For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો, ફેમસ અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન

ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ લાંબી બિમારી બાદ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મનોરંજન જગતમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા. ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ ગુરુવારે(1 જુલાઈ)એ લાંબી બિમારી બાદ નિધન થઈ ગયુ છે. 83 વર્ષીય અરવિંદ રાઠોડ માત્ર ગુજરાતી ફિલ્મોમાં જ નહિ પરંતુ ઘણી હિંદી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યા છે. તેમણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ સ્ક્રીન શેર કરી હતી.

કોરોનાની ચપેટમાં આવી ગયા હતા અરવિંદ રાઠોડ

કોરોનાની ચપેટમાં આવી ગયા હતા અરવિંદ રાઠોડ

જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડ થોડા મહિના પહેલા જ કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા હતા અને ત્યારબાદ નબળાઈના કારણે તેઓ ક્યારેય પથારીમાંથી બેઠા જ ન થઈ શક્યા. અરવિંદ રાઠોડે ક્યારેય લગ્ન નહોતા કર્યા. તેઓ પોતાના ભત્રીજાના દીકરા-વહુ સાથે રહેતા હતા. લોકપ્રિય ગુજરાતી અભિનેતા હિતેન કુમારે તેમના નિધનની પુષ્ટિ કરીને જણાવ્યુ કે મુંબઈ છોડ્આ બાદ અરવિંદ રાઠોડ અમદાવાદના પાલડીમાં અમુક વર્ષોથી રહેતા હતા.

ફિલ્મોમાં કર્યા દમદાર રોલ

ફિલ્મોમાં કર્યા દમદાર રોલ

તેમણે કહ્યુ, 'કોરોના સંક્રમિત થયા બાદ તેઓ રિકવર થઈ ગયા હતા જો કે ઉંમર સંબંધી બિમારીના કારણે તેમની તબિયત ઠીક નહોતી. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં નહોતા. હું તેમના આત્મની શાંતિ માટે પ્રાર્થના કરુ છુ.' તમને જણાવી દઈએ કે અરવિંદ રાઠોડને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા માનવામાં આવતા હતા. તેમણે નેગેટીવ રોલ સાથે ઘણી ફિલ્મોમાં પૉઝિટીવ રોલ પણ કર્યા હતા.

અમિતાભ બચ્ચન સાથે શેર કરી સ્ક્રીન

અમિતાભ બચ્ચન સાથે શેર કરી સ્ક્રીન

એટલુ જ નહિ અરવિંદ રાઠોડ બૉલિવુડમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. તેમણે ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યુ. અરવિંદ રાઠોડે અમિતાભ બચ્ચનની જાણીતી ફિલ્મ અગ્નિપથ અને ખુદા ગવાહમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા બૉલિવુડ સાથે તેમણે મુંબઈ પણ છોડી દીધુ હતુ. એક્ટિંગમાં આવતા પહેલા તેઓ એક ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા.

આ ફિલ્મોમાં કર્યુ કામ

આ ફિલ્મોમાં કર્યુ કામ

અરવિંદ રાઠોડે 1968માં આવેલી ફિલ્મ ધ લેડી કિલરમાં પણ કામ કર્યુ. આ ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મો જેવી કે - મચ્છુ તારા વહેતા પાણી, સોન કંસારી, ગંગા સતી, મા ખોડલ તારો ચમકારોમાં યાદગાર ભૂમિકા નિભાવી. એક સમયે તેઓ ગુજરાતી થિયેટરમાં પણ ઘણા સક્રિય રહેતા હતા. અરવિંદ રાઠોડના નિધન પર બૉલિવુડ સહિત તેમના ઘણા પ્રશંસકો શોક વ્યક્ત કરી રહ્યા છે. કોરોના કાળમાં અત્યાર સુધી ઘણી જાણીતી હસ્તીઓ સાથ છોડી ચૂકી છે.

English summary
Gujarati actor Arvind Rathod passes away, shared screen with Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X