For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઝલના ભાવવધારા મુદ્દે ગુજરાત સહિત ભારતભરમાં વિરોધ

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

Petrol hike strice cpi
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: ડીઝલમાં પ્રતિ લીટરે પાંચ રૂપિયાનો વધારો ઝિંકાતા મધ્યમવર્ગીને મોંઘવારીનો માર પડ્યો છે. મુંબઇ-દિલ્હીમાં તેની તાત્કાલીક અસર જોવા મળી રહી છે. મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં સ્કૂલ બસોના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાવવધારો 1 ઓક્ટોમ્બરથી લાગૂ થઇ જશે. મુંબઇમાં ટેક્સીવાળાઓએ તાત્કાલીક ધોરણે ભાવ વધારો કરી દીધો છે. દિલ્હીમાં પણ ટેક્સીવાળાએ કહ્યું છે કે તેઓ પણ હવે 25 ટકા સુધી વધુ ભાડું વસૂલ કરશે.
ઓલ ઇંડિયા મોટર કોંગ્રેસની બેઠક યોજાઇ રહી છે જેમાં માલ ભાડા વધારોનો નિર્ણય લેવામાં આવી શકે છે.

ભાવવધારાના મુદ્દે અમદાવાદના નારોલ હાઇવે પર ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો છે અને તેમજ માલભાડામાં 1.50 થી 2 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે જીવન જરૂરીયાતની વસ્તુઓ વધુ મોંધી થશે. ભાવવધારાના મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભાજપે કેન્દ્રસરકારના ડીઝલ-રાંઘણગેસના ભાવવધારાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવવાની ચિમકી આપી છે તેમજ કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો છે. શિવસેનાએ આજે વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. કેંદ્રમાં યુપીએની મુખ્ય સહયોગી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે શનિવારે બંગાળમાં પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તૃણમૂલ પ્રમુખ અને પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ડીઝલ-રાંધણગેસના ભાવવધારાથી નાખુશ છે, કેન્દ્રની યુપીએ સરકારને સમર્થન પુરૂ પાડતી સમાજવાદી પાર્ટીએ પણ ભાવવધારાનો વિરોધ પ્રગટ કર્યો છે અને ઉત્તરપ્રદેશના કેટલાક શહેરોમાં પ્રદર્શન યોજ્યાં છે.

સરકારે વર્ષમાં છ રાંધણગેસ સસ્તા આપવા સંબંધી જાહેરાત કરતાં સમયે ગુરૂવારે દાવો કર્યો હતો કે તેમણે તો ફક્ત માત્ર સંસદીય સમિતિની ભલામણ પર મોહર લગાવી છે, પરંતુ સમિતિના સભ્યો જણાવ્યું હતું કે આવી કોઇ ભલામણ અમે કરી નથી.

English summary
Entire nation erupted into protest on Friday, Sep 14, demanding an immediate rollback against government's decision to increase diesel price and limiting the usage of LPG to just six cylinders, in a year on subsidised rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X