાં 30થી વધુ કલાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, વ્રજેશ હીરજી, જ્હોની લિવર સહિતના નિષ્ણાત લોકો દ્વારા હાસ્યરસને નવા સ્વરૂપે માણવાનું આયોજન થયું છે.

English summary
Dholiwood Special: comedy mahautsav

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.